1. Home
  2. Tag "gujarat"

ગુજરાતમાં એસટી નિગમ દ્વારા છેલ્લા બે વર્ષમાં 2787 નવીન બસો કાર્યરત

એસ.ટી નિગમને 15,519 રૂટો,  42,075 ટ્રીપો દ્વારા દૈનિક 9 કરોડની આવક, અમદાવાદના ગીતા મંદિર બસ સ્ટેશનમાં સૌથી વધુ STની અવર-જવર, પ્રવાસીઓની સુવિધા માટે 100 વોલ્વો બસ અમદાવાદઃ ગુજરાતના મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન અને વાહન વ્યવહાર મંત્રી  હર્ષ સંઘવીના નેતૃત્વમાં રાજ્યના નાગરિકોની મુસાફરીને વધુ સુગમ બનાવવાં અનેક નવીન બસો કાર્યરત કરવામાં આવી છે, જેમાં છેલ્લા બે વર્ષમાં […]

ગુજરાતમાં ડબલ એન્જિનની સરકારમાં 157 નગરપાલિકાની તિજોરી તળિયા ઝાટક

નગરપાલિકાના કર્મચારીઓને બે-ત્રણ મહિનાથી પગારથી વંચિત, નગરપાલિકાઓ વીજળી બિલ પણ ભરી શકતી નથી, બાકી વેરા ઉઘરાવવામાં પણ નગરપાલિકાઓ નિષ્ક્રિય અમદાવાદઃ ગુજરાતમાં ભાજપની ડબલ એન્જિન સરકારમાં નગરપાલિકાઓની આર્થિક હાલક કફોડી બની છે. જેમાં 157 નગરપાલિકાઓ તેના કર્માચારીઓને પગાર પણ કરી શકતી નથી. છેલ્લા બે-ત્રણ મહિનાથી પગારથી વંચિત રહેલા કર્મચારીઓ ઉછીના રૂપિયા લઈને પરિવારનું ગુજરાન ચલાવી રહ્યા […]

ગુજરાતમાં 60થી વધુ કેન્દ્રો પર 11મી નવેમ્બરથી ટેકાના ભાવે મગફળીની ખરીદી કરાશે

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ હિંમતનગરથી કરાવશે ખરીદીનો શુભારંભ, વેચાણ માટે 3,33,000થી વધુ ખેડૂતોએ કરાવી નોંધણી, ઓનલાઇન નોંધણી માટે તા. 10 નવેમ્બર છેલ્લો દિવસ ગાંધીનગરઃ ગુજરાતમાં મગફળીના મબલખ ઉત્પાદનને ધ્યાને રાખીને રાજ્ય સરકાર દ્વારા મગફળી પકવતા ખેડૂતો પાસેથી ટેકાના ભાવે મગફળી ખરીદવાનો નિર્ણય કરી સુયોગ્ય આયોજન કર્યું છે, તેમ કૃષિ મંત્રી  રાઘવજી પટેલે જણાવ્યું હતું. કૃષિ મંત્રીએ વિગતો […]

ગુજરાતમાં આજે લાભ પાંચમથી તમામ માર્કેટ યાર્ડ કામકાજનો શુભારંભ

દિવાળીની રજાઓ પૂર્ણ થતાં માર્કેટિંગ યાર્ડસમાં ખરીફ પાકની આવકનો પ્રારંભ, રાજકોટ યાર્ડની બહાર વાહનોની લાંબી લાઈનો લાગી, ગોંડલ અને ડીસા યાર્ડમાં મગફળીની ધૂમ આવક અમદાવાદઃ ગુજરાતના તમામ એપીએમસી યાને માર્કેટ યાર્ડ્સમાં દિવાળીની રજાઓ બાદ આજે લાભ પાંચમથી ખરીદ-વેચાણનો શુભારંભ થયો હતો. જેમાં ખેડુતો મગફળી, કપાસ સહિત ખરીફ પાક વેચવા માટે આવ્યા હતા. રાજકોટના માર્કેટ યાર્ડમાં […]

રિન્યૂએબલ એનર્જી ક્ષમતા વધારવા ગુજરાત સતત પ્રયત્નશીલ

અમદાવાદઃ ગુજરાત રાજ્યએ ઓક્ટોબર-2024માં રીન્યૂએબલ એનર્જી ક્ષેત્રે 30 ગીગાવોટ (GW) ની વિક્રમ જનક ક્ષમતા સ્થાપિત કરી મહત્વપૂર્ણ સિદ્ધિ મેળવી છે અને એ સાથે દેશમાં રીન્યૂએબલ ક્ષેત્રમાં અગ્રગણ્ય સ્થાન મેળવ્યું છે. આવી અભૂતપૂર્વ સિદ્ધીઓ થકી ગુજરાત રાજ્ય રૂફટોપ સોલાર અને પવન ઊર્જા ઇન્સ્ટોલેશનમાં દેશમાં પ્રથમ સ્થાન ધરાવે છે આ ઉપલબ્ધિની સાથે ગુજરાતે ભવિષ્ય માટે રીન્યૂએબલ એનર્જી […]

