1. Home
  2. Tag "Gujarat Legislative Assembly"

ગુજરાત વિધાનસભામાં કોંગ્રેસ દ્વારા રાહુલ ગાંધીના મુદ્દે હોબાળો કરાતા સત્ર સમાપ્તિ સુધી સસ્પેન્ડ

ગાંધીનગરઃ  ગુજરાત વિધાનસભાના બજેટ સત્ર સમાપ્તિને હવે એકાદ-બે દિવસ બાકી રહ્યા છે. ત્યારે આજે ગૃહમાં પ્રશ્નોતરીકાળની શરૂઆતમાં કોંગ્રેસના ધારાસભ્યો દ્વારા હોબાળો કરવામાં આવ્યો હતો. રાહુલ ગાંધીનું સભ્ય પદ રદ કરવા બાબતે કોંગ્રેસના ધારાસભ્યોએ ગૃહની શરૂઆતમાં જ વિરોધ કર્યો હતો. કોંગ્રેસના ધારાસભ્ય દ્વારા ગૃહમાં અદાણીનો મુદ્દો પણ ઉઠાવવામાં આવ્યો હતો. ગૃહમાં કોંગ્રેસના ધારાસભ્યો બેનરો લઇને વેલમાં […]

વીજળી, પાણી, શિક્ષણ, કૃષિ અને સ્વાસ્થ્ય, આ ‘પંચશક્તિ’ સરકારની અગ્રતા : રાજ્યપાલ

ગાંધીનગરઃ રાજ્યપાલ  આચાર્ય દેવવ્રતજીના સંબોધન સાથે આજે 15મી ગુજરાત વિધાનસભાના અંદાજપત્ર સત્રનો શુભારંભ થયો હતો. રાજ્યપાલ  આચાર્ય દેવવ્રતજીએ કહ્યું કે, મારી સરકાર હંમેશા ગુજરાતના નાગરિકોની ઉન્નતિ, સશક્તિકરણ અને પ્રગતિ માટે પ્રતિબધ્ધ છે. વીજળી, પાણી, શિક્ષણ, કૃષિ અને સ્વાસ્થ્ય; એ ‘પંચશક્તિ’ મારી સરકારની અગ્રતા છે. ગુજરાતમાં છેલ્લા બે દાયકા પ્રાયોરિટી, પોલીસી અને પર્ફોર્મન્સના રહ્યા છે. છેલ્લા […]

ગુજરાત વિધાનસભાની કામકાજ સલાહકાર સમિતિમાં પાંચ ધારાસભ્યો ધરાવતા AAPને સ્થાન ન મળ્યું

ગાંધીનગરઃ ગુજરાત વિધાનસભાના બજેટ સત્રનો આગામી 23 ફેબ્રુઆરીથી પ્રારંભ થશે. વિધાનસભામાં વિપક્ષના સભ્યોની સંખ્યા ખૂબ ઓછી હોવાથી પ્રશ્નોતરી દરમિયાન ગરમાગરમી જોવા મળે તેમ લાગતું નથી. દરમિયાન બજેટ સત્રમાં હાથ ધરાતી કામગીરી, બેઠકો અને કામકાજની યાદીની બાબતોની તૈયારી માટે કામકાજ સલાહકાર સમિતિની રચના કરવામાં આવી છે.  વિધાનસભા બેઠકમાં પહેલી વખત પાંચ બેઠકો જીતનારી આમ આદમી પાર્ટીના […]

ગુજરાત વિધાનસભાના બજેટ સત્રનો આગામી તા. 23મી ફેબ્રુઆરીથી પ્રારંભ, 24મીએ અંદાજપત્ર

ગાંધીનગરઃ ગુજરાત વિધાનસભાનું બજેટ સત્ર  આગામી તા 23મી ફેબ્રુઆરીથી 29મી માર્ચ સુધી મળશે.. 15મી ગુજરાત વિધાનસભાનું બીજું અને પ્રથમ બજેટ સત્રમાં 27 બેઠકો યોજાશે. બજેટ સત્રના પ્રથમ દિવસે રાજ્યપાલના સંબોધન તેમજ શોકદર્શક ઉલ્લેખ અને સરકારી વિધેયકો સરકારી કામકાજ હાથ ધરવામાં આવશે. સત્રના બીજા દિવસે 24મી ફેબ્રુઆરીએ ભુપેન્દ્ર પટેલ સરકારનું અંદાજપત્ર નાણામંત્રી કનુભાઈ દેસાઈ રજૂ કરશે. […]

ગુજરાત વિધાનસભાઃ જનપ્રતિનિધિઓની “સંસદીય કાર્યશાળા” યોજાશે, 10થી વધુ વિષયો પર થશે ચર્ચા

અમદાવાદઃ ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ સંસદીય કાર્યપ્રણાલીના નિયમોથી માહિતગાર થાય તે આશયથી ગુજરાત વિધાનસભા દ્વારા તા.૧૫ અને ૧૬મી ફેબ્રુઆરીના રોજ બે દિવસીય “સંસદીય કાર્યશાળા”નું આયોજન કરવામાં આવ્યું છે. ગુજરાત વિધાનસભામાં તા.15 ફેબ્રુઆરીના રોજ સવારે 11 કલાકે લોકસભાના અધ્યક્ષ ઓમ બિરલાજીના હસ્તે સંસદીય કાર્યશાળાનું ઉદ્ઘાટન થશે. જ્યારે તા.16મી ફેબ્રુઆરીના રોજ સાંજે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતની પ્રેરક ઉપસ્થિતિમાં સંસદીય કાર્યશાળાનું […]

