1. Home
  2. Tag "gujarat assembly"

ગુજરાતમાં 1.32 કરોડ પરિવારોમાંથી 72 લાખ પરિવારો અનાજ લેવા લાઈનોમાં ઊભા રહે છેઃ કોંગ્રેસ

ગાંધીનગરઃ ગુજરાત વિધાનસભામાં રાજ્યપાલના સંબોધનના આભાર પ્રસ્તાવની ચર્ચામાં ભાગ લેતા વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતા અમિત ચાવડાએ ભાજપ સરકાર સામે પ્રહાર કરતા જણાવ્યું હતું કે, રાજ્યમાં જ્યારે 156ની બહુમતિવાળી સરકાર હોય,  ડબલ એન્જીન હોય, અને બજેટ રજુ કરવામાં આવ્યું હોય તો પણ ગુજરાતની ગૃહિણીઓને 450 રૂપિયામાં ગેસની બોટલ ન મળ્યો. ગુજરાતીઓને ફક્ત રાજસ્થાન સરકારની ગેસના બાટલાની જાહેરાતો જોઇને […]

ગુજરાત વિધાનસભામાં વડોદરાના હરણી બોટકાંડ, મોંઘવારી સહિતના પ્રશ્નો કોંગ્રેસ ઉઠાવશે

અમદાવાદઃ  ગુજરાત વિધાનસભાના બજેટ સત્રનો ગુરૂવારથી પ્રારંભ થયો હતો. 29 દિવસના બજેટ સત્ર દરમિયાન વિપક્ષ કોંગ્રેસ દ્વારા વિવિધ લોક પ્રશ્નો ઉઠાવવામાં આવશે. તેમજ ભાજપ સરકારની નિષ્ફળતાઓને ઉજાગર કરવામાં આવશે. તાજેતરમાં વડોદરાના હરણી તળાવમાં બોટ જવાની દુર્ઘટના બની હતી. આ ઘટનામાં બાર બાળકો અને બે શિક્ષકો સહિત 14 લોકોના થયા હતા ત્યારે આ વિધાનસભા સત્રમાં કોંગ્રેસ […]

ગુજરાત વિધાનસભાના 1લી ફેબ્રુઆરીથી મળનારા બજેટસત્રમાં ધારાસભ્યો ઓનલાઈન પ્રશ્નો પૂછશે

ગાંધીનગરઃ ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ ગુજરાત વિધાનસભાના ચોથા સત્રનું આહવાન કર્યું છે. જેથી ગુજરાત વિધાનસભાનું ચોથું સત્ર 1 ફેબ્રુઆરી થી 29 ફેબ્રુઆરી સુધી સમગ્ર મહિના દરમિયાન ચાલશે. જેમાં વિધાનસભામાં રાજ્ય સરકાર બજેટ રજૂ કરશે. જ્યારે કામકાજના કુલ 24 દિવસોમાં કુલ 26 બેઠકો મળશે. જેમાં રાજ્યપાલના સંબોધન ઉપર ત્રણ દિવસ ચર્ચા ચાલશે. ચાર દિવસ બજેટ ઉપર […]

ગુજરાત વિધાનસભાઃ આમ આદમી પાર્ટી બાદ હવે કોંગ્રેસના ધારાસભ્યએ આપ્યું રાજીનામું

અમદાવાદઃ ગુજરાત સહિત સમગ્ર દેશમાં આગમી વર્ષે લોકસભાની ચૂંટણી યોજાવાની છે જેની ભાજપ અને કોંગ્રેસ સહિતના રાજકીય પક્ષોએ અત્યારથી જ તૈયારીઓ શરુ કરી દીધી છે. બીજી તરફ ગુજરાતમાં ધારાસભ્યોના રાજીનામાના પગલે સ્થાનિક રાજકારણ ગરમાયું છે. તાજેતરમાં જ આમ આદમી પાર્ટીના વિસાવદરના ધારાસભ્ય ભૂપત ભાયાણીએ ધારાસભ્ય પદ ઉપરથી રાજીનામું આપ્યું હતું. દરમિયાન આજે કોંગ્રેસના ખંભાતના એમએલએ […]

ગુજરાત વિધાનસભા દ્વારા અનેક સરાહનીય કામ કરવામાં આવ્યાઃ રાષ્ટ્રપતિજી

અમદાવાદઃ ગુજરાત વિધાનસભામાં રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મુજીએ આજે દેશની પ્રથમ ઈ-વિધાનસભાનો પ્રારંભ કરાવ્યો હતો. આ પ્રસંગ્રે રાષ્ટ્રપતિજીએ ધારાસભ્યોને સંબોધન કર્યું હતું. રાષ્ટ્રપતિજીએ ગુજરાતના સપૂતોએ ગુજરાત અને દેશના વિકાસમાં આપેલા યોગદાનને યાદ કર્યું હતું. તેમજ કહ્યું હતું કે, ગુજરાત વિધાનસભા દ્વારા અનેક સરાહનીય કામ કરવામાં આવ્યા છે. રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મુજીએ સંબોધનની શરુઆત ઉમાશંકર જોશીની કવિતાથી કરી હતી. […]

