1. Home
  2. Tag "gujarat"

ગુજરાતઃ આલ્કોહૉલ ડિટેક્શન ડોગ ‘આદ્રેવ’ની મદદથી સૌ પ્રથમ પ્રોહિબિશન કેસ રાજકોટમાં નોંધાયો

અમદાવાદઃ ગુજરાત પોલીસે રાજ્યમાં આલ્કોહૉલ ડિટેક્શન માટે એક ડોગને ખાસ તાલીમ આપીને બુટલેગરો દ્વારા યુક્તિપૂર્વક સંતાડેલા આલ્કોહોલને પકડવા માટે તૈયાર કર્યો છે. આ આલ્કોહૉલ ડિટેક્શન ડોગ ‘આદ્રેવ’ની મદદથી ગુજરાતનો સૌ પ્રથમ પ્રોહિબિશન કેસ તાજેતરમાં રાજકોટમાં નોંધાયો છે.  રાજ્યના પોલીસ વડા  વિકાસ સહાયના માર્ગદર્શન હેઠળ આલ્કોહોલ ડિટેક્શન માટે ગુજરાત પોલીસ હસ્તકની નરોડા સ્થિત ડોગ ટ્રેનિંગ સ્કુલ […]

કલમ 370 કાયમ માટે દફનાવી દેવામાં આવીઃ નરેન્દ્ર મોદી

નવી દિલ્હીઃ આજે દેશ લોખંડી પુરૂષ સરદાર પટેલની જન્મજયંતિની ઉજવણી કરી રહ્યો છે. આ પ્રસંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાતના કેવડિયા સ્થિત સ્ટેચ્યુ ઓફ યુનિટી પર પહોંચીને સરદાર પટેલને શ્રદ્ધાંજલિ આપી હતી. આ દરમિયાન વડાપ્રધાને રાષ્ટ્રીય એકતા દિવસ પરેડની સલામી પણ લીધી હતી. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિ નિમિત્તે કાર્યક્રમમાં ઉપસ્થિત લોકોને એકતાના […]

ગુજરાતઃ દિવાળીના તહેવારમાં ટ્રાફિકના નિયમનું ઉલ્લંઘન કરનાર સામે નહીં થાય કાર્યવાહી

ટ્રાફિક અવેરનેસ માટે એક નવતર અભિગમ અપનાવવામાં આવ્યો પોલીસ ‘પાવતી બુક’ લઇને નહિ, પરંતુ ફુલ અને ટ્રાફિક અવેરનેસ પેમ્ફલેટ સાથે જોવા મળશે અમદાવાદઃ ગુજરાત પોલીસ દ્વારા દિવાળીના તહેવારો દરમિયાન રાજ્યભરમાં ટ્રાફિક અવેરનેસ માટે એક નવતર અભિગમ અપનાવવામાં આવ્યો છે. આ તહેવારોમાં અલગ અલગ માર્કેટ પ્લેસ, હાઇવે કે વિવિધ સર્કલ ઉપર ઉભી રહેતી પોલીસ ‘પાવતી બુક’ […]

ગુજરાતમાં શિયાળાના આગમન ટાણે જ ઉષ્ણતામાનમાં થયો વધારો

રાજસ્થાનના રણ પ્રદેશ પરથી આવતા પવનને લીધે ગરમીમાં વધારો, હજુ 5 દિવસ બપોરના ટાણે ગરમીનો અનુભવ થશે, અમદાવાદમાં તાપમાન 36 ડિગ્રીએ પહોંચ્યુ અમદાવાદઃ શિયાળાના આગમનને હવે ગણતરીના દિવસ બાકી રહ્યા છે. ત્યારે હાલ બપોરના ટાણે લોકોને ઉનાળા જેવી ગરમીનો અહેસાસ થઈ રહ્યો છે. અમદાવાદ સહિત શહેરોમાં હાલ ઉષ્ણતામાનનો પારો 36 ડિગ્રીને વટાવી ગયો છે. ત્યારે […]

દિવ્યાંગ આર્ટિસ્ટને મળવા માટે નરેન્દ્ર મોદી અને સ્પેનના પ્રધાનમંત્રીએ રોડ-શોમાં કાફલો અટકાવ્યો

વડોદરાઃ ટાટા ફેક્ટરીનું ઉદ્દઘાટન કરવા માટે વડોદરા પધારેલા ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદી અને સ્પેનના પ્રધાનમંત્રી પેડ્રો સાંચેઝને આવકારવા માટે યોજાયેલા રોડ શોમાં એક વિશેષ પ્રસંગ જોવા મળ્યો હતો. શહેરની એક દિવ્યાંગ વિદ્યાર્થિનીને મળવા માટે આ બન્ને મહાનુભાવો પોતાના કાફલાને રોકાવી નીચે ઉતર્યા હતા અને આ છાત્રાને મળ્યા હતા.  પૂર્વોક્ત મુજબ એમએસ યુનિવર્સિટીમાં અભ્યાસ કરતી વિદ્યાર્થિની દિયા […]