ગુજરાતઃ દુષ્કર્મ પીડિતાને ગર્ભપાતની હાઈકોર્ટે આપી મંજૂરી

અમદાવાદઃ ગુજરાતમાં લોકો જ્યારે દિવાળી પર્વ મનાવી રહ્યા છે અને કોર્ટ આજથી ખુલી છે ત્યારે ગુજરાત હાઇકોર્ટમાં અત્યારે દિવાળી વેકેશન વચ્ચે તત્કાલ સુનાવણી માટે આવતા કેસોમાં આજે એક 26 વર્ષીય દુષ્કર્મ પીડિતાની ગર્ભપાત માટેની અરજી આવી હતી. ગતરોજ એક 26 વર્ષીય દુષ્કર્મ પીડિતાની ગર્ભપાત માટેની અરજી આવી હતી. જેમાં પીડિતાને 16 અઠવાડિયાં અને 2 દિવસનો ગર્ભ […]

ગુજરાતમાં દિવાળીના ત્રણ દિવસમાં 15000થી વધુ ઈમરજન્સી કેસ નોંધાયા

તહેવારોમાં સરેરાશ ઈમરજન્સીના 5060 કેસ નોંધાયા, સામાન્ય દિવસોની તુલનાએ 12,34 ટકા કેસ નોંધાયા,  અમદાવાદમાં આમરજન્સીના કેસમાં 2.52 ટકાનો ઘટાડો અમદાવાદઃ ગુજરાતમાં દિવાળીના તહેવારોમાં અકસ્માત, આગ કે ઈમરજન્સીને કારણે પોલીસ, ફાયર બ્રિગેડ અને 108ના તંત્રને એલર્ટ મોડ પર રાખવામાં આવતું હોય છે. દિવાળીના તહેવારોમાં આગ લાગવાની ઘટના, શારીરિક ઈજા અને રોડ અકસ્માત સહિતના અનેક બનાવ બન્યા […]

હવામાન વિભાગ કહે છે, ગુજરાતમાં હવે સપ્તાહમાં ઠંડીમાં વધારો થશે

અંબાલાલ પટેલના કહેવા મુજબ 14મીથી 22 દરમિયાન માવઠુ પડી શકે છે, બે દિવસમાં મહત્તમ તાપમાનમાં બે ડિગ્રીનો ઘટાડો થશે, દક્ષિણ ગુજરાતમાં વહેલી સવારે ગાઢ ધૂમ્મસથી વિઝિબિલિટી ઘટી અમદાવાદઃ કારતક મહિનાના પ્રારંભ સાથે વિધિવતરીતે શિયાળાની ઋતુનો પ્રારંભ થઈ ગયો છે. જો કે હજુ પણ પંખા અને એસી ચાલુ રાખવાની ફરજ પડી રહી છે. એટલે હજુ પણ […]

5000 લોકોએ 2.50 લાખ સીડબોલ બનાવી પર્યાવરણ ક્ષેત્રે કરી અનોખી પહેલ

ગાંધીનગરઃ રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે જણાવ્યું હતું કે, જમીનમાં ઓર્ગેનિક કાર્બન ઘટતા અને રાસાયણિક ખાતરનો ઉપયોગ વધતાં તેમાંથી ઉત્પન્ન થતા અન્ન, ફળ અને શાકભાજી ઝેરયુક્ત હોય છે. જે માનવ સ્વાસ્થ્ય માટે ખૂબ જ હાનિકારક છે. જેને પરિણામે કેન્સર, હ્રદયરોગ અને મધુપ્રમેહ જેવી બિમારીઓ વધી છે. આ બધામાંથી બચવાનો એક માત્ર ઉપાય પ્રાકૃતિક કૃષિ છે, તેમ જણાવતાં […]

ગુજરાતઃ દિવાળીની ઉજવણી દરમિયાન આગની અનેક જગ્યાએ ઘટના બની

અમદાવાદઃ ગુજરાતમાં દિવળીની રાતે લોકોએ ફટાકડા ફોડીને તહેવારની ધામધૂમથી ઉજવણી કરી હતી. દિવાળીની રાત્રે રાજ્યમાં આગની અલગ અલગ ઘટના બની છે. જેમાં અમદાવાદ, વડોદરા, સુરેન્દ્રનગર, અમરેલી, વઢવાણ, બનાસકાંઠા અને જાફરાબાદમાં આગ લાગવાની ઘટના ઘટી છે. ત્યારે શહેરમાં પણ ફાયર વિભાગના અલગ અલગ કોલ મળ્યા હતા. જેમાં થલતેજ, નિકોલ વિસ્તારમાં મકાનમાં આગ લાગી હોવાના કોલ મળ્યા […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code