1. Home
  2. Tag "Gujarati news"

આયુર્વેદ અને હૉમિયોપેથી અભ્યાસક્રમમાં ચોથા રાઉન્ડ માટે ચૉઈસ ફિલિંગની પ્રક્રિયા શરૂ કરાઈ

અમદાવાદઃ શૈક્ષણિક વર્ષ 2024-25 માટે અનુ-સ્નાતક કક્ષાના આયુર્વેદ અને હૉમિયોપેથી અભ્યાસક્રમમાં ચોથા રાઉન્ડ માટે ચૉઈસ ફિલિંગની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. અમદાવાદના અમારા પ્રતિનિધિ જણાવે છે કે, આજથી 25 નવેમ્બરે સવારના 11 વાગ્યા સુધી ઉમેદવારો ચોઈસ ફિલિંગ કરી શકશે. જ્યારે 25મીએ બપોરે 2 વાગ્યા બાદ ચોઈસ ફિલિંગ કરી હોય તેવા ઉમેદવારો પોતાની ચોઈસ જોઈ શકશે. […]

દિલ્હીવાસીઓની સલામતીમાં કોઇ ઢીલ ચલાવાશે નહીંઃ અમિત શાહ

નવી દિલ્હીઃ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું છે કે સરકારની ગુના સામે “ઝીરો ટોલરન્સ”ની નીતિ છે અને દિલ્હીની કાયદો અને વ્યવસ્થાની સ્થિતિમાં કોઈપણ પ્રકારની ઢીલ સ્વીકાર્ય નથી. ગૃહમંત્રીએ દિલ્હી પોલીસ સાથે બેઠક કરી અને કાયદો અને વ્યવસ્થાની સ્થિતિની સમીક્ષા કરી. આ બેઠકમાં કેન્દ્રીય ગૃહ સચિવ ગોવિંદ મોહન, ઈન્ટેલિજન્સ બ્યુરોના ડિરેક્ટર તપન ડેકા, દિલ્હી પોલીસ કમિશનર […]

PM મોદીએ નાઇજીરીયા, બ્રાઝિલ અને ગયાનાના પ્રવાસ દરમિયાન 31 દ્વિપક્ષીય બેઠકો કરી

નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પાંચ દિવસના તેમના પ્રવાસ દરમિયાન નાઇજીરીયા, બ્રાઝિલ અને ગુયાનામાં ઉપરાછાપરી દ્વિપક્ષીય બેઠકો કરી હતી.. નરેન્દ્ર મોદીએ તેમના ત્રણ દેશોના પ્રવાસ દરમિયાન 31 દ્વિપક્ષીય બેઠકો અને વૈશ્વિક નેતાઓ સાથે અનૌપચારિક વાતચિત કરી હતી. આ મુલાકાત દરમિયાન, પીએમ મોદીએ નાઇજીરીયામાં દ્વિપક્ષીય બેઠક, બ્રાઝિલમાં G20 સમિટની સાથે સાથે દસ દ્વિપક્ષીય બેઠકો અને ગુયાનામાં […]

પ્રધાનમંત્રીએ પ્રવાસી ભારતીયોને ભારત કો જાનીયે ક્વિઝમાં ભાગ લેવાનો આગ્રહ કર્યો

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પ્રવાસી ભારતીયો અને અન્ય દેશોના મિત્રોને ભારત કો જાનીયે (ભારતને જાણો) ક્વિઝમાં ભાગ લેવાનો આગ્રહ કર્યો છે. તેમણે જણાવ્યું હતું કે ક્વિઝ ભારત અને વિશ્વભરમાં ફેલાયેલા પ્રવાસી ભારતીયો વચ્ચેના સંબંધને વધુ ગાઢ બનાવે છે અને તે આપણા સમૃદ્ધ વારસા અને જીવંત સંસ્કૃતિને ફરીથી જાણવાની એક અદ્ભુત રીત પણ છે. તેમણે X પર […]

આયુષ મંત્રાલય દેશવ્યાપી ‘કન્ટ્રી નેચર ટેસ્ટ કેમ્પેઈન’ શરૂ કરશે

નવી દિલ્હીઃ આયુષ મંત્રાલય 26મી નવેમ્બરે એટલે કે બંધારણ દિવસના અવસર પર દેશવ્યાપી અભિયાન ‘કન્ટ્રી નેચર ટેસ્ટ કેમ્પેઈન’ શરૂ કરી રહ્યું છે. આ અભિયાનની શરૂઆત રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂના નેચર ટેસ્ટથી કરવામાં આવશે. એક મહિનાના આ અભિયાનમાં એક કરોડ પરિવારો સુધી પહોંચવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે. આયુષ મંત્રાલયે આ માટે 4,70,000થી વધુ સમર્પિત સ્વયંસેવકોને તાલીમ આપી […]

