1. Home
  2. Tag "Gujarati news"

નાર્કો ટેરર કેસમાં NIAની કાર્યવાહી, ચાર વર્ષથી ફરાર આરોપી મુનીર અહેમદની ધરપકડ

નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી (NIA)એ વર્ષ 2020માં કાશ્મીરના નાર્કો-ટેરર કેસમાં મોટી સફળતા હાંસલ કરી છે. NIAએ આરોપી મુનીર અહેમદ બંદેની ધરપકડ કરી છે, જે ચાર વર્ષથી ફરાર હતો. મુનીર પર પાકિસ્તાન સ્થિત પ્રતિબંધિત આતંકવાદી સંગઠનો જેમ કે લશ્કર-એ-તૈયબા અને હિઝબુલ મુજાહિદ્દીન માટે આતંકવાદને પ્રોત્સાહન આપવા માટે ડ્રગ્સ દ્વારા નાણાં એકત્ર કરવાનો આરોપ છે. આ મામલો જૂન […]

જમ્મુ-કાશ્મીર: આતંકવાદી ઘૂસણખોરી સંબંધિત મામલામાં NIAના અનેક સ્થળે દરોડા

જમ્મુઃ નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી (NIA)એ આતંકવાદી ઘૂસણખોરી સંબંધિત કેસમાં જમ્મુ-કાશ્મીરના રિયાસી, ડોડા, ઉધમપુર, રામબન અને કિશ્તવાડમાં અનેક સ્થળોએ દરોડા પાડ્યાં હોવાનું જાણવા મળે છે. નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સી (NIA) દ્વારા 8 સ્થળો પર દરોડા પાડવામાં આવ્યાનું જાણવા મળે છે. રાષ્ટ્રીય તપાસ એજન્સી (NIA) એ પાકિસ્તાની આતંકવાદીઓની ભારતમાં ઘૂસણખોરી સંબંધિત તાજેતરમાં નોંધાયેલા કેસના સંદર્ભમાં જમ્મુના આઠ સ્થળોએ […]

જયપુર-દિલ્હી ફ્લાઇટનું એન્જીન હવામાં ફેલ, ઇમરજન્સી લેન્ડિંગ કરવું પડ્યું

ઈન્ડિગોની ફ્લાઈટ 6E-7468 જયપુરથી દહેરાદૂન જઈ રહી હતી. ટેકઓફ બાદ પ્લેનનું એક એન્જીન ફેલ થઈ ગયું હતું, ત્યારબાદ તેનું દિલ્હીમાં ઈમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું હતું. ખરાબ એન્જિન સાથે વિમાન લગભગ 30 મિનિટ સુધી હવામાં રહ્યું હતું. તે જ સમયે, જ્યારે તેમને ખબર પડી કે આ ફ્લાઈટનું એક એન્જિન ફેલ થઈ ગયું છે ત્યારે મુસાફરી કરી […]

દિલ્હીમાં પ્રદુષણ વચ્ચે ધુમ્મસની ચાદર છવાઈ, લોકોને શ્વાસ લેવામાં સમસ્યા પડી

નવી દિલ્હીઃ બદલાતા હવામાનના કારણે લોકો ધુમ્મસનો સામનો કરી રહ્યા છે. સતત વધી રહેલા પ્રદૂષણના સ્તરને કારણે રાજધાનીમાં ધુમ્મસની ચાદર છવાઈ ગઈ છે. દિલ્હીના ઘણા ભાગોમાં AQI 400ને પાર થઈ ગયો છે. રાજધાની ગેસ ચેમ્બર બની રહ્યું હોય તેમ લાગી રહ્યું છે. જેના કારણે લોકોને શ્વાસ લેવામાં તકલીફ પડી રહી છે. સ્થિતિ એવી છે કે […]

કર્ણાટકની સરકારી હોસ્પિટલમાં સારવાર મોંઘી થઈ, બ્લડ ટેસ્ટના દર પણ બમણા થયાં

બેંગ્લોરઃ કર્ણાટક સરકારે રાજ્યની હોસ્પિટલોની ફીમાં મોટો વધારો કર્યો છે. કર્ણાટકમાં, તબીબી શિક્ષણ વિભાગ હેઠળની હોસ્પિટલોમાં સારવાર અને નિદાન પરીક્ષણો 20 ટકા મોંઘા થયા છે. ઘણી સેવાઓની ફી પણ બમણી થઈ ગઈ છે. બેંગ્લોર મેડિકલ કોલેજ એન્ડ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ (BMCRI) અને કર્ણાટકમાં વિવિધ સ્વાયત્ત તબીબી શિક્ષણ સંસ્થાઓ હેઠળની હોસ્પિટલોમાં વધેલી ફી અમલમાં આવી છે. BMCRI […]

