1. Home
  2. Tag "gujarat"

ગુજરાતઃ લમ્પી રોગથી રક્ષિત કરવા 62 લાખ પશુઓને રસી અપાઈ

અમદાવાદઃ ગુજરાતના પશુપાલકોની આવકને બમણી કરવા પ્રધાનમંત્રીા નરેન્દ્રભાઈ મોદી જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા, ત્યારથી જ રાજ્ય સરકાર દ્વારા વિવિધ પશુ કલ્યાણના પગલાઓ હાથ ધરવામાં આવ્યા હતા. રાજ્યના પશુપાલકો વધુ આવક મેળવી આર્થિક સમૃદ્ધતા તરફ આગળ વધે અને સ્વનિર્ભર બને તે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળની રાજ્ય સરકારની નેમ છે.  પશુપાલન મંત્રી રાઘવજી પટેલે જણાવ્યું હતું કે, […]

ગુજરાતમાં અષાઢી બીજના દિવસે ભગવાન જગન્નાથજીની 136 જેટલી રથયાત્રાઓ યોજાશે

અમદાવાદઃ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષ સ્થાને ગાંધીનગર ખાતે રાજ્ય મંત્રી મંડળની બેઠક મળી હતી. આ બેઠકમાં લેવાયેલા મહત્વપૂર્ણ નિર્ણયો અંગે પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે, ગુજરાતભરમાં આગામી તા. ૭ જુલાઈ અને અષાઢી બીજના રોજ ભગવાન જગન્નાથજીની ૧૩૬ રથયાત્રાઓ તેમજ અન્ય ૭૩ શોભાયાત્રાઓ મળી કુલ ૨૦૯ યાત્રાઓનું આયોજન કરવામાં આવ્યું છે. પ્રવક્તા મંત્રીએ જણાવ્યું હતું […]

ગુજરાતમાં સાર્વત્રિક વરસાદની હવામાન વિભાગની આગાહી

અમદાવાદઃ રાજ્યમાં વરસાદી માહોલ જામ્યો છે. હવામાન વિભાગે આગામી 7 દિવસ રાજ્યમાં સાર્વત્રિક વરસાદની આગાહી કરી છે. હવામાન વૈજ્ઞાનિક રામાશ્રય યાદવે જણાવ્યું કે રાજ્યમાં સાયકલોનિક સર્કયુલેશન સક્રિય થયું છે. 24 કલાક દરમિયાન દરમિયાન દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં અતિભારે વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે. સુરત, નવસારી,  વલસાડ , દમણ અને  દાદરાનગરમાં અતિભારે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં […]

ગુજરાત: પાણીની સંગ્રહ ક્ષમતામાં 11,523 લાખ ઘનફૂટનો વધારો

અમદાવાદઃ જળવ્યવસ્થાપન માટે દેશભરમાં પ્રસિદ્ધ ગુજરાતે જળ સંરક્ષણ માટેના તેના મહત્વાકાંક્ષી સુજલામ સુફલામ જળ અભિયાન (SSJA) નો સાતમો તબક્કો પૂર્ણ કર્યો છે, અને તે હેઠળ સફળતાપૂર્વક રાજ્યમાં પાણીની સંગ્રહ ક્ષમતામાં 11,523 લાખ ઘનફૂટનો વધારો કર્યો છે. આ વર્ષે આયોજિત જળ અભિયાન હેઠળ ઉત્તર ગુજરાતમાં 2831 લાખ ઘનફૂટ, મધ્ય ગુજરાતમાં 4946 લાખ ઘનફૂટ, દક્ષિણ ગુજરાતમાં 1046 લાખ […]

ગુજરાતમાં 137 જેટલાં કાયદાઓ અને જોગવાઈના અમલ માટે સરકારે બહાર પાડ્યો વટહુક્મ

ગાંધીનગરઃ 1લી જુલાઇથી સમગ્ર દેશમાં IPC, CrpC અને પુરાવા અધિનિયમ સંબંધિત સંસદ દ્વારા નવા કાયદા બનાવી નવીન જોગવાઇઓ લાગુ કરવામાં આવી છે. જેના સંદર્ભે રાજ્યપાલના વટહુકમ દ્વારા આ જોગવાઇઓ સંબંધે ગુજરાત રાજ્યના કાયદાઓમાં સંબંધિત સુધારા કરી તેને લાગુ કરનારૂ ગુજરાત સમગ્ર દેશમાં પ્રથમ રાજ્ય બન્યું છે. તેમ રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રી  ઋષિકેશ પટેલે જણાવ્યું હતુ, રાજ્ય સરકારના […]

ગુજરાતમાં નર્સિંગ, ફિઝિયો સહિતના અભ્યાસક્રમોમાં પ્રવેશ માટે રજિસ્ટ્રેશનનો પ્રારંભ

