1. Home
  2. Tag "gujarat"

ગુજરાતમાં ભેજવાળા પવન ફુંકાતા ગરમીમાં આંશિક રાહત, દક્ષિણ ગુજરાતમાં માવઠાની આગાહી

અમદાવાદઃ ગુજરાતમાં કાળઝાળ ગરમી બાદ આજે સોમવારથી ગરમીમાં આંશિક રાહત મળી છે. પશ્ચિમ બંગાળના દરિયાકાંઠે રેમલ વાવાઝોડું ત્રાટક્યુ છે તેના લીધે ગુજરાતના વાતાવરણમાં આંશિક ફેરફાર થયો છે. આજે સોમવારે અમદાવાદ સહિતના શહેરોના તાપમાનમાં સરેરાશ એકાદ ડિગ્રીનો ઘટાડો નોંધાય. હતો. અમદાવાદમાં 44 ડિગ્રી તાપમાન નોંધાયું હતું પણ પવનને લીધે લોકોને ગરમીથી થોડી રાહત મળી હતી. ગુજરાતમાં […]

ગુજરાતમાં RTO કચેરીઓમાં સર્વરના ધાંધિયા, મેન્યુઅલી ડ્રાઈવિંગ ટેસ્ટની માગ ઊઠી

અમદાવાદઃ ગુજરાતમાં તમામ જિલ્લાઓની આરટીઓ કચેરીઓમાં છેલ્લા ગણા સમયથી સર્વરના ધંધીયાથી અરજદારો પરેશાન થઈ રહ્યા છે. સર્વર ક્યારે ચાલુ હોય અને ક્યારે બંધ હોય તે અરજદારોને આરટીઓ કચેરીએ પહોંચ્યા બાદ ખબર પડતી હોય છે. નોકરી-ધંધામાં રજા લઈને લાયસન્સ માટેના ટેસ્ટ માટે અરજદારો જ્યારે આરટીઓ કચેરીએ પહોંચે ત્યારે ખબર પડે કે સર્વર કામ કરતું નથી, ઠપ […]

અમદાવાદ સહિત શહેરોમાં આજે યલો એલર્ટ, કાલે સોમવારથી ગરમીમાં ક્રમશઃ રાહત મળશે,

અમદાવાદઃ ગુજરાતમાં કાળઝાળ ગરમી બાદ છેલ્લા બે દિવસથી ગરમીમાં સામાન્ય રાહત મળી છે. અમદાવાદ સહિત રાજ્યના અન્ય શહેરોના તાપમાનમાં એક ડિગ્રીનો ઘટાડો થયો હતો. અમદાવાદમાં મહત્તમ તાપમાન 43 ડિગ્રી નોંધાયું હતું. દરમિયાન કાલે સોમવારથી તાપમાનમાં ક્રમશઃ ઘટાડો થશે. અમદાવાદ શહેરમાં શનિવારે મોડીરાતથી જ તાપમાનનો ઘટાડો અનુભવાયો હતો. જ્યારે રવિવારે વહેલી સવારથી સૂરજ દેવતાનો પ્રકોપ ઓછો […]

ગુજરાતમાં રેશનિંગના દુકાનદારોને એડવાન્સ જથ્થો મળે તેવી વ્યવસ્થા ગોઠવાશે

ગાંધીનગર:  રાજ્યના રેશનિંગના દુકાનદારોને પુરવઠા વિભાગ દ્વારા સમયસર પુરવઠો ફાળવવામાં આવતો ન હોવાની ફરિયાદો ઉઠી હતી. તુવેરદાળનો તો અડધો જથ્થો ફાળવવામાં આવતો હતો તેથી દુકાનદારોને ગ્રાહકો સાથે માથાકૂટ પણ થતી હતી. આ અંગે રેશનીંગના દુકાનદારોએ પુરવઠા વિભાગમાં રજુઆતો પણ કરી હતી. આથી રેશનિંગના દુકાનદારોને પડતી સમસ્યાઓ ઉકેલવા માટે પુરવઠા વિભાગ દ્વારા કેટલાક નિર્ણય લેવામાં આવશે. […]

ગુજરાતમાં RTEની ખાલી રહેલી 5873 જગ્યાઓ માટે પ્રવેશના ત્રીજો રાઉન્ડનો પ્રારંભ

અમદાવાદઃ ગુજરાતમાં આરટીઈ અંતર્ગત ધોરણ 1માં પ્રવેશ માટેની પ્રક્રિયા દરમિયાન બે રાઉન્ડના અંતે ખાલી પડેલી 5873 બેઠકો માટે ત્રીજા રાઉન્ડની કાર્યવાહીનો પ્રારંભ કરાયો છે. ત્રીજા રાઉન્ડ માટે ખાલી જગ્યા ધરાવતી શાળાઓની પુન: પસંદગી કરવાની વાલીઓને તક અપાઈ છે. વાલીઓ આજથી તા.  26 મે સુધી આરટીઈના પોર્ટલ પર જઈને શાળાઓની પુન: પસંદગી કરી શકશે. પ્રથમ બે […]

