1. Home
  2. Tag "gujarat uni"

ગુજરાત યુનિ.ની જર્નાલિઝમની પરીક્ષામાં સિલેબસ બહારનું પૂછાતા વિદ્યાર્થીઓએ મચાવ્યો હોબાળો

અમદાવાદઃ ગુજરાત યુનિવર્સિટી દ્વારા હાલ વિવિધ વિદ્યાશાખાઓની પરીક્ષા ચાલી રહી છે, ત્યારે મંગળવારે જર્નાલિઝમનું સેમેસ્ટર-6નું અંતિમ પેપર હતું. જેમાં સિલેબસ બહારના પ્રશ્નો પૂછવામાં આવતા  વિદ્યાર્થીઓએ પરીક્ષા બાદ હોબાળો કર્યો હતો અને ગ્રેસિંગથી પાસ કરવા માંગણી કરી હતી. વિદ્યાર્થીઓના કહેવા મુજબ પ્રશ્નપત્રમાં 8 પ્રશ્નોમાંથી 6 પ્રશ્નો સિલેબસ બહારના હતા. આ પરીક્ષા ગુજરાત યુનિવર્સિટી એફીલેટેડ NIMCJ અને […]

વિશ્વ પુસ્તક દિને ગુજરાત યુનિની લાયબ્રેરીમાં યોજાશે રીડાથોન, અનેક વિદ્યાર્થીઓ ભાગ લેશે

અમદાવાદઃ ટીવી અને ઈન્ટરનેટના યુગમાં લોકોમાં વાંચનનો રસ ઓછો થતો જાય છે. વિદ્યાર્થીઓમાં પણ પાઠ્ય-પુસ્તકો સિવાય વિવિધ પુસ્તકો વાંચવાનો રસ ઘટી ગયો છે. પહેલા તો લાયબ્રેરીમાંથી પુસ્તકો મેળવવા માટે વિદ્યાર્થીઓમાં ભારે ધસારો જોવા મળતો હતો. હવે વિદ્યાર્થીઓ જુજ સંખ્યામાં જ આવી રહ્યા છે. આગામી તા. 23મી એપ્રિલે વિશ્વ પુસ્તક દિવસ છે. ગુજરાત યુનિવર્સિટીની લાયબ્રેરીમાં કેટલીક […]

ગુજરાત યુનિ,માં એન્કરિંગ, મોબાઈલ જર્નાલિઝમ અને ફિલ્મ મેકિંગના નવા કોર્સ શરૂ કરાયાં

અમદાવાદઃ ગુજરાત યુનિવર્સિટી દ્વારા વિદ્યાર્થીઓ માટે રોજગારલક્ષી અભ્યાસક્રમો શરૂ કરવામાં આવી રહ્યા છે. જેમાં એન્કરિંગ, પોડકોસ્ટ, મોબાઈલ જર્નાલિઝમ (મોજો), ઓનલાઈન ટીચિંગ ટૂલ ફોર એજ્યુકેટર્સ, ફંડામેન્ટલ્સ ઓફ ફિલ્મ એન્ડ ફિલ્મ બિઝનેસ, મોબાઈલ ફિલ્મ મેકિંગ, ડિજિટલ સિનેમેટોગ્રાફી, વીડિયો એડિટિંગ સહિતના વિવિધ પ્રકારના ટૂંકાગાળાના સર્ટિફિકેટ કોર્સનું પ્રશિક્ષણ આપવામાં આવશે. સૂત્રોના જણાવ્યા મુજબ હાલના હાઈ ટેકનોલોજીયુગમાં વર્તમાન સમયની માગને […]

ગુજરાત યુનિ.માં ઓનલાઈન પરીક્ષાનો વિકલ્પ પસંદ કરનારા વિદ્યાર્થીઓનો આજે મોક ટેસ્ટ યોજાઈ

અમદાવાદઃ ગુજરાત યુનિવર્સિટીમાં 28 ફેબ્રુઆરીથી પરીક્ષા શરૂ થવાની છે, જેમાં ઓનલાઈન પરીક્ષાનો વિકલ્પ પસંદ કરનારા વિદ્યાર્થીઓની આજે મોક ટેસ્ટ યોજાઈ હતી. જે વિદ્યાર્થીઓએ ઓનલાઈન પરીક્ષાનો વિકલ્પ પસંદ કર્યો હોય તેમના માટે મોક ટેસ્ટ આપવી ફરજિયાત છે. ઓનલાઈન પરીક્ષા બાદ યુનિવર્સિટી દ્વારા ઓફલાઈન પરીક્ષા લેવામાં આવશે. સૂત્રોના જણાવ્યા મુજબ કોરોનાના કેસમાં નોંધપાત્ર ઘટાડો થયા બાદ યુનિવર્સિટીઓ […]

ગુજરાત યુનિ.માં પરીક્ષાના ફોર્મ ભરવાનો પ્રારંભ, પરીક્ષામાં ઓનલાઈન,ઓફલાઈનનો વિકલ્પ મળશે

અમદાવાદઃ કોરોનાને લીધે સૌથી વધુ અસર શિક્ષણ ક્ષેત્રે પડી છે. ગુજરાત યુનિવર્સિટીની વિવિધ ફેકલ્ટીઓની પરીક્ષાનું ટાઈમ ટેબલ પણ ખોરવાઈ ગયું હતું. હવે કોરોનાના કેસમાં ઘટાડો થતા યુનિએ વિવિધ પરીક્ષાના ફોર્મ ભરવાનો આજથી પ્રારંભ કર્યો છે. વિદ્યાર્થીઓને પરીક્ષા માટે ઓનલાઈન અને ઓફલાઈન વિકલ્પ પણ આપવામાં આવ્યા છે. માત્ર ઓનલાઈન વિકલ્પ પસંદ કરનારા વિદ્યાર્થીઓએ અલગ ફોર્મ ભરવાનું […]