અમદાવાદઃ નવા શૈક્ષણિક સત્રનો પ્રારંભ થતાં ઈજનેરી, ફાર્મસી સહિત વિવિધ વિદ્યાશાખામાં પ્રવેશની કાર્યવાહી ચાલી રહી છે. જ્યારે નર્સિંગ, ફિઝોયો થેરાપી સહિત પેરા મેડિકલની વિદ્યાશાખાઓમાં પણ પ્રવેશ માટે રજિસ્ટ્રેશનની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ અને નીટના મેરીટને આધારે વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામાં આવશે. રાજ્યમાં બીએસસી નર્સિંગની 400 સરકારી તથા 14115 સેલ્ફ ફાઇનાન્સ બેઠકો […]

ગુજરાતમાં ભારે વરસાદને લીધે 103 જેટલા રોડ-રસ્તાઓ વાહન-વ્યવહાર માટે બંધ કરાયા

અમદાવાદઃ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં કેટલાક વિસ્તારોમાં છેલ્લા બે દિવસ દરમિયાન પડેલા ભારે વરસાદને લીધે રોડ-રસ્તાઓ પર પાણી ભરાઈ જતાં 103 જેટલા રોડ-રસ્તાઓ વાહન વ્યવહાર માટે બંધ કરાયા છે. જેમાં પોરબંદર જિલ્લામાં 13 રસ્તાઓ તેમજ નવસારી જિલ્લામાં 10 રસ્તાઓનો સમાવેશ થાય છે. રાજ્યમાં છેલ્લા બે-ત્રણ દિવસથી વરસાદી માહોલ જામ્યો છે, જેમાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં […]

ગુજરાતઃ ઉનાળુ વેકેશનમાં પ્રસિદ્ધ પ્રવાસન સ્થળોની 1.35 કરોડથી વધુ પ્રવાસીઓએ મુલાકાત લીધી

દેશ-વિદેશના સહેલાણીઓમાં ગુજરાતના પ્રવાસન ક્ષેત્રો પ્રત્યે અનેરું આકર્ષણ છે. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં, ગુજરાતના પ્રવાસન ક્ષેત્રને વિશ્વસ્તરે લઇ જવા તેમજ પ્રવાસીઓના અનુભવને અભૂતપૂર્વ બનાવવા માટે વિવિધ માળખાકીય સુવિધાઓ વિકસિત કરવામાં આવી છે. પરિણામે, ઉત્તરોતર બહોળી સંખ્યામાં પ્રવાસીઓ રાજ્યના અનેરા સોંદર્ય અને વિવિધતાને માણવા માટે પહોંચી રહ્યાં છે. આ વર્ષે ઉનાળા વેકેશનના સમયગાળા દરમિયાન, 1 […]

ગુજરાતમાં મહેસુલ વિભાગ દ્વારા 30 મામલતદારોની સાગમટે બદલી,

ગાંધીનગરઃ  રાજ્યમાં મહેસુલ વિભાગ દ્વારા જુદા જુદા તાલુકા અને કચેરીઓમાં ફરજ બજાવતા મામલતદારની બદલીઓ કરવામાં આવી છે. રાજ્ય સરકારે 30 મામલતદારની બદલીઓના આદેશ કર્યા છે. રાજકોટ, ખેડા, દેવભૂમિ દ્વારકા, દાહોદ, મોરબી, રાજકોટ, વડોદરા સહિતના અનેક જિલ્લાના મામલતદારોની બદલી કરવામાં આવી છે. રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે સપ્તાહ પહેલા જ ખેડા મામલતદાર કચેરીની ઓચિંતી મુલાકાત લીધી હતી. […]

ગુજરાતમાં આજે સોમવારે બપોર સુધીમાં 154થી વધુ તાલુકાઓમાં વરસાદ, ખંભાળિયામાં 5 ઈંચ

અમદાવાદઃ ગુજરાતભરમાં સાર્વત્રિક વરસાદી માહોલ સર્જાયો છે. આજે સોમવારે સવારથી બપોર સુધીમાં 154 તાલુકામાં વરસાદ પડ્યો છે. અને કેટલાક વિસ્તારમાં ધોધમાર વરસાદ પડી રહ્યાના વાવડ મળ્યા છે. ખંભાળિયામાં 5.3 ઈંચ વરસાદ પડ્યો છે. મેઘરાજાએ સૌરાષ્ટ્રમાં સપાટો બોલાવ્યો છે.  અનેક વિસ્તારો જળબંબાકાર થયા છે. ખંભાળિયામાં ચાર કલાકમાં સવા પાંચ ઈંચ વરસાદથી પાણી જ પાણી છે. તો […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code