ગુજરાતઃ કઠલાલમાં પોલીસ રિડ્રેસલ માટે ટ્રેનિંગ સેન્ટર બનાવાશે

અમદાવાદઃ પોલીસની ભૂમિકા અને સંખ્યાને લઈને ગુજરાત હાઇકોર્ટમાં અગાઉ સુઓમોટો પિટિશન મળે સરકાર દ્વારા હાઇકોર્ટમાં એફિડેવિટ ફાઇલ કરી જાણકારી આપવામાં આવી છે. આ પિટિશન સુપ્રીમ કોર્ટના 2019ના નિર્દેશો પ્રમાણે લેવામાં આવી હતી. જેમાં પોલીસ રિડ્રેસલ ફોર્મની સ્થાપના કરવી, પોલીસ બેડામાં ખાલી જગ્યાઓ ભરવી, પોલીસને ટ્રેનિંગ આપવી, વસ્તી પ્રમાણે પોલીસની ભરતી કરવી, પોલીસના કામના કલાકો નક્કી […]

ગુજરાતમાં બોટિંગ અને વોટર સ્પોર્ટ્સ એક્ટિવિટી માટે સરકારે જાહેર કરી ગાઈડલાઈન

ગુજરાત ઇનલેન્ડ વેસેલ્સ નોંધણી, સર્વેક્ષણ અને સંચાલન નિયમોને CMની મંજૂરી, વોટર સ્પોર્ટ્સ એક્ટિવિટી કે બોટિંગના રજિસ્ટ્રેશન માટે અરજી કરવાની રહેશે, નિયમોના ભંગ બદલ દંડરૂપી શિક્ષાત્મક પગલાં લેવાશે  ગાંધીનગરઃ મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલે રાજ્યમાં બોટિંગ અને વોટર સ્પોર્ટ્સ એક્ટિવિટી વધુ સલામત અને સુરક્ષિત બનાવવાની રાજ્ય સરકારની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી છે. આ હેતુસર મુખ્યમંત્રીએ ગુજરાત ઇનલેન્ડ વેસેલ્સ (કેટેગરી ‘C’ ઇનલેન્ડ વેસેલ્સની […]

નવી દિલ્હીમાં રાષ્ટ્રપતિએ ગુજરાતને જળ વ્યવસ્થાપન ક્ષેત્રે એવાર્ડ એનાયત કર્યો

પાંચમો રાષ્ટ્રીય જળ પુરસ્કાર એવાર્ડ’ સમારોહ યોજાયો, જળ વ્યવસ્થાપનમાં ગુજરાત દેશમાં ત્રીજા સ્થાને, ગુજરાતના 90 ટકા ગ્રામીણ ઘરોમાં નળ જોડાણ ગાંધીનગરઃ રાજ્યના ખૂણે- ખૂણે શુદ્ધ પાણી પહોચાડવું એ ગુજરાત સરકારની હંમેશા પ્રાથમિકતા રહી છે. જેના પરિણામે આજે નવી દિલ્હી ખાતે આયોજિત ‘રાષ્ટ્રીય જળ પુરસ્કાર- એવાર્ડ’ કાર્યક્રમમાં ભારતના રાષ્ટ્રપતિ  દ્રૌપદી મુર્મુના હસ્તે ગુજરાત અને પુડ્ડુચેરીને ઉત્તમ […]

ગુજરાતઃ વિધાનસભામાં કાયદાના ડ્રાફ્ટિંગ માટે તાલીમ વર્ગ યોજાશે

અમદાવાદઃ ગાંધીનગરમાં કાયદાના ડ્રાફ્ટિંગ માટે તાલીમ વર્ગ યોજાશે. ગુજરાત વિધાનસભામાં તાલીમ વર્ગ યોજાશે. લેજિસ્લેટિવ ડ્રાફ્ટિગં તાલીમમાં અધિકારીઓને પણ તાલીમ આપવામાં આવશે. આ પ્રસંગે ગૃહમંત્રી અમિત શાહની ખાસ હાજરી રહેશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિતના ધારાસભ્યો અને સાંસદો પણ આ તાલીમમાં હાજરી આપશે. ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરી એ આ અંગેની માહિતી આપી હતી. તેમણે જણાવ્યું હતું […]

અમદાવાદ, સુરત સહિત 26 તાલુકામાં વીજળીના કડાકા સાથે પડ્યો વરસાદ

અમદાવાદમાં શોપિંગ ફેસ્ટિવલના સ્થળે ભરાયા પાણી, હવામાન વિભાગ કહે છે 5મી નવેમ્બર સુધી આવી સ્થિતિ રહેશે, નૈઋત્યના ચોમાસાની વિદાય છતાં વરસાદ કેમ પડે છે? અમદાવાદઃ ગુજરાતમાં નૈઋત્યના ચોમાસાએ વિદાય લઈ લીધી છે, છતાંયે કેટલાક વિસ્તારોમાં વરસાદી વાતાવરણ સર્જાયું છે. ગ્લોબલ વોર્મિંગ તેમજ લો પ્રેશરને લીધે વાદળો ખેંચાઈ આવતા બીજીબાજુ હવામાનમાં ઉષ્ણતામાન વધુ હોવાને લીધે વાતાવરણમાં […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code