1. Home
  2. Tag "gujarat"

ગુજરાતમાં ગરમીના લીધે શાળાઓમાં વેકેશન લંબાવવા શાળા સંચાલકોની CMને રજુઆત

ગાંધીનગરઃ ગુજરાતમાં શાળાઓમાં હાલ ઉનાળું વેકેશન ચાલી રહ્યું છે. અને 13મી જુનથી નવા શૈક્ષણિક સત્રનો પ્રારંભ થશે. બીજી બાજુ જુનના બીજા-ત્રીજા સપ્તાહમાં 41થી 42 ડિગ્રી રહેવાની શક્યતા છે. ત્યારે શાળાઓને ઉનાળું વેકેશનમાં એક સપ્તાહનો વધારો કરવા શાળા સંચાલક મંડળે મુખ્યમંત્રીને રજુઆત કરી છે. ગુજરાત રાજ્ય શાળા સંચાલક મંડળે રાજ્યમાં શાળાઓનું વેકેશન 13 જૂનને બદલે 20 […]

ગુજરાતમાં 7મી જુનથી પ્રિ-મોન્સુન એક્ટિવિટીનો પ્રારંભ થશે, હજુ બે-ત્રણ દિવસ અસહ્ય ગરમી રહેશે

અમદાવાદઃ દક્ષિણ ભારતમાં કેરળમાં બે દિવસ પહેલા જ વાજતે-ગાજતે ચોમાસું આગમન થયા બાદ ચોમાસું આગળ વધી રહ્યું છે. ત્યારે ગુજરાતમાં 7મી જુનથી પ્રિ-મોન્સુન એક્ટિવિટી શરૂ થઈ જશે. અને 15 જુન બાદ ગુજરાતમાં મેધરાજાનું વિધિવત આગમન થઈ જશે. હાલ રાજ્યમાં તાપમાન 40થી 42 ડિગ્રીની આસપાસ નોંધાય રહ્યું છે. હજુ બે-ત્રણ દિવસ ગરમીનો પ્રકોપ યથાવત રહેશે. ત્યાર […]

ગુજરાતઃ RTE હેઠળ ત્રીજા રાઉન્ડમાં વધુ 1353 બાળકોને પ્રવેશ અપાયો

અમદાવાદઃ RTE ACT-2009 હેઠળ રાજ્યમાં ત્રીજા રાઉન્ડમાં વધુ 1 હજાર 353 બાળકોને પ્રવેશ અપાયો છે. RTEના ત્રીજા રાઉન્ડમાં પ્રવેશ મેળવેલા વિદ્યાર્થીઓએ 3જી જૂન, 2024 સુધીમાં સંબંધિત શાળામાં રૂબરૂ જઈને જરૂરી આધાર પુરાવા રજૂ કરી પ્રવેશ મેળવવાનો રહેશે. RTE ACT-2009ની કલમ 12.1.(C) અન્વયે બિન અનુદાનિત ખાનગી પ્રાથમિક શાળાઓમાં 25 ટકા લેખે ધોરણ-1માં નબળા અને વંચિત જૂથનાં […]

ગુજરાતમાં લોકસભાની ચૂંટણીનું 4થી જુને પરિણામ, સવારે 8 વાગ્યાથી શરૂ થશે મત ગણતરી

અમદાવાદ:  ગુજરાતમાં લોકસભાની 25 બેઠકો અને વિધાનસભાની 5 બેઠકોની પેટા ચૂંટણી ગઈ તા. 7મી મેના રોજ યોજાઈ હતી. તેની મતગણતરી તા. 4થી જુનને મંગળવારે સવારે 8 વાગ્યાથી હાથ ધરવામાં આવશે. ચૂંટણી પંચ દ્વારા મતગણતરી માટેની તમામ આગોતરી તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. રાજ્યના 25 કેન્દ્રો પર મતગણતરી કરવામાં આવશે. ગુજરાતમાં લોકસભાની 26 બેઠકો છે. […]

ગુજરાતમાં 8 ગ્રાન્ટેડ લો કોલેજોમાં BCIનું નિરીક્ષણ ન થાય ત્યાં સુધી પ્રવેશ પર પ્રતિબંધ

અમદાવાદઃ ગુજરાતની આઠ જેટલી ગ્રાન્ટેડ લો કોલેજોમાં બાર કાઉન્સિલ ઓફ ઈન્ડિયા દ્વારા નિરીક્ષણની કાર્યવાહી પૂર્ણ ન થાય ત્યાં સુધી વિદ્યાર્થીઓના પ્રવેશ પર હાઈકોર્ટે મનાઇ હુકમ ફરમાવી દીધો છે. લો કોલેજોએ હાઈકોર્ટમાં કરેલી અરજીમાં એવી રજૂઆત કરી હતી કે, ગ્રાન્ટેડ લો કોલેજોમાં સરકાર દ્વારા ફેકલ્ટીની ભરતી કરતી નથી. કેટલીક લો કોલેજમાં 13 વર્ષથી પ્રિન્સિપાલની જગ્યાઓ ખાલી […]