ગુજરાતમાં અસહ્ય ગરમીને લીધે ટ્યુશન ક્લાસિસ બપોરે 12થી 4 વાગ્યા સુધી બંધ રાખવાનો નિર્ણય

ગાંધીનગરઃ ગુજરાતમાં કાળઝાળ ગરમીને લીધે જનજીવન પ્રભાવિત બન્યું છે. બપોરના ટાણે તો અમદાવાદ સહિત તમામ શહેરોમાં રોડ-રસ્તાઓ પણ સુમસામ બની જતા હોય છે. સરકારી તંત્ર દ્વારા પણ બપોરના સમયે કામ વિના બહાર ન નીકળવાની સૂચના આપવામાં આવી છે.  ત્યારે ફેડરેશન ઓફ એકેડેમિક એસોસિએશન ગુજરાત દ્વારા આવનારા પાંચ દિવસો દરમિયાન શૈક્ષણિક સંસ્થાઓમાં બપોરે 12 થી 4 […]

ગુજરાતમાં કાળઝાળ ગરમીથી જનજીવન બન્યુ પ્રભાવિત, રાત્રે પણ લોકોને અકળાવતી ગરમી

અમદાવાદઃ ગુજરાતમાં આકાશમાંથી અંગારા વરસાવતી કાળઝાળ ગરમીથી જનજીવન પ્રભાવિત બન્યુ છે. હીટસ્ટ્રોકના અને ગરમીથી બિમારીને કેસો પણ વધતા જાય છે. અમદાવાદ સહિત રાજ્યના અનેક શહેરોમાં આજે શુક્રવારે તાપમાનનો પારો 45 ડિગ્રીથી વધુ નોંધાયો હતો. ગુજરાતવાસીઓ ભઠ્ઠીમાં શેકાઇ રહ્યા હોય તેવી સ્થિતિ જોવા મળી રહી છે. અમદાવાદ અને ગાંધીનગર શહેરમાં હવામાન વિભાગ દ્વારા રેડ એલર્ટ જાહેર […]

ઉત્તર ભારતના મોટા ભાગના રાજ્યોમાં ગરમીનો કહેર, રાજસ્થાનના મોટાભાગના વિસ્તારોમાં રેડ એલર્ટ

નવી દિલ્હીઃ ઉત્તર ભારતના મોટા ભાગના રાજ્યોમાં ગરમીનો કહેર વર્તાઈ રહ્યો છે. રાજસ્થાનમાં ભીષણ ગરમીથી લોકો ત્રસ્ત બન્યા છે. રાજસ્થાનના ચાર જીલ્લાઓમાં ભીષણ ગરમીમાં 4 લોકોના મૃત્યુ નીપજ્યાં છે. રાજ્યની સરકારી હોસ્પિટલના દરેક ડોકટરો અને પેરા મેડીકલ સ્ટાફની રજાઓ રદ્દ કરી દેવામાં આવી છે. રાજસ્થાનમાં તાપમાન સતત બીજા દિવસે 48 ડીગ્રીથી વધુ નોંધાયું હતું. રાજસ્થાનમાં મોટા […]

ગુજરાતમાં તાપમાનમાં વધારો થતાં જળાશયોની સપાટીમાં ઘટાડો, અનેક ડેમોના તળિયા દેખાયા

અમદાવાદઃ ગુજરાતમાં કાળઝાળ ગરમીને લીધે ઘણાબધા જળાશયોના તળિયા દેખાવા લાગ્યા છે. રાજ્યના 207 જેટલા જળાશયોમાં પાણીનો જથ્થો 50 ટકાથી પણ ઓછો છે. જો કે ચોમાસાને હવે એકથી દોઢ મહિના જેટલો સમય બાકી રહ્યો છે. એટલે ચિંતાજનક બાબત નથી. રાજ્યના સિંચાઈ વિભાગના સૂત્રોના જણાવ્યા મુજબ દક્ષિણ ગુજરાતના 13 જળાશયોમાં 39.60% જળ સંગ્રહ છે, જ્યારે સૌરાષ્ટ્રના 141 […]

આકાશમાંથી અંગારા ઓકતી ગરમીથી લોકો ત્રાહીમામ પોકારી ગયા, હીટસ્ટ્રોકથી 10ના મોત

અમદાવાદઃ ગુજરાતમાં અંગારા ઓકતી ગરમીથી લોકો ત્રાહીમામ પોકારી ગયા છે. સતત ચોથા દિવસે આકરી ગરમીનો માર યથાવત રહ્યો હતો. રાજ્યમાં અમદાવાદ, ગાંધીનગર, અમરેલી, સહિત શહેરોમાં તાપમાનનો પારો 45 ડિગ્રીને વટાવી જતાં જનજીવન પર માઠી અસર પડી છે. અને હીટસ્ટ્રોકને કારણે 10 લોકોના મોત નિપજ્યા છે. જેમાં ઉત્તર ગુજરાતમાં 2, આણંદમાં 6, માંડવી તથા સુરતમાં 1-1 […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code