પશ્ચિમ રેલવેનાં જનરલ મેનેજરે સુરેન્દ્રનગર, બોટાદ અને ભાવનગર રેલવે સ્ટેશનની મુલાકાત લીધી

રાજકોટઃ પશ્ચિમ રેલવેનાં જનરલ મેનેજર અશોકકુમાર મિશ્ર ભાવનગરની મુલાકાતે આવ્યા હતા. અશોકકુમાર મિશ્રએ સુરેન્દ્રનગર, બોટાદ અને ભાવનગર રેલવે સ્ટેશનની સરપ્રાઈઝ મુલાકાત કરી. પશ્ચિમ રેલવેનાં જનરલ મેનેજરે ભાવનગરમાં વિવિધ સંસ્થાનાં આગેવાનોને મળ્યા અને તેમની રજૂઆત ધ્યાને લઇ વહેલી તકે માંગ પૂર્ણ થાય તે અંગેની ખાતરી આપી હતી. આ તકે ભાવનગર-સુરત ડેઇલી ટ્રેનની માંગ અંગે તેમણે જણાવ્યુ […]

દિલ્હીની પ્રદુષણ વધ્યું, AQI 400ને પાર

નવી દિલ્હીઃ બે દિવસ સુધી રાહત મળ્યા બાદ શનિવારે દિલ્હીની હવા ફરી ‘ગંભીર’ શ્રેણીમાં બગડી અને AQI 400ને પાર કરી ગયો. સેન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડ (CPCB) અનુસાર, રાષ્ટ્રીય રાજધાનીમાં સરેરાશ હવા ગુણવત્તા સૂચકાંક (AQI) સવારે 7 વાગ્યા સુધી 422 હતો. દિલ્હી-એનસીઆરના વિવિધ શહેરોમાં AQI પણ ઊંચો રહ્યો હતો. તે ફરીદાબાદમાં 290, ગુરુગ્રામમાં 324, ગાઝિયાબાદમાં 357, […]

ગુજરાતમાં ઉત્તર પૂર્વના પવન ફૂંકાતા ઠંડીનો ચમકારો

અમદાવાદઃ રાજ્યમાં ઠંડી વધતાં શિયાળાનો અનુભવ થઈ રહ્યો છે.છેલ્લા 24 કલાકમાં રાજ્યના નલિયામાં લઘુત્તમ તાપમાન સૌથી ઓછું 12 ડિગ્રી નોંધાયું છે. જ્યારે અમરેલી અને કંડલામાં 12 ડિગ્રી તાપમાન નોંધાયું છે. તો બીજી તરફ હવામાન વિભાગે રાજ્યમાં કડકડતી ઠંડી પડવાની આગાહી કરી છે. ગુજરાતના 13 શહેરમાં લઘુતમ તાપમાન 20 ડિગ્રીની નીચે પહોંચી જાય તેવી શક્યતા છે. […]

અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં 2 દિવસમાં 10 દર્દીઓની લીથોટ્રીપ્સીથી સારવાર કરાઇ

અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં પેઇનલેસ પથરી ની સારવાર ઉપલબ્ધ થઈ છે. અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ફક્ત બે દિવસમાં 10 દર્દીઓને લીથોટ્રીપ્સીથી ઓપેરેશન વગર પથરીની સારવાર કરાઇ છે. આ અંગે વધુ વિગતો આપતા સિવિલ હોસ્પિટલ યુરોલોજી વિભાગનાં વડા ડૉ. શ્રેણીક શાહે જણાવ્યું હતું કે ,લીથોટ્રીપ્સી એટલે કે Extracorporeal Shock Wave Lithotripsy (ESWL) સારવાર એ કિડની અને મૂત્રમાર્ગ માં […]

ટોરેન્ટ ગ્રુપના યુ.એન.એફ. ફાઉન્ડેશન આયોજિત અભિવ્યક્તિની છઠ્ઠી આવૃત્તિના મંચ ઉપર ભારતની પરંપરાગત કલા, સંગીત અને નૃત્ય જીવંત બન્યા

અમદાવાદ: ટોરેન્ટ ગ્રુપના  મહેતા પરિવાર-પ્રેરિત યુ.એન.એમ. ફાઉન્ડેશનની પહેલ એવા અભિવ્યક્તિ- ધ સિટી આર્ટસ પ્રોજેક્ટની છઠ્ઠી આવૃત્તિ વિવિધ પ્રકારના પ્રદર્શનોને એક સાથે લઈને આવી છે, જેણે યુવાનોથી લઈને વૃદ્ધો સુધી તમામ વયના દર્શકોને મોહિત કર્યા છે. શુક્રવારે યોજાયેલ માર્શલ-આર્ટ ઉપર આધારિત સમકાલીન નૃત્ય, ૧૭મી સદીના પરંપરાગત સંગીત, પ્રયોગાત્મક રંચમંચ અને ભારતનાટ્યમ, કથક, મોહિનીઅટ્ટમ સહિતના ભારતીય શાસ્ત્રીય […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code