ગુજરાતમાં અસહ્ય ગરમીને લીધે વીજ માંગ 25089 મેગાવોટ પહોંચી,સૌરાષ્ટ્રમાં સૌથી વધુ વીજ વપરાશ

અમદાવાદઃ ગુજરાતમાં તાપમાનમાં થયેલા વધારાને લીધે વીજળીના વપરાશમાં રેકર્ડબ્રેક વધારો થયો છે. અને ઈતિહાસમાં પ્રથમ વખત વીજળીની માગ  25000 મેગાવોટને વટાવી ગઈ છે. સૌથી વધુ વીજ વપરાશ સૌરાષ્ટ્ર અને કચ્છમાં નોંધાયો છે. તંત્ર દ્વારા વિજ એકમોમાં શટડાઉન નહીં રાખીને પુરતા પ્રમાણમાં વિજળી ઉત્પન્ન કરવામાં આવી રહી છે. રાજયમાં મહતમ તાપમાનમાં વધારો થવાનું ચાલુ રહેશે તો […]

ગુજરાતમાં આજથી ગરમીમાં બેથી ત્રણ ડિગ્રી ઘટાડો થશે, 4થી જુનથી પ્રિ-મોન્સુન એક્ટિવિટી શરૂ થશે

અમદાવાદઃ બંગાળના ઉપસાગરમાં ચક્રવાત સર્જાવાથી  ગુજરાતના વાતાવરણમાં ફેરફાર થશે. અને આજથી તાપમાનમાં બેથી ત્રણ ડિગ્રીનો ઘટાડો થવાની શક્યતા રાજ્યના હવામાન વિભાગે વ્યક્ત કરી છે. રાજ્યના કેટલાક વિસ્તારોમાં વાતાવરણ વાદળછાંયું રહેવાની પણ શક્યતા છે. દરમિયાન હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલે આગાહી કરતા જણાવ્યું છે કે, ગુજરાતમાં જુનના પ્રથમ સપ્તાહથી પ્રિ-મોન્સુન એક્ટિવિટી શરૂ થઈ જશે. તેના લીધે દક્ષિણ […]

ગુજરાત: મુખ્ય નિર્વાચન અધિકારીની અધ્યક્ષતામાં મતગણતરી સંદર્ભે સમીક્ષા બેઠક યોજાઈ

લોકસભા સામાન્ય ચૂંટણી-2024 તથા ગુજરાત વિધાનસભાની પેટાચૂંટણીઓની મતગણતરી સંદર્ભે મુખ્ય નિર્વાચન અધિકારી પી. ભારતીની અધ્યક્ષતામાં વિડિયો કૉન્ફરન્સના માધ્યમથી સમીક્ષા બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં સ્ટેટ પોલીસ નોડલ ઑફિસર તથા તમામ જિલ્લા ચૂંટણી અધિકારીઓ સાથે રાજ્યના 26 મતગણતરી કેન્દ્રો પર તા. 4 જૂન, 2024ના રોજ યોજાનાર મતગણતરી માટેની વ્યવસ્થાઓ અંગે સમીક્ષા કરવામાં આવી હતી. આ ઉપરાંત […]

ગુજરાતઃ કાળઝાળ ગરમીને પગલે અમદાવાદ સિવિલ હોસ્પિટલના નોન AC વોર્ડમાં કુલર મુકાયાં

અમદાવાદઃ રાજ્યમાં ગરમીની વર્તમાન સ્થિતિને ધ્યાને લઇ અમદાવાદ સિવિલ હોસ્પિટલે દર્દીઓના હિતાર્થે મહત્વનો નિર્ણય કર્યો છે. અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં નોન AC વોર્ડમાં કુલર મુકવામાં આવ્યા છે. વધુમાં અમદાવાદ સિવિલ અને 1200 બેડ હોસ્પિટલમાં રહેલ એ.સી. વોર્ડનો અને બિનઉપયોગી જગ્યાનો મહત્તમ ઉપયોગ થઇ શકે તે પ્રકારનું આયોજન પણ તંત્ર દ્વારા હાથ ધરાયુ છે. ખાસ કરીને હોસ્પિટલમાં દાખલ […]

પારસ ફાઉન્ડેશન દ્વારા પારસચંદ્રક સાહિત્યીક પારિતોષક અર્પણ

અમદાવાદ: પારસ ફાઉન્ડેશન દ્વારા આજરોજ અમદાવાદ ખાતે પારસ ગુજરાતી સાહિત્યનું અનોખું સન્માન કરતો ‘પારસચંદ્રક અર્પણ સમારોહ – ૨૦૨૪’ યોજાયો હતો. જે આ વર્ષે પારસ ફાઉન્ડેશન દ્વારા આયોજિત પ્રથમ આવૃત્તિ છે. આ સમારોહમાં ગુજરાત અને મુંબઈથી ૨૦૦થી વધારે સાહિત્ય સર્જકો પધાર્યા હતાં. મુખ્ય અતિથિ તરીકે માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતાં. જેમના વરદ હસ્તે નીચે […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code