1. Home
  2. Tag "Gujarat Legislative Assembly"

ગુજરાત વિધાનસભાના બેદિવસીય સત્રનો વિરોધ, 10 દિવસનું સત્ર બોલાવવા કોંગ્રેસની માગ

ગાંધીનગરઃ ગુજરાત વિધાનસભાની ચૂંટણીને ત્રણ મહિના જેટલો સમય બાકી રહ્યો છે. ત્યારે માત્ર બે દિવસ માટે ચોમાસુ સત્ર બોલાવવામાં આવ્યું છે. ત્યારે કોંગ્રેસે માગણી કરી છે. કે, વિધાનસભાનું સત્ર ઓછામાં ઓછું 10 દિવસ માટે બોલાવવું જોઈએ, વિધાનસભા એ લોકશાહીનું મંદિર છે. અને રાજ્યના અનેક પ્રશ્નોની ચર્ચા અને તેનો ઉકેલ લાવી શકાય તે માટે ગૃહના કામકાજના […]

અદાણી યુનિવર્સિટીની સ્થાપનાને ગુજરાત વિધાનસભાની મંજૂરી

અમદાવાદ : વિદ્યાર્થીઓને ઉત્તમ અને સ્પર્ધાત્મક શિક્ષણ ઉપલબ્ધ બનાવવાની તક પૂરી પાડવા માટે ખાનગી યુનિવર્સિટી સ્થાપવા માટે ઉત્સુક અદાણી ઉદ્યોગ સમૂહની દરખાસ્તને ગુજરાત વિધાનસભાએ ગુજરાત રાજય ખાનગી યુનિવર્સિટી કાનૂન ૨૦૦૯ હેઠળ સર્વાનુમતે પસાર કરેલા ખાનગી યુનિવર્સિટીની સ્થાપના વિધેયક સાથે મંજૂરી મળી છે. અદાણી શિક્ષણ અને સંશોધન સંસ્થા દ્વારા ખાનગી યુનિવર્સિટીની સ્થાપના માટે રાજ્ય સરકારને દરખાસ્ત […]

ગુજરાત સરકાર રખડતા ઢોરનો ત્રાસ દુર કરવા વિધાનસભામાં 31મી માર્ચે કાયદો ઘડશે,

ગાંધીનગરઃ અમદાવાદ સહિત મહાનગરો અને નાના શહેરોમાં પણ રખડતા ઢોર ત્રાસની અનેક ફરિયાદો ઊઠી છે. આ મામલે હાઈકોર્ટે પણ સરકારને ટકોર કરી હતી. રાજકોટમાં છેલ્લા સપ્તાહમાં રખડતા ઢોરે અડફેટે લેતા કનું મોત અને ત્રણને ઈજા થયાના બનાવો બન્યા હતા. ત્યારે રખડતા ઢોરનો ત્રાસ દુર કરવા માટે સરકાર વિધાનસભામાં કાયદો લાવી રહી છે.રાજ્યમાંથી રખડતા ઢોરનો ત્રાસ […]

ગુજરાતે માત્ર પોલિટીક્સ જ નહીં પણ સાંસ્કૃતિક, અને આર્થિક ક્ષેત્રે મહત્વની ભૂમિકા નિભાવી છેઃ રાષ્ટ્રપતિ

ગાંધીનગરઃ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદજીએ આજે ગુજરાત વિધાનસભામાં ધારાસભ્યોને સંબોધનમાં ગાંધીજી, સરદાર પટેલ, મોરારજી દેસાઈને યાદ કરીને ગુજરાતના વખાણ કર્યા હતા.તેમણે જણાવ્યું હતું કે, ગુજરાતે માત્ર પોલિટિક્સમાં જ નહીં પણ સાંસ્કૃતિક, સામાજિક, અને આર્થિક ક્ષેત્રે મહત્વની ભૂમિકા નિભાવી છે. ગુજરાત સાથે મારો નાતો જૂનો છે. 70 ના દાયકાથી મારુ અહી આવવા-જવાનુ થાય છે. મારી પ્રત્યેક યાત્રામાં […]

રાષ્ટ્રપતિ રામનાથજી કાલે ગુરૂવારે વિધાનસભામાં લોકશાહી-નૈતિક મૂલ્યો વિશે સંબોધન કરશે

ગાંધીનગરઃ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ આવતી કાલે ગુજરાતના બે દિવસના પ્રવાસે આવી રહ્યા છે. રાષ્ટ્રપતિ કાલે ગુરુવારે ગુજરાત વિધાન સભા ગૃહમાં હાજરી આપશે તથા ગૃહના સભ્યોને સંબોધન કરશે. ભારતની લોકશાહીના ઇતિહાસની આ પ્રથમ ઘટના હશે કે જેમાં રાષ્ટ્રપતિ કોઇ રાજ્યના વિધાનસભા ગૃહના ચાલુ સત્રમાં હાજરી આપીને તેના સભ્યોને સંબોધશે. ગુજરાત સરકારે આઝાદીનાં 75 વર્ષની ઊજવણી સંદર્ભે […]

