1. Home
  2. Tag "gujarat"

ગુજરાતમાં બુધવારથી ૨૧મા શાળા પ્રવેશોત્સવ કન્યા-કેળવણી મહોત્સવનો પ્રારંભ

અમદાવાદઃ ગુજરાતમાં કન્યા કેળવણી દ્વારા દીકરીઓના અભ્યાસને પ્રોત્સાહન આપવા અને પ્રાથમિક શિક્ષણને વેગવંતુ કરવા વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરણા અને માર્ગદર્શનમાં પાછલા બે દાયકાથી શાળા પ્રવેશોત્સવ યોજવામાં આવે છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં આ મહોત્સવની ૨૧મી કડી બુધવાર તા. ૨૬ જૂન થી શુક્રવાર તા.૨૮ જૂનના દિવસો દરમિયાન યોજવામાં આવશે. ‘ઉજવણી ઉલ્લાસમય શિક્ષણ’ના વિષય સાથે યોજાનારા આ શાળા પ્રવેશોત્સવ અંતર્ગત […]

ગુજરાતમાં જામતો વરસાદી માહોલ, આજે મંગળવારે બપોર સુધીમાં 60 તાલુકામાં પડ્યો વરસાદ,

અમદાવાદઃ ગુજરાતમાં વરસાદી માહોલ જામતો જાય છે. આજં મંગળવારે સવારે 6 વાગ્યાથી બપોરે 12 વાગ્યા સુધીમાં 60 તાલુકામાં વરસાદ પડ્યો હતો. જેમાં ખેડા, વિસાવદર, દેસર, કાલોલ,સાવલી અને જાંબુઘોડામાં એખથી બે ઈંચ જેટલો વરસાદ પડ્યો હતો. જ્યારે બાકીના તાલુકામાં વરસાદના ભારે ઝાપટાં પડ્યા હતા. ઉત્તર અને મધ્ય ગુજરાતમાં પણ મેઘરાજાનું વાજતે-ગાજતે આગમન થયું છે. આજે મંગળવારે […]

ગુજરાતઃ પ્રાથમિક શિક્ષણમાં વિદ્યાર્થિનીઓનો ડ્રોપ આઉટ રેશિયો ઘટીને 1.31 ટકા થયો

અમદાવાદઃ ગુજરાતની વધુ ને વધુ દીકરીઓ શિક્ષણ મેળવે અને દેશના વિકાસમાં પોતાનું યોગદાન આપે, તે માટે રાજ્ય સરકાર દર વર્ષે કન્યા કેળવણી રથયાત્રા કાર્યક્રમનું આયોજન કરે છે. આ વર્ષે પણ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી રથયાત્રા કાર્યક્રમની 21મી શૃંખલા આયોજિત થઈ રહી છે. શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી રથયાત્રાના […]

ગુજરાતમાં પાંચ દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી, દ્વારકા, જામનગરમાં રેડ એલર્ટ

અમદાવાદઃ  રાજ્યમાં દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં સમયાંતરે વરસાદના ઝાપટાં પડી રહ્યા છે. પણ ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં વરસાદની ચાતક નજરે રાહ જોવાય રહી છે, ત્યારે હવામાન વિભાગે રાજ્યભરમાં આગાની પાંચ દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. જેમાં જામનગર અને દ્વારકાને રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. માછીમારોને દરિયો ન ખેડવા ચેતવણી આપવામાં […]

ગુજરાતઃ NEET પેપર લીક કેસની તપાસ માટે CBIની ટીમ ગોધરા આવશે

અમદાવાદઃ CBIએ NEET-UG પરીક્ષા-2024માં પેપર લીક સહિત અન્ય ગેરરીતિઓની તપાસ માટે તાત્કાલિક કાર્યવાહી શરૂ કરી છે. શનિવારે રાત્રે કેન્દ્ર સરકારે આ કેસની તપાસ CBIને સોંપી હતી. રવિવારે CBIએ કેસ નોંધ્યો હતો અને તપાસ માટે બે વિશેષ ટીમોની રચના કરી હતી. આમાંથી એક ટીમ રવિવારે સાંજે પટના પહોંચી ગઈ છે. તો બીજી ટીમ ગુજરાતના ગોધરામાં મોકલવામાં […]