ગુજરાત વિધાનસભાનું 13મી સપ્ટેમ્બરથી મળનાર સત્ર પેપરલેસ હશે

અમદાવાદઃ ગુજરાત વિધાનસભાનું ચોમાસુ સત્રનું આગામી 13મી સપ્ટેમ્બરથી યોજાવાનું છે. આ સત્ર પેપરલેસ રહેશે. તે માટેની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. એટલું જ નહીં મુખ્યમંત્રી સહિતના મંત્રીમંડળના સભ્યો અને ધારાસભ્યોને વિશેષ તાલીમ આપવામાં આવી રહી છે. ગુજરાત વિધાનસભા હવે ઈ-વિધાનસભા બનવા માટે સજ્જ છે. ઇ-વિધાનસભા એટલે કે સંપૂર્ણપણે કોમ્પ્યુટરાઇઝ્ડ વિધાનસભા. મહત્વનું છે કે, હવે […]

ગુજરાત વિધાનસભામાં ગૃહ વિભાગની ચર્ચામાં કોંગ્રેસે મહાઠગ કિરણ પટેલનો મુદ્દો ઉઠાવ્યો

ગાંધીનગરઃ વડાપ્રધાન કાર્યાલય (પીએમઓ)ના નામનો ઉપયોગ કરીને રજવાડી ઠાઠ ભોગવતા મહાઠગ એવા કિરણ પટેલના કરતૂસોનો પડદાફાશ થયા બાદ કિરણને ભાજપના ક્યા નેતા સાથે સંપર્કો કે સંબંધો હતા એની લોકચર્ચા ચાલી રહી છે. જમ્મુ-કાશ્મીર પોલીસ તેમજ ગુજરાત એટીએસ દ્વારા પણ તપાસ ચાલી રહી છે. દરમિયાન ગુજરાત વિધાનસભામાં ગૃહ વિભાગની માગણીઓ પરની ચર્ચા દરમિયાન વિપક્ષ કોંગ્રેસ દ્વારા […]

ગુજરાત વિધાનસભાના બજેટ સત્રનો પ્રારંભ, પેપર ફુટવાના મુદ્દે કોંગ્રેસે હોબાળો મચાવ્યો

ગાંધીનગરઃ ગુજરાત વિધાનસભાના બજેટ સત્રના પ્રારંભના આજે પ્રથમ દિવસે કોંગ્રેસ દ્વારા સ્પર્ધાત્મક પરીક્ષામાં પેપરલિકનો મામલો ઉઠાવીને વિરોધ કર્યો હતો. જ્યારે સરકાર દ્વારા પેપરલિક સામે કડક કાયદો બનાવતું બીલ રજુ કરવામાં આવ્યું હતું.  આવતી કાલે શુક્રવારે નાણામંત્રી કનુભાઇ દેસાઇ રાજ્યનું બજેટ રજૂ કરશે. આ વખતે બજેટના કદમાં માતબર વધારાની શક્યતા છે. ગુજરાત વિધાનસભાના બજેટ સત્રના આજે […]

ગુજરાત વિધાનસભાના બજેટસત્રનો કાલે ગુરૂવારથી પ્રારંભ, શુક્રવારે બજેટ રજુ કરાશે

ગાંધીનગરઃ ગુજરાત વિધાનસભાના બજેટ સત્રનો આવતીકાલ તા. 23મી ફ્રેબ્રુઆરીથી પ્રારંભ થઈ રહ્યો છે. કાલે 23મી ફેબ્રુઆરીથી 29મી માર્ચ સુધી ગુજરાત વિધાનસભાનું બજેટ સત્ર શરૂ થશે. 24 ફેબ્રુઆરીએ નાણામંત્રી કનુભાઈ દેસાઈ ગુજરાત સરકારનું વર્ષ 2023-24 માટેનું બજેટ રજુ કરશે. ગત વર્ષે રાજય સરકારના વાર્ષિક બજેટનું કુલ કદ રૂા.2,43,956 કરોડનું હતું. જયારે આ વખતે રાજય સરકારના વર્ષ […]

વિધાનસભાઓમાં ચર્ચાઓનું સ્તર નીચે ઉતરવું એ ચિંતાનો વિષયઃ લોકસભાના અધ્યક્ષ બિરલા

ગાંધીનગરઃ 15મી ગુજરાત વિધાનસભાના નવનિર્વાચિત  ધારાસભ્યોને સંસદીય કાર્યપદ્ધતિથી સુપેરે માહિતગાર કરવા ગુજરાત વિધાનસભા અને લોકસભા સચિવાલય દ્વારા સંસદીય કાર્યશાળાનું દ્વિદિવસીય આયોજન કરવામાં આવ્યું છે.  લોકસભા અધ્યક્ષ ઓમ બિરલાએ વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરી, મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલ તથા સાંસદો, મંત્રીઓ અને ધારાસભ્યોની ઉપસ્થિતિમાં આ કાર્યશાળાનો પ્રારંભ કરાવ્યો હતો. બિરલાએ જણાવ્યું હતું કે ગુજરાતની 15મી વિધાનસભા એ યુવાશક્તિ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code