ગુજરાત વિધાનસભામાં કોંગ્રેસનો હોબાળો, ધારાસભ્ય પૂંજાભાઈ વંશને સાત દિવસ માટે સસ્પેન્ડ કરાયાં

ગાંધીનગર : ગુજરાત વિધાનસભાના બજેટ સત્રમાં કોંગ્રેસ દ્વારા ગૃહમાં અનેક પ્રશ્નો ઉઠાવીને વિરોધ કરવામાં આવી રહ્યો છે.  સત્રના આજે ત્રીજા દિવસે વિધાનસભા ગૃહમાં કોંગ્રેસે હોબાળો કર્યો હતો. કોંગ્રેસના ધારાસભ્ય પુંજા વંશે ગૃહરાજ્યમંત્રી માટે બિન સંસદીય શબ્દો વાપરતા હોબાળો થયો હતો. આ મુદ્દે ભાજપ અને કોંગ્રેસના ધારાસભ્યો આમને સામને આવી ગયા હતા. ગૃહમાં સતત 10 મિનિટ […]

ગુજરાત વિધાનસભાનો પ્રથમ દિવસ, રાજ્યપાલના પ્રવચન ટાણે જ કોંગ્રેસે હોબાળો મચાવ્યો

ગાંધીનગર: ગુજરાત વિધાનસભાના બજેટ સત્રનો આજે બુધવારથી પ્રારંભ થયો હતો. આવતીકાલે ગૃહમાં બજેટ રજુ કરાશે, આજે ગૃહમાં પ્રથમ દિવસે  રાજ્યપાલનું પ્રવચન શરૂ થતા જ કોંગ્રેસના ધારાસભ્યોએ ભાજપ તારા રાજમાં ડ્રગ માફિયા મોજમાં’,  ગૃહમંત્રી રાજીનામું આપે.ના નારા લગાવ્યાં હતા. સાથે જ પ્લે કાર્ડ બતાવી વિરોધ પ્રદર્શન કર્યું હતું. ગુજરાત વિધાનસભા ગૃહમાં આજે રાજ્યપાલનું પ્રવચન શરૂ થતા […]

ગુજરાત વિધાનસભાના બજેટ સત્રનો બુધવારથી પ્રારંભ, ગુરૂવારે અંદાજપત્ર રજુ થશે

ગાંધીનગર: ગુજરાત વિધાનસભાના બજેટ સત્રનો તા.2જી માર્ચથી પ્રારંભ થી રહ્યો છે. અને તા. 3જી માર્ચે ભુપેન્દ્ર પટેલ સરકારનું પહેલું બજેટ રજૂ થશે, વિધાન સભાની ચૂંટણીને આઠ મહિના જેટલો સમય બાકી હોવાથી બજેટમાં નવા કરવેરા લાદવામાં આવે તેવી શક્યતા નથી. વિધાનસભાના સત્રમાં અનેક બીલોને મંજુરી આપવામાં આવશે.વિધાનસભાનું બજેટ સત્ર 31 માર્ચ સુધી કાર્યરત રહેશે. રાજ્યમાં 121 દિવસના […]

ગુજરાત વિધાનસભાના બજેટ સત્રમાં રમતવીરોને પ્રોત્સાહન આપવા નવી સ્પોર્ટ્સ પોલીસી ઘડાશે

ગાંધીનગરઃ  ગુજરાત વિધાનસભાનું બજેટ સત્રનો 1લી માર્ચથી પ્રારંભ થશે. આ બજેટ સત્રમાં મેડિકલ યુનિવર્સિટી બનાવવા સહિત અનેક વિધેયકોને ચર્ચા બાદ મંજુરી અપાશે. જેમાં રમતગમત ક્ષેત્રને પ્રોત્સાહિત કરવા માટે નવી સ્પોર્ટ્સ પોલિસી ઘડાશે. તો બીજી તરફ આ પોલિસી બનાવવા માટે રાજ્યના અલગ અલગ રમતવીરો પાસેથી ખાસ સૂચનો મંગાવવામાં આવ્યા છે. સૂત્રોના જણાવ્યા મુજબ ગુજરાતની ભાજપ સરકાર […]

ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે કોંગ્રેસના લોકસભા દીઠ નિરિક્ષકો નિમાયાં

અમદાવાદઃ ગુજરાત વિધાનસભા ચૂંટણીને  હવે આઠ મહિના બાકી રહ્યાં છે. ત્યારે છેલ્લા ઘણા વર્ષોથી રાજ્યની સત્તાથી દૂર રહેલી કોંગ્રેસ પાર્ટી 2022ની વિધાનસભા ચૂંટણી જીતવા માટે તૈયારીઓ કરી રહી છે. આ તૈયારીના ભાગ રૂપે કોંગ્રેસે રાજ્યમાં પોતાના નિરીક્ષકોની નિમણૂક કરી છે. કોંગ્રેસે એક લોકસભા બેઠક દીઠ બે નિરીક્ષકોની નિમણૂક કરી છે. સૂત્રોના જણાવ્યા મુજબ ગુજરાત કોંગ્રેસે વિવિધ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code