1. Home
  2. Tag "Gujarat High court"

ગુજરાતના મુખ્ય ન્યાયમૂર્તિ તરીકે સુશ્રી સોનિયાબેન ગોકાણીએ શપથ લીધા

અમદાવાદઃ ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ કુમારી સોનિયાબેન ગોકાણીને ગુજરાત ઉચ્ચ ન્યાયાલયના મુખ્ય ન્યાયાધિપતિ તરીકે શપથ લેવડાવ્યા હતા. રાજભવનમાં આયોજિત શપથવિધિ સમારોહમાં ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી, ભારતની સર્વોચ્ચ અદાલતના ન્યાયમૂર્તિ બેલાબેન ત્રિવેદી, રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને રાજ્યના કાયદા-ન્યાય મંત્રી ઋષિકેશ પટેલ ઉપસ્થિત રહ્યા હતા. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી અને મહાનુભાવોએ ઉચ્ચ ન્યાયાધિપતિ કુમારી સોનિયાબેન ગોકાણીને […]

વિદ્યાસહાયકોને પાંચ વર્ષની નોકરી બાદ આંતર જિલ્લા બદલીની નીતિને ગુજરાત હાઈકોર્ટની બહાલી

અમદાવાદઃ ગુજરાતમાં વિદ્યાસહાયકોને પાંચ વર્ષની નોકરી પૂર્ણ થયા બાદ ફુલ પગારમાં પ્રાથમિક શિક્ષક તરીકે લેવામાં આવે છે. ઘણા વિદ્યાસહાયકો તેમના એકાદ-બે વર્ષના કાર્યકાળમાં બદલીની માગ કરતા હોય છે. પરંતુ રાજ્ય સરકારની નીતિ મુજબ પાંચ વર્ષના વિદ્યાસહાયક તરીકેના કાર્યકાળ પૂર્ણ થયા બાદ જ આંતર જિલ્લા બદલી તેમજ 10 વર્ષ પ્રાથમિક શિક્ષક તરીકે પૂર્ણ કર્યા બાદ આંતર […]

કોલેજિયમમાંથી જસ્ટિસ નિખિલ કારિયલની બદલીથી ગુજરાત હાઈકોર્ટના વકીલોમાં નારાજગી

નવી દિલ્હી : સુપ્રીમ કોર્ટ કોલેજિયમે નજીકના ભૂતકાળમાં કેટલીક ખાસ બદલીઓ કરી છે. જે અંતર્ગત, સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ ચંદ્રચૂડની આગેવાની હેઠળના કોલેજિયમ દ્વારા ગુજરાતના જસ્ટિસ નિખિલ કારિયલ ઉપરાંત તેલંગાણા હાઈકોર્ટના જજ એ અભિષેક રેડ્ડીની પણ પટનામાં બદલી કરવામાં આવી છે. મદ્રાસ હાઈકોર્ટના કાર્યકારી મુખ્ય ન્યાયાધીશ ટી રાજાની પણ રાજસ્થાન હાઈકોર્ટમાં બદલી કરવામાં આવી હતી. […]

ગુજરાત હાઇકોર્ટમાં ગુજરાતીમાં કાનુની કાર્યવાહી કરવા બાર એસો. દ્વારા રાજ્યપાલને રજૂઆત

અમદાવાદઃ ગુજરાત હાઈકોર્ટમાં તમામ કારોબાર અંગ્રેજીમાં ચાલે છે. તેને માતૃભાષા ગુજરાતીમાં તમામ વ્યવહાર ચલાવવા માટે છેલ્લા ઘણા સમયથી માગણી થઈ રહી છે. ત્યારે અમદાવાદ બાર એસોસિએશને ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતને પત્ર લખીને હાઇકોર્ટમાં માતૃભાષામાં કાનુની કાર્યવાહી કરવાની રજુઆત કરી છે. જોકે હાઈકોર્ટમાં ગુજરાતી ભાષામાં કાનુની કાર્યવાહી કરવા બાબતે વકીલોમાં એકરાગ નથી, કેટલાક સિનિયર વકિલો હાલ […]

ગુજરાત હાઈકોર્ટમાં ગુજરાતી ભાષાને માન્યતા માટે એડવોકેટ એસોની રાજ્યપાલને રજુઆત

અમદાવાદઃ ગુજરાત હાઈકોર્ટમાં તમામ કારોબાર અંગ્રેજીમાં ચાલે છે. તેને માતૃભાષા ગુજરાતીમાં તમામ વ્યવહાર ચલાવવા માટે છેલ્લા ઘણા સમયથી માગ થઈ રહી છે. ત્યારે  ગુજરાત હાઈકોર્ટ એડવોકેટ એસોસિએશને  રાજ્યના રાજ્યપાલ  આચાર્ય દેવવ્રતને પત્ર લખીને એવી રજુઆત કરી છે કે, હાઈકોર્ટમાં અંગ્રેજી ઉપરાંત ગુજરાતી ભાષામાં કાર્યવાહી અને દસ્તાવેજમાં માન્યતા આપવી જોઈએ. ગુજરાત હાઈકોર્ટ એડવોકેટ એસો.એ રાજ્યપાલને લખેલા પત્રમાં એવી રજુઆત […]