ગુજરાત વિધાનસભાનું સત્ર 23મી ફેબ્રુઆરીથી 29મી માર્ચ સુધી મળશે, 24મી ફેબ્રુઆરીએ બજેટ રજુ કરાશે

ગાંધીનગર: ગુજરાતમાં 15મી વિધાનસભાના બજેટ સત્રનો પ્રારંભ 23મી ફેબ્રુઆરીથી શરૂ થશે. 25 દિવસ ચાલનારા આ સત્રમાં સરકાર 24મી ફેબ્રુઆરીએ બજેટ રજૂ કરશે. સરકારી વિધેયકો અને અંદાજપત્ર પર સામાન્ય ચર્ચા અને માંગણીઓ પર પણ વિધાનસભા ગૃહમાં ચર્ચા થશે. બંધારણના અનુચ્છેદ 176(1) મુજબ તારીખ 23 ફેબ્રુઆરીના રોજ રાજ્યપાલ આચાર્ય દેવવ્રત વિધાનસભા ગૃહને સંબોધન કરશે. ત્યારબાદ  વિધાનસભા ગૃહમાં રાજ્યપાલના […]

ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ માટે શંકર ચૌઘરી ઉપાધ્યક્ષ તરીકે જેઠા ભરવાડને પસંદ કરાયા

ગાંધીનગરઃ ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપએ પ્રચંડ બહુમતી મેળવ્યા બાદ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં 16 જેટલા મંત્રીઓએ શપથ લઈને કાર્યભાર સંભ્યાળ્યો છે. ત્યારબાદ ભાજપ દ્વારા વિધાનસભાના અધ્યક્ષ અને ઉપાધ્યક્ષ તરીકેના નામની ચર્ચા કરવામાં આવી હતી. જેમાં વિધાનસભાના અધ્યક્ષ તરીકે શંકર ચૌધરી અને ઉપાધ્યક્ષ તરીકે જેઠા ભરવાડની પસંદગી કરવામાં આવી છે. ગુજરાત વિધાનસભાની 2022 ની ચૂંટણીમાં પ્રચંડ […]

ગુજરાત ચૂંટણી 2022ઃ માતા હીરાબાના આશીર્વાદ લઈને વડાપ્રધાને મતદાન કર્યું

અમદાવાદ. વડાપ્રધાન નરેન્દ્ર મોદી રવિવારે સાંજે ફરી એકવાર ગુજરાત પહોંચ્યા હતા. માતા હીરાબેનને મળવા તેઓ અમદાવાદ એરપોર્ટથી સીધા ગાંધીનગર પહોંચ્યા હતા. માતાના ચરણ સ્પર્શ કરીને આશીર્વાદ લીધા અને સાથે ચા પીધી. અગાઉ ઓગસ્ટ અને જૂનમાં પણ તે તેની માતાને મળવા આવ્યો હતો. પીએમ મોદી તેમની માતા હીરાબેનને અડધો કલાક સુધી મળ્યા બાદ પાર્ટી ઓફિસ ‘કમલમ’ […]

ગુજરાત વિધાનસભાના બે દિવસીય સત્રનો આજથી પ્રારંભ, કોંગ્રેસ મોંઘવારી, બેરોજગારીનો પ્રશ્ન ઉઠાવશે

અમદાવાદઃ ગુજરાત વિધાનસભાના બે દિવસીય ટુંકા ચોમાસુ સત્રનો આજથી પ્રારંભ થશે. કોંગ્રસે દ્વારા સરકારને ઘેરવાની રણનીતિ તૈયાર કરી દીધી છે. વિધાનસભાની ચૂંટણી પહેલાનું આ આખરી સત્ર હોવાથી વિપક્ષના ધારાસભ્યો પોતાના મત વિસ્તારના પ્રશ્નોની રજુઆત માટે આક્રમક બનશે. ભાજપના મંત્રીઓએ પણ વિપક્ષના પ્રશ્નોનો જડબાતોડ જવાબ આપવાની તૈયારીઓ કરી દીધી છે. દરમિયાન સરકાર દ્વારા બે દિવસીય સત્રમાં […]

ગુજરાત વિધાનસભાના બે દિવસીય સત્રમાં ઢોર નિયંત્રણના કાયદાને રદ કરાશે

ગાંધીનગરઃ ગુજરાત વિધાનસભાના બે દિવસીય ચોમાસુ સત્રનો  21મી સપ્ટેમ્બરથી પ્રારંભ થઈ રહ્યો છે. બે દિવસીય સત્રમાં ઢોર નિયંત્રણ કાયદાને રદ કરતું વિધેયક લાવવામાં આવશે. સરકારે ગયા સત્રમાં શહેરી વિસ્તારોમાં ઢોર નિયંત્રણનો કાયદો ઘડ્યો હતો. પરંતુ કાયદાનો અમલ કરી શકાયો નહતો. કારણ કે માલધારી સમાજ દ્વારા આ કાયદા સામે ભારે વિરોધ કરવામાં આવ્યો હતો. વિધાનસભાની ચૂંટણી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code