ગુજરાતને દેશનું પ્રથમ વિકસિત રાજ્ય બનાવવા ‘ગુણવત્તા સંકલ્પ’નો પ્રારંભ કરાવતા મુખ્યમંત્રી
ગાંધીનગરઃ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વિકસિત ભારત@2047ના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના વિઝનને સાકાર કરવામાં ક્વોલિટી એટલે કે, ગુણવત્તાયુક્ત સેવા-સુવિધાઓથી ગુજરાત અગ્રેસર રહેવા સજ્જ છે તેવો સ્પષ્ટ મત દર્શાવ્યો છે. આ સંદર્ભમાં તેમણે કહ્યું કે, વિકસિત ભારતના નિર્માણની પાયાની શરત ક્વોલિટી એટલે કે ગુણવત્તા છે. વડાપ્રધાનના નેતૃત્વમાં ડિજીટલ ઇન્ડીયા, સ્ટાર્ટઅપ ઇન્ડીયા, મેઇક ઇન ઇન્ડીયા, સ્કીલ ઇન્ડીયા જેવા અભિયાનોને […]