1. Home
  2. Tag "gujarat"

ગુજરાતમાં તા. 11મીને શુક્રવારે આયુષ્યમાન આરોગ્ય શિબિરો યોજાશે

સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે શિબિર યોજાશે, વિકાસ સપ્તાહની ઊજવણીના ભાગરૂપે કરાયુ આયોજન, નિષ્ણાત તબીબોની ટીમ દ્વારા નિદાન-સારવાર કરાશે ગાંધીનગરઃ વડાપ્રધાન  નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાતના 14માં મુખ્યમંત્રી તરીકે તા. 07 ઓક્ટોબર, 2001ના દિવસે શપથ લઈને રાજ્યની વિકાસ યાત્રાની કરવટ બદલી હતી. આ વિકાસની ગતિ સતત ચાલુ રહે તે માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને તેમની સમગ્ર ટીમ દ્વારા તા. […]

ગુજરાતમાં ઘુડખરની વસતી 26 ટકા વધારા સાથે 7672 પહોંચી

વન રીઝિયન પ્રમાણે સૌથી વધુ 3234 ઘુડખર ધાંગધ્રામાં, 2734 નીલગાય,  915 જંગલી ભૂંડ, 222 ભારતીય સસલું,  214 ચિંકારા તેમજ 153 ભારતીય શિયાળ નોંધાયા અમદાવાદઃ ભારતમાં માત્ર ગુજરાતમાં જોવા મળતા ઘુડખર રાજ્યનું ગૌરવ છે, તેમ જણાવી વન અને પર્યાવરણ મંત્રી  મુળુભાઈ બેરાએ કહ્યું હતું કે, ભૂતકાળમાં ઘુડખર ઉત્તર – પશ્ચિમ ભારત, પાકિસ્તાનથી માંડીને મધ્ય- એશિયાના સુકા વિસ્તાર સુધી વિહરતા જોવા […]

ગુજરાતમાં આજથી 15મી ઓક્ટોબર સુધી વિકાસ સપ્તાહ ઊજવાશે

નરેન્દ્ર મોદીના કાર્યકાળમાં વિકાસની રાજનીતિનો નવો અધ્યાય રચાયો, વિકાસ સપ્તાહ દરમિયાન જનભાગીદારી જોડીને વિવિધ આયોજનો કરાશે, નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ગુજરાતની વિકાસ યાત્રાના સફળ 23 વર્ષ પૂર્ણ ગાંધીનગરઃ વડાપ્રધાન  નરેન્દ્રભાઈ મોદીએ 7મી ઓક્ટોબર 2001ના દિવસે ગુજરાતના 14માં મુખ્યમંત્રી તરીકે શપથ લીધા અને વિકાસની રાજનીતિનો એક નવો અધ્યાય શરૂ થયો હતો. 7મી ઓક્ટોબર 2001થી ગુજરાતના વિકાસની જે વણથંભી […]

વિશ્વ કપાસ દિવસ, કપાસના ઉત્પાદનમાં ગુજરાત સમગ્ર દેશમાં બીજા ક્રમાંકે

ગુજરાતમાં દર વર્ષે 92 લાખ ગાંસડી ઉત્પાદન ભારતે વર્ષ 2021માં વિક્રમજનક કપાસની નિકાસ કરી હતી અમદાવાદઃ કપાસ ઉત્પાદનમાં ગુજરાત એ સમગ્ર દેશમાં બીજા ક્રમાંકે છે.આજે સાતમી ઑક્ટોબર એટલે કે વિશ્વ કપાસ દિવસને ધ્યાનમાં રાખી કૃષિમંત્રી રાઘવજી પટેલે કહ્યું કે, ‘ગુજરાત કપાસમાં 26 લાખ 8 હજાર હેક્ટર વાવેતર વિસ્તાર, 92 લાખ ગાંસડી ઉત્પાદન અને 589 કિલો પ્રતિ […]

લઘુમતી કોમના યુવાને પ્રથમ નિકાહ છુપાવીને બીજી વખત નિકાહ કર્યાં, સમગ્ર મામલો કોર્ટમાં પહોંચ્યો

અમદાવાદઃ ગુજરાતમાં એક મહિલાએ તેના પતિ પર બળાત્કારનો આરોપ લગાવ્યો હતો, જેને હાઈકોર્ટે ફગાવી દીધો હતો. સમગ્ર મામલો એ છે કે, ભારતીય મૂળની ન્યુઝીલેન્ડની મહિલાએ મે 2013માં ન્યુઝીલેન્ડના એનઆરઆઈ સાથે લગ્ન કર્યા હતા. મહિલાએ આરોપ લગાવ્યો હતો કે, તે વ્યક્તિએ તેના અગાઉના લગ્ન છુપાવીને તેની સાથે બળજબરીથી શારીરિક સંબંધ બાંધ્યો હતો. લગ્ન પછી, બંને છ […]