હેડલાઈનઃ રાજ્યના 32 જિલ્લામાં ફાયર બ્રિગેડમાં 672 જગ્યા સામે 240 જગ્યા ખાલી

લોકસભાનું પ્રથમ સત્ર શરૂ આજથી અઢારમી લોકસભાનું પ્રથમ સત્ર શરૂ, પ્રથમ બે દિવસ પ્રોટેમ સ્પીકર લેવડાવશે સાંસદોને શપથ, પ્રોટમ સ્પીકર અને નીટ મુદ્દે ધમાલના એંધાણ ગુજરાતમાં મેઘમહેર ગુજરાતના 66 તાલુકામાં મેઘમહેર, મેંદરડામાં સૌથી વધુ ચાર ઇંચ વરસાદ AMCના તમામ વિભાગોમાં હવે ગુજરાતી ભાષાનો થશે ઉપયોગ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના તમામ વિભાગોમાં ગુજરાતી ભાષાનો ફરજિયાત ઉપયોગ કરવા […]

ગુજરાતમાં વરસાદી માહોલ જામ્યો, 78 તાલુકામાં વરસાદ વરસ્યો

અમદાવાદઃ ગુજરાતમાં હવે ધીમે ધીમે ચોમાસુ જામી રહ્યું છે. દરમિયાન અમદાવાદ શહેર અને આસપાસના વિસ્તારમાં આજે સવારથી જ આકાશ  વાદળછાયું રહ્યું હતું. તેમજ વહેલી સવારે હળવો વરસાદ વરસ્યો હતો. દરમિયાન રાજ્યમાં 24 કલાકમાં 78 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. તેમજ રાજ્યના અનેક વિસ્તારમાં હળવાથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. રાજ્યમાં વરસાદી માહોલ ધીમેધીમે જામી રહ્યો […]

ગુજરાતમાં કોરોનાકાળમાં બંધ કરાયેલી 21 જેટલી મેમુ અને ડેમુ ટ્રેનો 1લી જુલાઈથી પુનઃ શરૂ કરાશે

અમદાવાદઃ કોરોનાકાળ દરમિયાન અમદાવાદ, આણંદ સહિત 21 જેટલી મેમુ અને ડેમુ ટ્રેનો બંધ કરવામાં આવી હતી. ત્યારબાદ કોરોના કાળ પૂર્ણ થયાને બે વર્ષથી વધુ સમય વિતી ગયો છતાંયે મેમુ અને ડેમુ ટ્રેનો શરૂ કરવામાં આવી નહતી. આથી પ્રવાસીઓની માગ ઊઠી હતી. હવે પશ્વિમ રેલવેના સત્તાધિશો દ્વારા મેમુ અને ડેમુ ટ્રેનો 1લી જુલાઈથી નિયમિત દોડાવવાનો નિર્ણય […]

ગુજરાતમાં BSNLએ 27 મિલકતો વેચવા કાઢી, 12 બિલ્ડિંગોનું 205 કરોડનું વેલ્યુએશન કરાયું

અમદાવાદઃ ભારત સંચાર નિગમ લિમિટેડ યાને બીએસએનએલનો એક જમાનો હતો. લેન્ડલાઈન ફોન માટે પણ લાંબી પ્રતિક્ષા યાદી રહેતી હતી. ત્યારબાદ મોબાઈલ ફોન આવતા અને ખાનગી કંપનીઓ સાથેની હરિફાઈમાં મોટાભાગના ગ્રાહકો ખાનગી કંપનીઓ તરફ વળતા બીએસએનએસને ફટકો પડ્યો હતો. ત્યારબાદ બીએસએનએલએ નવી ટેકનોલોજી અપનાવીને સ્ટાફમાં ઘટાડો કરીને પોતાનું સ્થાન જાળવી રાખવાના પ્રયાસો કર્યા છે. હવે ગુજરાતમાં […]

ગુજરાતમાં ડ્રોપ આઉટનો 3 ટકા રેશિયો ધરાવતી માધ્યમિક શાળાઓમાં પ્રવેશોત્સવ યોજાશે

ગાંધીનગરઃ ગુજરાતમાં તમામ શાળાઓમાં તા.26મી જુનથી ત્રિદિવસ પ્રવેશોત્સવ યોજાશે. આ વખતે માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શાળાઓમાં પણ પ્રવેશોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં ડ્રોપ આઉટ રેશિયો ઘટાડવા માટે પ્રવેશોત્સવ યોજાશે. આ અગાઉ 2017માં માધ્યમિક વિભાગ માટે પ્રવેશોત્સવ યોજાયો હતો. માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક વિભાગોમાં ડ્રોપ આઉટનું પ્રમાણ ત્રણ ટકા આસપાસ છે. […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code