1. Home
  2. Tag "gujarat"

ગુજરાતમાં વરસાદી માહોલ, 135થી વધુ તાલુકામાં વરસાદ, સુરતમાં 6 ઈંચ, અનેક વિસ્તારો જળબંબોળ

અમદાવાદઃ ગુજરાતભરમાં વરસાદી માહોલ જામ્યો છે. આજે રવિવારે સવારે સવારના 6 વાગ્યાથી બપોરના 12 વાગ્યા સુધીમાં રાજ્યના 134 તાલુકામાં વરસાદ પડ્યો હતો. જેમાં સુરતના પલસાણામાં 6 ઈંચ, તથા બારડોલી, વાપી, મહુવા, અને ઓલપાડ અને સુરત શહેરમાં ચાર ઈંચથી વધુ વરસાદ પડ્યો હતો, જ્યારે વલસાડ, કામરેજ, ખેરગામમાં ત્રણ ઈંચથી વધુ વરસાદ પડ્યો હતો. બાકીના તાલુકામાં ઝાપટાંથી […]

ગુજરાતઃ તબીબે આયુષ્માન પોર્ટલ પર ફેક ડોક્યુમેન્ટ અપલોડ કરી કરોડોનું કૌભાંડ આચર્યું

રાજકોટના તબીબ ડૉ. હિરેન મશરૂએ આયુષ્માન પોર્ટલથી ફેક ડોક્યુમેન્ટ અપલોડ કરી કરોડોનું કૌભાંડ સામે આવ્યું છે. રાજકોટના લક્ષ્મીનગર મેઈન રોડ પર આવેલી વિવાદાસ્પદ નિહિત બેબી કેર હોસ્પિટલને, રાજ્યના આરોગ્ય કમિશનર વિભાગ દ્વારા રૂપિયા 6,54,79,500 રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે. હોસ્પિટલ દ્વારા બાળકોના ખોટા દસ્તાવેજો આયુષ્યમાન પોર્ટલ પર મૂકી કરોડોનું કૌભાંડ આચરવામાં આવ્યું હતું. ખોટા દસ્તાવેજો […]

શહેરોમાં અર્બન ફોરેસ્ટ ઊભા કરીને, ગ્રીન કવર વધારીને ગ્લોબલ વૉર્મિંગ સામે લડવું પડશે: ભૂપેન્દ્ર પટેલ

અમદાવાદઃ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં ‘ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટાઉન પ્લાનર્સ, ઇન્ડિયા – ગુજરાત ચેપ્ટર‘ ની કૉન્ફરન્સનો અમદાવાદમાં પ્રારંભ થયો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ પ્રસંગે વિશ્વાસપૂર્વક જણાવ્યું હતું કે, નરેન્દ્ર મોદી ત્રીજી વખત દેશના વડાપ્રધાન બનતાં આગામી પાંચ વર્ષમાં આપણે દરેક ક્ષેત્રે આત્મનિર્ભર બનીશું. અને આત્મનિર્ભરતા માટે સસ્ટેનેબિલિટી પાયાની શરત છે. વિકાસ તમામ કાર્યોના પાયામાં સસ્ટેનેબિલિટી જરૂરી […]

ગુજરાતમાં મેઘમહેરને પગલે જળાશયોમાં નવા પાણીની આવક

અમદાવાદઃ ગુજરાતમાં વરસાદી માહોલ જામ્યો છે અને આગામી પાંચ દિવસ વરસાદની આગાહી કરવામાં આવી છે. દરમિયાન આજે રાજ્યના અનેક વિસ્તારોમાં આકાશ વાદળછાયું રહ્યું હતું. દરમિયાન દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારમાં મેઘરાજા મનમુકી વરસ્યાં હતા. રાજ્યમાં વરસાદી માહોલ જામતા ખેડૂતોમાં ખુશી ફેલાઈ છે. રાજ્યમાં મેઘમહેરને કારણે જળાશયોમાં પણ નવા પાણીની આવક થઈ રહી છે.  રાજ્યભરમાં વરસાદી વાતાવરણ […]

ગુજરાતમાં વરસાદી માહોલઃ ચાર દિવસ વરસાદની આગાહી

અમદાવાદઃ ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં ચોમાસું જામ્યું છે. ત્યારે હવામાન વિભાગના અમદાવાદ કેન્દ્રના મોસમ વૈજ્ઞાનિક રામાશ્રય યાદવે ગુજરાતના હવામાન અંગેની પાંચ દિવસની આગાહી કરી છે. બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, આણંદ, પંચમહાલ, દાહોદ, મહીસાગર, વડોદરા, છોટાઉદેપુર,, નર્મદા, ભરૂચ, તાપી, રાજકોટ, જામગર, પોરબંદર, જૂનાગઢ, અમરેલી,ભાવનગર, મોરબી, દ્વારકા, ગીર સોમનાથ, બોટાદ, કચ્છ, દીવમાં ભારે વરસાદની આગાહી આપી છે. આ સાથે […]