ગુજરાત આજે દેશનું ગ્રોથ એન્જિન બન્યું છે – ઉદ્યોગમંત્રી બળવંતસિહ રાજપૂત

ગાંધીનગરઃ પાટણના સિદ્ધિપુર ખાતે ઉદ્યોગમંત્રી બળવંતસિહ રાજપૂતે એક દિવસીય ઉદ્યોગ સાહસિકતા વિકાસ કાર્યશાળાને સંબોધતા જણાવ્યું કે ગુજરાત આજે દેશનું ગ્રોથ એન્જિન બન્યું છે. તેમણે ઉમેર્યું કે સમગ્ર દેશમાં 8.4 ટકા જીડીપી આપતું રાજ્ય ગુજરાત છે. લોજિસ્ટિક અને સ્ટાર્ટ અપમાં 11 ટકા હિસ્સા સાથે દેશમાં ગુજરાત મોખરે છે. તેમણે કહ્યું કે છેલ્લા વીસ વર્ષોમાં ગુજરાત દેશમાં […]

ગુજરાતમાં 584 ગૌશાળા-પાંજરાપોળને પશુ નિભાવ સહાય ચુકવાઈ

61 લાખથી વધુ પશુઓ માટે રૂ.71 કરોડથી વધુની સહાયDBT માધ્યમથી ચૂકવાઈ, દ્વિતીય તબક્કામાં સહાય મેળવવા માટે ગૌશાળા-પાંજરાપોળ અરજી કરી શકશે, આઈ-ખેડૂત પોર્ટલ 15મી ઓક્ટોબર સુધી ખુલ્લું મૂકાયું ગાંધીનગરઃ મુખ્યમંત્રી ગૌમાતા પોષણ યોજના અંતર્ગત રાજ્યની ગૌશાળાઓ અને પાંજરાપોળોને પશુ નિભાવ સહાયની ચૂકવણી કરવા માટે ગાંધીનગર ખાતે રાજ્ય સમિતિની બેઠક મળી હતી. આ બેઠકમાં વર્ષ 2024-25ના પ્રથમ તબક્કામાં […]

વડોદરા એરપોર્ટ ઉપર બોમ્બની ધમકી, પોલીસ તંત્ર દોડતું થયું

અમદાવાદઃ વડોદરા એરપોર્ટના અધિકારીઓને શનિવારે બોમ્બની ધમકી ભર્યો ઈમેલ મળ્યો હતો. જે બાદ સમગ્ર પરિસરની સઘન તપાસ હાથ ધરવામાં આવી હતી. જો કે, કંઈ વાંધાજનક કઈ વસ્તુ ના મળી આવતા પોલીસે રાહતનો શ્વાસ લીધો હતો. પોલીસે જણાવ્યું હતું કે, વડોદરાના હરણી એરપોર્ટ પર તૈનાત સેન્ટ્રલ ઈન્ડસ્ટ્રીયલ સિક્યુરિટી ફોર્સ (CISF) ને શુક્રવારે સવારે ઈમેલ મળ્યો હતો. […]

ગુજરાતમાં સરકારી યુનિવર્સિટીઓમાં પીએચડીમાં પ્રવેશનો થયો પ્રારંભ

વિદ્યાર્થીઓ 10મી ઓક્ટોબર સુધી GCAS પર ઓનલાઈન રજિસ્ટ્રેશન કરાવી શકશે, 11મી ઓક્ટોબરે પ્રવેશ માટેની પ્રોસેસ જાહેર કરાશે, વિદ્યાર્થીઓએ પ્રવેશ પરીક્ષા ફી ભરવી પડશે અમદાવાદઃ રાજ્યમાં ગુજરાત યુનિવર્સિટી સહિત 11 સરકારી યુનિવર્સિટીઓમાં પીએચડી પ્રવેશ માટે ઓનલાઈન અરજીનો આજથી પ્રારંભ થયો છે. વિદ્યાર્થીઓ GCAS (ગુજરાત કોમન એડમિશન સર્વિસ) મારફતે તા. 1 થી 10મી ઓક્ટોબર સુધી પ્રવેશ માટે […]

ગુજરાતઃ 11 નવેમ્બરથી 90 દિવસ સુધી ખરીફ પાકોની ટેકાના ભાવે ખરીદી શરૂ થશે

અમદાવાદઃ ગાંધીનગર ખાતે કૃષિ મંત્રી રાઘવજી પટેલના અધ્યક્ષ સ્થાને મગફળી, મગ, અડદ અને સોયાબીન જેવા ખરીફ પાકોની ટેકાના ભાવે ખરીદી કરવાના આયોજન અંગે ઉચ્ચસ્તરીય બેઠક યોજાઇ હતી. ગુજરાતના ખેડૂતોને તેમની ઉપજના પોષણક્ષમ ભાવ સાથે આર્થિક રક્ષણ મળી રહે તે માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલના માર્ગદર્શન હેઠળ રાજ્ય સરકાર દ્વારા ખરીફ પાકોની ટેકાના ભાવે ખરીદી કરવાનું સુદ્રઢ આયોજન […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code