1. Home
  2. Tag "gujarat uni"

ગુજરાત યુનિ.સંલગ્ન કોલેજોમાં પ્રથમ વર્ષ બીએસસીમાં પ્રવેશના અંતે 9000 બેઠકો ખાલી રહી

અમદાવાદઃ ગુજરાત યુનિવર્સિટીની પ્રથમ વર્ષ બીએેસસીની પ્રવેશ કાર્યવાહીમાં ચાર રાઉન્ડના અંતે 9 હજારથી વધુ બેઠકો ખાલી રહી છે. પ્રથમ વર્ષ બીએસસીની પ્રવેશ કાર્યવાહી અંતર્ગત આશરે 14 હજાર બેઠકોમાંથી 4500થી વધુ બેઠકો ભરાઈ છે, જ્યારે બાકીની બેઠકો ખાલી રહી છે. આમ ધો. 12 સાયન્સમાં માસ પ્રમોશન અપાયા બાદ પણ વધુ વિદ્યાર્થીઓ ઉતીર્ણ થયા હોવા થતાં બીએસસીની […]

ગુજરાત યુનિ. દ્વારા પીજીના વિદ્યાર્થીઓ ઓન ડિમાન્ડ ગમે ત્યારે ઓનલાઈન પરીક્ષા આપી શકશે

અમદાવાદઃ કોરોનાના કાળે શિક્ષણમાં પણ ઘણો બદલાવ લાવી દીધો છે. જેમાં પરીક્ષાની પદ્ધતિ પણ બદલાઈ હતી જે હવે કાયમ કરવાનો ગુજરાત યુનિવર્સિટીએ નિર્ણય કર્યો છે. હવે UGના વિદ્યાર્થીઓ પરીક્ષા ઓનલાઇન અને ઓફલાઇન આપી શકશે. જ્યારે પીજીના વિદ્યાર્થીઓ ઓન ડિમાન્ડ પરીક્ષા આપી શકશે, એટલે કે વિદ્યાર્થી ઈચ્છે ત્યારે ગમે તે સમયે પરીક્ષા આપી શકશે. સૂત્રોના જણાવ્યા […]

ગુજરાત યુનિ.માં ડિગ્રી સર્ટિ માટે 50 હજારથી વધારે રજિસ્ટ્રેશન, હવે પદવીદાનની તારીખ જાહેર કરાશે

અમદાવાદઃ ગુજરાત યુનિવર્સિટી દ્વારા ડિગ્રી સર્ટિ, લેવા માટે અરજીઓ મંગાવાતા ડિગ્રી મેળવવા માટે 50 હજારથી વધારે વિદ્યાર્થીઓએ અરજી કરી છે. ગતવર્ષે 44 હજાર વિદ્યાર્થીઓએ ડિગ્રી મેળવવા માટે અરજી કરી હતી. પણ આ વર્ષે  6 હજાર જેટલા વધારે વિદ્યાર્થીઓએ અરજી કરી છે. હવે યુનિ દ્વારા પદવીદાન સમારોહ યોજવાની જાહેરાત કરવામાં આવશે. ગુજરાત યુનિવર્સિટી દ્વારા વર્ષમાં બે […]

ગુજરાત યુનિ.માં પ્રજ્ઞા પુસ્તક પરબ હેઠળ વિના મૂલ્યે વાંચનાર્થે પુસ્તકો અપાશે

અમદાવાદઃ દેશભરમાં આજે તા. 14મી થી 21મી નવેમ્બર સુધી રાષ્ટ્રીય ગ્રંથાલય સપ્તાહ ઊજવાય રહ્યું છે. ગુજરાત યુનિ.માં શૈક્ષણિક કાર્ય શરૂ થવાના પ્રારંભે જ ગુજરાત યુનિવર્સિટી ગ્રંથાલયના ગાર્ડન ખાતે “પ્રજ્ઞા પુસ્તક પરબ” શરૂ કરવામાં આવેલી છે. આ અંતર્ગત મહિનાના બીજા અને ચોથા શનિવારે  વિદ્યારર્થીગણ સહિત નાગરિકોને પણ પુસ્તકો વિના મૂલ્યે વાંચનાર્થે આપવામાં આવશે. ગ્રંથાલય દ્વારા આ […]

દિવાળી પછી પણ ગુજરાત યુનિની પ્રથમ વર્ષ બીએ,બીકોમની પ્રવેશ કાર્યવાહી પૂર્ણ નથી થઈ

અમદાવાદઃ ગુજરાત યુનિવર્સિટીમાં દિવાળી બાદ પણ પ્રથમ વર્ષ બીએ,બીકોમની પ્રવેશ પ્રકિયા પૂર્ણ થઈ નથી. યુનિ. દ્વારા ઓનલાઈન પ્રવેશ પ્રક્રિયા પૂર્ણ થતાં ઓફલાઈન પ્રક્રિયા શરૂ કરવામાં આવી હતી. ઓફલાઈન પ્રક્રિયામાં યુનિવર્સિટીએ કોલેજોને એડમિશન આપવા આદેશ કર્યો હતો. ત્યાર બાદ BA અને B.COMમાં સીટો વધારવામાં આવી હતી. આ વધારવામાં આવેલી સીટો માટે આજે મંગળવારથી ફરીવાર પ્રવેશ પ્રક્રિયા […]