ગુજરાતમાં જંત્રીના દર ફરીવાર વધારવા માટે સરકારની હિલચાલ, મકાનો મોંઘા થશે

ગાંધીનગરઃ રાજ્ય સરકાર દ્વારા જંત્રીના દરમાં વધારો કરવાની વિચારણા ચાલી રહી છે, 12 વર્ષ પછી ગત વર્ષે જંત્રીના દરમાં વધારો કર્યો હતો. હવે ફરીવાર સરકાર જંત્રીના ભાવમાં વધારો કરી રહી છે, જંત્રી એટલે જમીન કે કોઇ પણ પ્રોપર્ટીના ખરીદ વેચાણ માટેને સરકાર દ્વારા નિર્ધારીત કરવામાં લઘુતમ ભાવ છે, શહેરી વિસ્તારોમાં વિસ્તાર પ્રમાણે જંત્રીના દર અલગ […]

ગુજરાતમાં હજુ મેઘરાજા મન મુકીને વરસતા નથી, 62 તાલુકામાં ઝાપટાંથી લઈ બે ઈંચ વરસાદ

અમદાવાદઃ ગુજરાતમાં ધીમા પગલે વરસાદી માહોલ જામતો જાય છે. આકાશમાં વાદળો ગોરંભાયા છે. તેમજ હવામાનમાં ભેજનું પ્રમાણ વધતા અસહ્ય બફોરો અનુભવાય રહ્યો છે. અને વરસાદ સાંબેલાધારે તૂટી પડશે એવુ લાગી રહ્યું પણ મેઘરાજા હજુ મન મુકીને વરસતા નથી. રાજ્યમાં છૂટા-છવાયા વિસ્તારમાં વરસાદના સમયાંતરે ઝાપટાં પડી રહ્યા છે. રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં હજુ વાવણી લાયક વરસાદ પડ્યો […]

ગુજરાતમાં જામતો વરસાદી માહોલ, કચ્છ સહિત 90 તાલુકામાં દિવસ દરમિયાન પડ્યો વરસાદ

અમદાવાદઃ ગુજરાતમાં વરસાદી માહોલ જામતો જાય છે. આજે ગુરૂવારે સવારના 6 વાગ્યાથી સાંજના 6 વાગ્યા સુધીમાં 90 તાલુકામાં વરસાદ પડ્યો હતો. જેમાં પોશીના, ભૂજ, ગઢડા, ભાવનગર, નખત્રાણા, વલ્લભીપુર, જેતપુર, મહુવા,માણાવદર સહિત 90 તાલુકામાં વરસાદ પડતા ખેડુતોમાં હરખની હેલી જોવા મળી  છે. દરમિયાન રાજ્યના હવામાન વિભાગે ભારે વરસાદની આગાહી કરી છે. અને માછીમારોને દરિયો ન ખેડવાની […]

ગુજરાતઃ ભારે પવન સાથે વરસાદની આગાહીને પગલે NDRF ની ટીમો તૈનાત કરાઈ

અમદાવાદઃ રાજ્યમાં ચોમાસુ હવે બરાબરનું જામ્યું છે. મધ્ય ગુજરાતમાં સર્જાયેલા સાયક્લોનિક સર્કયુલેશનના પગલે રાજ્યમાં ગઈકાલે ધોધમાર વરસાદ વરસ્યો હતો. ત્યારે આજે અમદાવાદમાં ભારે પવન સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે. આ ઉપરાંત રાજ્યના 10થી વધુ જિલ્લામાં આજે ભારે વરસાદ વરસી શકે છે. આજે સવારથી પાટણ, અમરેલી તેમજ જૂનાગઢમાં વંથલીમાં વરસાદ વરસ્યો છે. ગઈકાલે સૌરાષ્ટ્ર, ઉત્તર […]

ગુજરાતઃ દ્વારકા-સોમનાથ કોસ્ટલ હાઇવેની બંને બાજુ 40 હજાર રોપાઓનું વાવેતર કરાશે

ગાંધીનગરઃ ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને રાજ્ય મંત્રી મંડળની બેઠક મળી હતી. બેઠકમાં લેવાયેલા મહત્વના નિર્ણયો અંગે પ્રેસ-મીડિયાને માહિતી આપતા પ્રવક્તા મંત્રી ઋષિકેશભાઇ પટેલે જણાવ્યું હતું કે, દ્વારકા થી સોમનાથ સુધીના આશરે ૨૦૦ કિમી લંબાઈના કોસ્ટલ હાઈવેની બન્ને બાજુ વન વિભાગ અને સદભાવના વૃદ્ધાશ્રમના સંયુક્ત ઉપક્રમે આશરે ૪૦,૦૦૦ જેટલા રોપાઓનું ૧૦x૧૦ મી.ના અંતરે વાવેતર કરવામાં […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code