1. Home
  2. Tag "gujarat"

ગુજરાતમાં ડ્રોપ આઉટનો 3 ટકા રેશિયો ધરાવતી માધ્યમિક શાળાઓમાં પ્રવેશોત્સવ યોજાશે

ગાંધીનગરઃ ગુજરાતમાં તમામ શાળાઓમાં તા.26મી જુનથી ત્રિદિવસ પ્રવેશોત્સવ યોજાશે. આ વખતે માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શાળાઓમાં પણ પ્રવેશોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં ડ્રોપ આઉટ રેશિયો ઘટાડવા માટે પ્રવેશોત્સવ યોજાશે. આ અગાઉ 2017માં માધ્યમિક વિભાગ માટે પ્રવેશોત્સવ યોજાયો હતો. માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક વિભાગોમાં ડ્રોપ આઉટનું પ્રમાણ ત્રણ ટકા આસપાસ છે. […]

દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના 34 તાલુકામાં પડ્યો વરસાદ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં જોવાતી રાહ

અમદાવાદઃ ગુજરાતમાં આજે બુધવારે સવારે 6 વાગ્યે પુરા થતાં 24 કલાક દરમિયાન 34 તાલુકામાં ઝાપટાંથી લઈને એક ઈંચ વરસાદ પડ્યો હતો. જ્યારે બુધવારે દિવસ દરમિયાન 13 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. જેમાં સુરતના પલસાણામાં સવા ઈંચ, તથા ઉંમરગાંમ, પારડી, વાપી, ઓલપાડ, વેરાવળ, ગણદેવી, ખાંભા, બારડોલી, હાંસોટ, તથા ગીર ગઢડા સહિતના વિસ્તારોમાં વરસાદના ભારે ઝાપટાં પડ્યા હતા. […]

ગુજરાતમાં ટિટેનસ અને ત્રિગુણી રસીકરણના અભિયાનનો પ્રારંભ, 23 લાખ બાળકોને રસી અપાશે

ગાંધીનગરઃ આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલે આજે ગાંધીનગર ખાતેથી TD (ટિટેનસ અને ડિપ્થેરીયા) અને DPT (ત્રિગુણી) રસીકરણ અભિયાનનો રાજ્યવ્યાપી પ્રારંભ કરાવ્યો હતો. રસીકરણનો પ્રારંભ કરાવતા તેમણે ધનૂર અને ડિપ્થેરીયા ઉપરાંત ઝેરી કમળો, બાળ ટી.બી., પોલીયો, ઓરી, રૂબેલા, ન્યુમોનિયા અને મગજના તાવ જેવા ઘાતક રોગો સામે પ્રતિરોધક આ રસીનો રાજ્યના મહત્તમ બાળકોને લાભ લેવા અનુરોધ કર્યો હતો. વધુ વિગતો આપતા તેમણે કહ્યું કે, આ વર્ષે જુન […]

ગુજરાતમાં 21મી જુનનો દિવસ સાડા તેર કલાકનો સૌથી લાંબો અને રાત ટૂંકી રહેશે,

અમદાવાદઃ દિવસો એક સરખા રહેતા નથી. ક્યારેક રાત લાંબી અને દિવસ ટુકો રહેતો હોય છે. તો ક્યારેક દિવસ લાંબો અને રાત ટુકી રહેતી હોય છે. જોકે અલગ અલગ પ્રદેશોમાં દિવસ-રાતના ફેરફારો જોવા મળતા હોય છે. ગુજરાતમાં આગામી તા. 21 જૂનના દિવસે વર્ષનો સૌથી લાંબો દિવસ અને સૌથી ટૂંકી રાત્રિ હશે. 21મી જુનથી દક્ષિણાયણ શરૂ થશે. […]

ગુજરાતમાં 21 તાલુકામાં પડ્યો વરસાદ, આદ્રા નક્ષત્રને લીધે આગામી 10 દિવસ વરસાદની આગાહી

અમદાવાદઃ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ધીમા પગલે વરસાદી માહોલ જામતો જાય છે. આજે મંગળવારે સવારે 6 વાગ્યે પુરા થતા 24 કલાક દરમિયાન 21 તાલુકામાં ઝાપટાંથી લઈને બે ઈંચ જેટલો વરસાદ પડ્યો હતો. જેમાં અમરેલીના બાબરામાં બે ઈંચ, તથા ગારિયાધાર, લાલીયા, ક્વાંટ ઉંમરગાંમ, નાદોડ, માંડવી કચ્છ, દ્વારકા સહિતના તાલુકામાં ઝાપટાંથી લઈને એક ઈંચ વરસાદ પડ્યો હતો. દરમિયાન […]