ગુજરાત યુનિ.એ પ્રવેશની સમસ્યા હલ કરવા બેઠકો વધારી પણ પ્રવેશ કાર્યવાહી વેકેશન બાદ શરૂ થશે

અમદાવાદઃ ગુજરાત યુનિવર્સિટીમાં પ્રવેશ પ્રક્રિયા શરૂ થઈ હતી, જેમાં જરૂર જણાતા સીટ વધારવામાં આવી છે. પરંતુ દિવાળી વેકેશનના 2 દિવસ અગાઉ જ સીટ વધારવામાં આવી છે અને કોલેજના પોર્ટલ પર સીટ વધી નહોતી, જેથી હવે પ્રવેશ પ્રક્રિયા દિવાળી વેકેશન બાદ શરૂ  કરી શકાશે. ગુજરાત યુનિવર્સિટીમાં પ્રથમ વર્ષના પ્રવેશ માટે ઓનલાઈન અને ત્યારબાદ ઓફલાઈન પ્રવેશ પ્રકિયા […]

ગુજરાત યુનિ.સંલગ્ન કોલેજોએ BBA,BCA અને બી.કોમમાં બેઠકો વધારવાની માગ કરી

અમદાવાદઃ ગુજરાત યુનિવર્સિટીની પ્રવેશ પ્રક્રિયા લગભગ પૂર્ણ થવા આવી છે. ત્યારે હજુ ઘણા વિદ્યાર્થીઓ પ્રવેશથી વંચિત છે. ઓફલાઈન પ્રવેશ પ્રક્રિયા હોવાને કારણે કોલેજ પર વિદ્યાર્થીઓ ધક્કા ખાય છે પરંતુ કેટલીક કોલેજોમાં સીટો ઉપલબ્ધ જ નથી. જેથી ખાનગી કોલેજોએ BBA-BCAના કોર્ષ માટે બેઠકો વધારવા અને ગ્રાન્ટ ઇન એડ કોલેજોએ B.COMમાં બેઠકો વધારવા માંગણી કરી છે. પરંતુ […]

દિવાળીનું વેકેશન 21 દિવસનું કરાતા ગુજરાત યુનિ.ને 30 જેટલી પરીક્ષાઓ પાછી ઠેલવાની ફરજ પડી

અમદાવાદઃ રાજ્યમાં કોરોનાના કાળમાં શિક્ષણ કાર્યના દિવસો ઘટ્યા હોવાને લીધે પહેલા દિવાળી વેકેશન 13 દિવસનું નક્કી કરવામાં આવ્યું હતું. આથી વિવધ ક્ષેત્રોમાં દિવાળી વેકેશન વધારવાની રજુઆતો મળતા શિક્ષણ મંત્રી જીતુ વાધાણીએ દિવાળી વેકેશન લંબાવીને 21 દિવસનું કરવાનો નિર્ણય લીધો હતો. ત્યારે ગુજરાત યુનિવર્સિટીમાં વેકેશન લંબાવવાથી પરીક્ષાની તારીખોમાં ફેરફાર કરવો પડ્યો છે. ગુજરાત યુનિવર્સિટીમાં જે પરીક્ષાઓ […]

ગુજરાત યુનિ.સંલગ્ન કોલેજોમાં પ્રવેશ ફોર્મ ભરવા વિદ્યાર્થીઓની લાઈનો લાગી

અમદાવાદઃ ગુજરાત યુનિવર્સિટીમાં પ્રથમ વર્ષ કોમર્સમાં પ્રવેશ માટે ઓનલાઈન બે રાઉન્ડ પૂર્ણ થયાં છે. હવે કોલેજોને એડમિશન માટે ઓફલાઈન પ્રક્રિયા સોંપી દેવામાં આવી છે. વિદ્યાર્થીઓએ હવે કોલેજ પર જઈને ફોર્મ ભરવું પડે છે. આજે કોલેજોમાં બીજા દિવસે પણ એડમિશન માટે આવેલા વિદ્યાર્થીઓની લાંબી લાઈનો જોવા મળી હતી. વિદ્યાર્થીઓના ઘસારાને કારણે કેટલીક કોલેજોએ તો ગેટ પણ […]

ગુજરાત યુનિ. દ્વારા સેનેટ-વેલ્ફેર મેમ્બરોને પ્રવાસમાં લઈ જવા સામે ABVPનો વિરોધ

અમદાવાદઃ ગુજરાત યુનિવર્સિટી દ્વારા સેનેટ વેલ્ફેર મેમ્બરને પ્રવાસમાં લઈ જવાનું આયોજન કરાયું છે.તેની સામે  ABVPમાં ચૂંટાયેલા સેનેટ વેલ્ફેર મેમ્બરે પ્રવાસનો વિરોધ કર્યો હતો. તેમણે આક્ષેપ કર્યો કે, વર્ષ દરમિયાન કોઈ નિર્ણયમાં સાથે રાખવામાં આવ્યા નથી અને હવે ખુશ કરવા પ્રવાસના તાયફાં કરવાના આવી રહ્યા છે. આ સાથે પ્રવાસ રદ કરવા માંગણી કરી છે. સૂત્રોના જણાવ્યા […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code