બિસ્માર માર્ગો અને રખડતા ઢોરોના ત્રાસ મામલે હાઈકોર્ટની સરકારને ટકોર

અમદાવાદઃ રખડતા ઢોરોના ત્રાસ અને બિસ્માર માર્ગોના મુદ્દે હાઈકોર્ટમાં શરૂ થયેલી અરજીની સુનાવણીમાં સરકારે વધુ સમયની માંગણી કરી હતી. જો કે, રાજ્યની વડી અદાલતે લાંબી મુદત આપવાનો ઈન્કાર કરીને આકરી ટકોર કરી હતી. કોર્ટે કહ્યું હતું કે, ચોમાસાના લીધે રસ્તાઓની સાચી સ્થિતિ ખબર પડશે, સત્તાધીશો અસરકારક કામગીરી કરે તે પણ જરુરી છે. કેસની હકીકત અનુસાર […]

ગુજરાત હાઈકોર્ટમાં હવે નવા કેસની ઝડપી સુનાવણી માટે ઓટોલિસ્ટિંગથી અરજદારોને રાહત થશે

અમદાવાદઃ  ગુજરાત હાઈકોર્ટ સમક્ષ નવા નોંધાયેલા કેસને ઓટો લિસ્ટિંગ કરવાનો નિર્ણય ચીફ જસ્ટિસ અરવિંદકુમારે લીધો છે. આ નિર્ણયથી લાખો પક્ષકારોને કેસ ચલાવવા માટે વધુ સમયની રાહ નહીં જોવી પડે. કેસ નોંધાયા બાદ જે તે વકીલને ઇમેઇલ, મેસેજથી જાણ કરાશે. નવા ક્રિમિનલ કેસનું ઓટો લિસ્ટિંગ થવાથી કેસ નોંધાયા બાદ બે દિવસમાં તેને બોર્ડ પર સુનાવણી માટે […]

ગુજરાત હાઇકોર્ટના સિનિયર ન્યાયધીશ જસ્ટિસ જે.બી પારડીવાલાની સુપ્રીમ કોર્ટના જજ તરીકે નિમણૂંક

અમદાવાદઃ ગુજરાત હાઇકોર્ટના વધુ એક જજની સુપ્રીમ કોર્ટમાં નિમણૂંક થઈ છે. હાઈકોર્ટના સિનિયર જજ જે.બી.પારડીવાલાની સુપ્રીમ કોર્ટના જજ તરીકે નિમણૂક કરવામાં આવી છે. સત્તાવાર રીતે કેન્દ્ર સરકારના કાયદા વિભાગ દ્વારા નોટિફિકેશન જારી કરી દેવામાં આવ્યું છે. આ અગાઉ ગુજરાત હાઇકોર્ટના સિનિયર જજ જે.બી.પારડીવાલાની સુપ્રીમ કોર્ટ કોલેજિયમે સુપ્રીમ કોર્ટના જજ તરીકે તેમની ભલામણ કરી હતી. જે […]

PSI ભરતીની પરીક્ષાના પરિણામમાં વિવાદના મામલે રાજ્ય સરકારને હાઈકોર્ટે પાઠવી અરજન્ટ નોટીસ

અમદાવાદઃ રાજ્ય સરકાર દ્વારા કરાતી ભરતીઓ કોઈને કોઈ કારણે વિવાદમાં રહેતી હોય છે. તાજેતરમાં પીએસઆઈની ભરતીની પરીક્ષાનું પરિણામ જાહેર કરવામાં આવ્યું હતું. પરિણામ જાહેર થયા બાદ કેટલીક વિસંગતતા રહી હોવાના મુદ્દે વિવાદ ઊભા થયો હતો. અને કેટલાક ઉમેદવારોએ તેને હાઈકોર્ટમાં પડકાર્યો હતો. ગુજરાત હાઈકોર્ટે પીએસઆઈ  ભરતીના પરિણામના વિવાદ મામલે  ભરતી બોર્ડ અને રાજ્ય સરકારને અરજન્ટ […]

મુસ્લિમ સમાજના 600 માછીમારોએ સામુહિક ઈચ્છામૃત્યુની પરવાનગી માટે હાઈકોર્ટમાં અરજી કરી

અમદાવાદઃ ગુજરાત સરકાર દ્વારા અન્યાય કરવામાં આવતો હોવાથી પોરબંદરના ગોસાબારા મુસ્લિમ સમાજના 100 જેટલા માછીમારી પરિવારોના 600 વ્યક્તિઓએ ઈચ્છામૃત્યુની પરવાનગી માટે હાઈકોર્ટમાં અરજી કરી છે. આ મામલે  આગામી દિવસોમાં સુનાવણી હાથ ઘરવામાં આવશે. ગુજરાત હાઇકોર્ટ સમક્ષ 100 જેટલા પરિવારે એકસાથે સામુહિક ઈચ્છામૃત્યુ માટેની અરજી કરી છે. ગોસાબારા મુસ્લિમ માછીમાર સમાજના આગેવાન દ્વારા સમાજના પ્રતિનિધિ દ્વારા […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code