ગુજરાતમાં મોબાઈલ ટાવરની બેટરી ચોરતી ગેંગ ઝડપાઈ

નવી દિલ્હીઃ અરવલ્લી સહિત રાજ્યના નવ જિલ્લામાં મોબાઈલ ટાવરની બેટરી ચોરી કરનાર ગેંગના બે ઈસમને પોલિસે પકડી પાડવામાં સફળતા મેળવી છે. મૂળ ઉત્તર પ્રદેશના બે ઈસમ હાઈવે પરના મોબાઈલ ટાવરની રેકી કરતા અને 5G મોબાઈલ ટાવરની બેટરીની ચોરી કરીને ફરાર થઈ જતાં હતા. અરવલ્લી જિલ્લામાં બેટરી ચોરીના ગુના મોડાસા ગ્રામ્ય પોલિસ મથકે નોંધાયા હતા, જેને લઇને […]

ગુજરાતમાં સ્કૂલવાન-રિક્ષાચાલકોની કાલે 18મીથી હડતાળ, વાન પાસિંગ માટે બે મહિનાનો સમય આપો

અમદાવાદઃ રાજકોટના અગ્નિકાંડ બાદ સરકારી તંત્ર સજાગ બન્યું છે. રાજ્ય સરકારની સુચના બાદ તમામ આરટીઓ દ્વારા પરમિટ વિના ગેરકાયદે દોડતી સ્કુલવાન અને રિક્ષાઓ સામે ચેકિંગની ઝૂંબેશ હાથ ધરી છે. તેથી સ્કુલવાન અને રિક્ષાચાલકો નારાજ થયા છે. દરમિયાન સ્કૂલવાન એસોએ સ્કૂલવાન અને રિક્ષાઓના આરટીઓ પાસિંગ માટે બેથી ત્રણ મહિનાનો સમય આપવાની માગ કરી છે. પણ માગ […]

ગુજરાતમાં રવિવારે સવારે 9 તાલુકામાં પડ્યો વરસાદ, પોરબંદર અને ભાણવડમાં બે ઈંચ

અમદાવાદઃ રાજ્યમાં છેલ્લા એક સપ્તાહથી ચોમાસાનું આગમન થઈ ગયું છે. જોકે દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાનું આગમન બાદ જોર ધીમી પડ્યુ હતું. છેલ્લા 24 કલાકમાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના જુદા જુદા વિસ્તારોમાં વરસાદના સામાન્ય ઝાપટાં પડ્યા છે. દરમિયાન આજે રવિવારે સવારે નવ તાલુકામાં વરસાદમા ઝાપટાં પડ્યા હતા. જેમાં પોરબંદર અને દેવભૂમી દ્વારકાના ભણાવડમાં બે ઈચ વરસાદ પડ્યો […]

ગુજરાતમાં 17 જૂનથી ચોમાસુ સક્રિય થશે, હવામાન નિષ્ણાંતની આગાહી

અમદાવાદઃ ચોમાસાની ગતિ થોડી ધીમી પડી છે ત્યારે ગુજરાતના હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે વરસાદ અંગે આગાહી કરતા કહ્યું હતું કે, ગુજરાતમાં આગામી 17 જૂનથી ચોમાસુ સક્રિય થશે. તેથી ખેડૂત ભાઇઓએ ચિંતા કરવાન જરૂર નથી. ગુજરાતમાં 17 જૂનથી 22 જૂન સુધી સારો વરસાદ થઈ શકે છે. સાથે પવનની ગતિ પણ વધારે રહેશે. તેમણે ઉમેર્યું હતું કે, […]

ગુજરાતઃ બિનચેપી રોગો અંગે અત્યાર સુધીમાં 2.54 કરોડ વ્યક્તિઓનું સ્ક્રીનિંગ

અમદાવાદઃ પ્રવર્તમાન સમયમાં જીવનશૈલી આધારિત થતા બિનચેપી રોગોનું પ્રમાણ સમગ્ર વિશ્વમાં વધી રહ્યું છે. ડાયાબિટીસ, હાયપરટેન્શન (બી.પી.) કેન્સર અને ફેફસાને લગતા રોગનો બિનચેપી રોગો (એન.સી.ડી.)માં સમાવેશ થાય છે. વધારે પડતો શ્રમ, સ્ટ્રેસ, અપૂરતી ઉંઘ, બેઠાડું જીવન અને ઘણી વખત ખરાબ ફૂડ હેબિટ પણ આ પ્રકારના રોગોને નોતરી શકે છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વ અને આરોગ્યમંત્રી ઋષિકેશ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code