ઓસ્ટ્રેલિયામાં 16 વર્ષથી ઓછી ઉંમરના લોકો સોશિયલ મીડિયાનો ઉપયોગ નહીં કરી શકે

મેલબોર્ન : ઓસ્ટ્રેલિયાના કોમ્યુનિકેશન મિનિસ્ટરે ગુરુવારે સંસદમાં એક કાયદો રજૂ કર્યો હતો, જે અનુસાર 16 વર્ષથી ઓછી ઉંમરના બાળકો માટે સોશિયલ મીડિયાના ઉપયોગ પર પ્રતિબંધ મૂકવામાં આવશે. કોમ્યુનિકેશન મિનિસ્ટર મિશેલ રોલેન્ડે કહ્યું કે હાલના દિવસોમાં માતા-પિતા માટે ઓનલાઈન સેફ્ટી એક મોટો પડકાર બની ગયો છે. ઓસ્ટ્રેલિયન કોમ્યુનિકેશન મિનિસ્ટર રોલેન્ડે કહ્યું કે જો TikTok, Facebook, Snapchat, […]

ભારતને તેની મહાન હિન્દુ સંસ્કૃતિને પુનઃસ્થાપિત કરવાની જરૂર, પુતિનના રાજકીય ગુરુનું સૂચન

ભારત અને રશિયા વચ્ચેના સંબંધો હંમેશાથી સારા રહ્યા છે. રશિયા અને યુક્રેન યુદ્ધ વચ્ચે પણ ભારતે રશિયા સાથે પોતાની મિત્રતા જાળવી રાખવાની સાથે યુદ્ધ અંતે ચિંતા વ્યક્ત કરવાની સાથે યુદ્ધવિરામ માટે અપીલ કરી હતી. રશિયન લોકો ભારત અને ભારતીયોના પ્રશંસક રહ્યા છે. આ બધાની વચ્ચે રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનના રાજકીય ગુરુ એલેક્ઝાન્ડર ડુગિને ભારતને લઈને […]

ભારત ટેક્નોલોજી એકીકરણને ઉચ્ચ પ્રાથમિકતા આપીને આરોગ્ય ક્ષેત્રે સક્રિયપણે કામ કરી રહ્યું છેઃ PM મોદી

નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ​​ભારપૂર્વક જણાવ્યું હતું કે, એક સ્વસ્થ ગ્રહ એ એ શ્રેષ્ઠ ગ્રહ છે. તેમણે કહ્યું કે ભારત સ્વાસ્થ્ય ક્ષેત્રે પ્રૌદ્યોગિક સંકલન પર સક્રિયપણે કામ કરી રહ્યું છે અને તેને પ્રાથમિકતા આપી રહ્યું છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે ભારત આ અંગે વૈશ્વિક પ્રયાસોને મજબૂત બનાવશે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશનના મહાનિર્દેશક ડો. ટેડ્રોસ […]

ભારત ગયાનામાં ‘જન ઔષધિ કેન્દ્ર’ સ્થાપશે: નરેન્દ્ર મોદી

નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ બુધવારે કહ્યું કે ભારત કેરેબિયન દેશમાં તેની ફાર્મા નિકાસ વધારવા માંગે છે. આ દિશામાં ભારત ત્યાં ‘જન ઔષધિ કેન્દ્ર’ સ્થાપિત કરવાની પણ યોજના બનાવી રહ્યું છે. તેમણે એમ પણ કહ્યું કે, ભારત અને ગયાના બંને વૈશ્વિક સંસ્થાઓના સુધારા માટે તેમના પ્રયાસોને આગળ વધારવા માટે પ્રતિબદ્ધ છે. ગયાના રાષ્ટ્રપતિ ઈરફાન અલી […]

પાકિસ્તાનમાં આત્મઘાતી હુમલાની ઘટનામાં મૃત્યુઆંક વધી 17 ઉપર પહોંચ્યો

લાહોરઃ પાકિસ્તાન ફરી એક વખત આત્મઘાતી હુમલાથી હચમચી ઉઠ્યો. બુધવારે એક મોટો આત્મઘાતી હુમલો થયો હતો. આતંકવાદીઓએ ઉત્તર-પશ્ચિમમાં એક સુરક્ષા ચોકી નિશાન બનાવી છે. આતંકવાદીઓ દ્વારા કરવામાં આવેલા આ આત્મઘાતી હુમલામાં 17 સૈનિકોના મોત થઈ ગયા છે. એક સત્તાવાર નિવેદનમાં પાકિસ્તાની સેનાએ જણાવ્યું કે, આ વિસ્તારમાં આતંકવાદીઓનો ખાતમો કરવા માટે ઓપરેશન ચલાવવામાં આવી રહ્યું છે. […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code