ગુજરાત યુનિમાં GUSEC દ્વારા શાળાના વિદ્યાર્થીઓ માટે ઈનોવેશન અને સ્ટાર્ટઅપ કેન્દ્ર શરૂ કરાશે

અમદાવાદઃ ગુજરાત યુનિવર્સિટીમાં GUSEC  સ્ટાર્ટઅપ અને ઈનોવેશન માટેનું  એક સેન્ટર છે. ત્યારે હવે GUSEC દ્વારા સ્કૂલમાં ભણતાં બાળકોના સ્ટાર્ટઅપ અને ઇનોવેશન માટે યુનિમાં વધુ એક  સેન્ટર શરુ કરવામાં આવશે. આ સેન્ટરમાં બાળકો રૂબરૂ મુલાકાત લઈ શકશે અને પોતાના વિચારો રજુ કરી શકશે. ગુજરાત યુનિવર્સિટીમાં સ્ટાર્ટઅપ અને ઇનોવેશન માટે GUSEC સેન્ટર આવેલું છે. આ સેન્ટરમાં ગુજરાત […]

ગુજરાત યુનિવર્સિટીએ LLM સેમેસ્ટર-3ની પરીક્ષાના 4 દિવસ પહેલા જાણ કરાઈ, પરીક્ષા પાછી ઠેલવા માગ

અમદાવાદઃ કોરોનાનું સંક્રમણ વધે નહીં તે માટે શૈક્ષણિક સંસ્થાઓમાં ઓફલાઈન શિક્ષણ આપવામાં આવી રહ્યું છે. આ ઉપરાંત ઘણીબધી યુનિવર્સિટીઓએ પરીક્ષાનો કાર્યક્રમ પણ પાછો ઠેલ્યો છે. ત્યારે ગુજરાત યુનિવર્સિટીમાં આગામી 1લી ફેબ્રુઆરીથી એલએલએમ સેમેસ્ટર-3ની પરીક્ષા શરૂ થશે. પરીક્ષા માટે ગુજરાત યુનિવર્સિટીએ 27 જાન્યુઆરીએ જ પરિપત્ર દ્વારા જાણ કરી છે.પરીક્ષાના 4 દિવસ અગાઉ જ પરીક્ષા અંગે જાણ […]

ગુજરાત યુનિ. ટેબલ ટેનિસની એન્ટ્રી મોકલવાનું ભૂલી ગઈ, વિદ્યાર્થીઓ સ્પર્ધામાંથી બાકાત થઈ ગયા

અમદાવાદ : રાજ્યની સૌથી મોટી ગણાતી ગુજરાત યુનિવર્સિટી છબરડાંઓ અને બેદરકારીમાં પણ પંકાયેલી છે. યુનિના સત્તાધીશો અને પદાધિકારીઓ પોતાનુ કામ સમયસર કરતા નથી. જેને કારણે જેને લાભ મળવો જોઈએ તે વંચિત રહી જાય છે. ગુજરાત યુનિવર્સિટીના સ્પોર્ટ્સ વિભાગની ભારે બેદરકારી પ્રકાશમાં આવી છે. સ્પોર્ટ્સ વિભાગે નિર્ધારિત સમયમાં ટેબલ ટેનિસ સ્પર્ધા માટે એન્ટ્રી ના મોકલતા ટીમ […]

ગુજરાત અને લડાખ યુનિ વચ્ચે MOU, સ્ટુડન્ટ્સ એક્સચેન્જ પ્રોગ્રામ શરૂ કરાશે

અમદાવાદ:  ઈન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ ઑફ સસ્ટેનેબિલિટી અને લદ્દાખ યુનિવર્સિટી  વચ્ચે  કૃષિ, પર્યાવરણ સ્થિરતામાં પ્રોત્સાહન માટે MOU થયા છે. જેમાં ગુજરાત યુનિવર્સિટીનાં વાઈસ ચાન્સેલર અને લદ્દાખ યુનિવર્સિટીના વાઈસ ચાન્સેલર પ્રો. એસ.કે. મહેતાની ઉપસ્થિતિમાં આ કરાર થયા હતા.  જળ, પર્યાવરણ, કૃષિ આંત્રપ્રેન્યોરશિપ, અને ઇન્ક્યુબેશન વગેરે જેવા સ્થિરતા અને ટકાઉપણાનાં મુદ્દાઓ સંબંધિત સંયુક્ત કાર્યક્રમો, સંયુક્ત પ્રોજેક્ટ્સ અને કેન્દ્રો પર […]

ગુજરાત યુનિને આરટીઆઈ એક્ટ હેઠળ અરજદારને માહિતી આપવા માહિતી કમિશનરનો હુક્મ

અમદાવાદઃ ગુજરાત યુનિવર્સિટીના સત્તાધિશોને આરટીઆઈ એક્ટ હેઠળ અરજદારને માહિતી આપવા માહિતી કમિશનરે આદેસ કર્યો છે. યુનિના પૂર્વ સેનેટ મેમ્બરે આરટીઆઈ દ્વારા માહિતી માંગી હતી. જેમાં અપૂરતી માહિતી આપવામાં આવતી હતી. સતત અપૂરતી માહિતી મળવાને કારણે પૂર્વ સેનેટ મેમ્બરે માહિતી આયોગમાં ફરિયાદ કરી હતી. જેથી માહિતી કમિશનરે ગુજરાત યુનિવર્સીટીને આઈટીઆઈ એકટ હેઠળ તમામ માહિતી આપવાનો હુકમ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code