1. Home
  2. Tag "Gujarat National Law University"

ગુજરાત નેશનલ લો યુનિવર્સિટીને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી

ધમકીભર્યો ઈ-મેઈલ મળતા LCB, SOG સહિત પોલીસે હાથ ધરી તપાસ, મોડી રાત સુધી સર્ચ ઓપરેશન ચાલ્યુ, હોસ્ટેલ ખાલી કરાવીને વિદ્યાર્થીઓને સલામત સ્થળે ખસેડાયા ગાંધીનગરઃ શહેરના રાયસણ સ્થિત ગુજરાત નેશનલ લો યુનિવર્સિટીને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી ઈ-મેઈલથી કોઈએ આપતા યુનિવર્સિટીના સત્તાધિશોએ પોલીસને જાણ કરી હતી. આથી  ઈન્ફોસિટી, લોકલ ક્રાઇમ બ્રાંચ, સ્પેશિયલ ઓપરેશન ગૃપની ટીમો, ડોગ સ્કવોર્ડ […]

આંગણવાડી બહેનો જ્ઞાન સાથે ગમ્મત, ધર્મ અને સંસ્કાર પણ પીરસે છેઃ ભાનુબેન બાબરિયા

ગાંધીનગરઃ આવતીકાલે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી થશે. તેના ભાગરૂપે ગાંધીનગરમાં ગુજરાત નેશનલ લૉ યુનિવર્સિટી ખાતે મહિલા અને બાળ કલ્યાણ વિભાગના મંત્રી ભાનુબેન બાબરિયાના અધ્યક્ષસ્થાને મહિલા દિવસની રાજ્યવ્યાપી ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે વિવિધ કેટેગરીમાં શ્રેષ્ઠ પ્રદર્શન કરનારી મહિલાઓને મંત્રીના હસ્તે સન્માનિત કરવામાં આવી હતી. આ ઉજવણીના ભાગરૂપે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરાયું હતું. જેમાં ગુજરાત […]

ગુજરાત નેશનલ લો યુનિ.ના 12માં પદવીદાન સમારોહમાં 245 વિદ્યાર્થીઓને પદવીઓ એનાયત

ગાંધીનગરઃ શહેરના રાયસણ સ્થિત ગુજરાત નૅશનલ લો યુનિવર્સિટી ખાતે 12 પદવીદાન સમારોહ સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશ એમ આર શાહના અધ્યક્ષસ્થાને યોજવામાં આવ્યો હતો. આ પ્રસંગે કુલ 245 વિદ્યાર્થીઓને પદવી એનાયત કરાઈ હતી. જે પૈકી 20 વિદ્યાર્થીને ગોલ્ડ મેડલ પણ આપવામાં આવ્યા હતા. આ પ્રસંગે સુપ્રીમ કોર્ટના જસ્ટિસ એમ આર શાહે જણાવ્યું હતું કે, યુવાનો દેશનું ભવિષ્ય […]

ગુજરાત નેશનલ લો યુનિવર્સિટીમાં પ્રવેશ માટે રવિવારે કોમન ટેસ્ટ, રાજ્યના 1113 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે

ગાંધીનગરઃ શહેરના રાયસણ સ્થિત ગુજરાત નેશનલ લો યુનિવર્સિટી(GNLU) માં પ્રવેશ માટે આગામી તા. 18 ડિસેમ્બરને રવિવારના રોજ કોમન લો એડમિશન ટેસ્ટ (CLAT) યોજાશે. આ વર્ષે કોમન લો એડમિશન ટેસ્ટ માટે ગુજરાતમાંથી 1,113 ઉમેદવારોએ નોંધણી કરાવી છે. સૂત્રોના જણાવ્યા મુજબ ગાંધીનગરની ગુજરાત નૅશનલ લો યૂનિવર્સિટીમાં કોમન લો એડમિશન ટેસ્ટ (CLAT 2023) આગામી તા. 18 ડિસેમ્બરના રોજ […]

ગુજરાત લેશનલ લો યુનિવર્સિટી દ્વારા રાઈટ ટુ એજ્યુકેશનના કાયદા સંદર્ભે કોન્કલેવ યોજાઈ

ગાંધીનગરઃ રાઈટ ટુ એજ્યુકેશન એટલે શિક્ષણના અધિકારના (RTE) કાયદાનો અસરકારક અમલીકરણ તરફ કામ કરવા માટે શિક્ષણવિદો, વિદ્યાર્થીઓ અને કાર્યકરોને સાથે લાવવાના ઉદ્દેશ સાથે ગાંધીનગર સ્થિત ગુજરાત નૅશનલ લો યૂનિવર્સિટી દ્વારા રાઈટ ટુ એજ્યુકેશન કોન્કલેવ યોજવામાં આવી હતી. આ પ્રસંગે નેશનલ કમિશન ફોર પ્રોટેક્શન ઓફ ચાઈલ્ડ રાઈટ્સ (NCPCR)ના અધ્યક્ષ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. ગુજરાત નેશનલ લો […]

ગુજરાત નૅશનલ લો યુનિવર્સિટીમાં વધુ 10 વિદ્યાર્થીઓ કોરોના સંક્રમિત બનતા આંકડો 50 પર પહોંચ્યો

ગાંધીનગરઃ શહેર નજીક રાયસણ ખાતે આવેલી ગુજરાત નૅશનલ લો યુનિવર્સિટીમાં ગઈકાલ સુધીમાં 41 કોરોના પોઝિટિવ કેસ નોંધાઈ ચૂક્યા હતા. જે પૈકી એક વધુ વિદ્યાર્થીની તબિયત લથડતા તેને તાત્કાલિક એપોલો હોસ્પિટલમાં દાખલ કરાયો છે. જ્યારે આજે વધું 10 કેસ નોંધાતાં પોઝિટિવ કેસનો આંકડો અડધી સદીને પાર થયો છે. ગુજરાતમાં કોરોનાના કેસ સંપૂર્ણ કાબુમાં આવી ગયા બાદ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code