1. Home
  2. Tag "Gujarati news"

DRDOએ તૈયાર કરી છે સિક્રેટ મિસાઈલ, પળવારમાં તમામ દુશ્મનોને પરાસ્ત કરશે

ભારતીય સંરક્ષણ સંશોધન અને વિકાસ સંગઠન (DRDO) બંગાળની ખાડીમાં નવા મિસાઈલ પરીક્ષણની તૈયારી કરી રહ્યું છે. આ પરીક્ષણનો હેતુ ભારતીય રોકેટ ફોર્સની તાકાતને વધુ મજબૂત કરવાનો છે. જો કે, પરીક્ષણમાં કયા પ્રકારની મિસાઈલનો ઉપયોગ કરવામાં આવ્યો છે તે હજુ સુધી જાહેર કરવામાં આવ્યું નથી. કહેવામાં આવી રહ્યું છે કે આ પરીક્ષણ વિશાખાપટ્ટનમની આસપાસ થઈ શકે […]

ભારતના આકરા વલણ સામે કેનેડા નરમ પડ્યું, ભારતીય નેતાઓ સામેના આક્ષેપ મામલે કરી સ્પષ્ટતા

ભારત અને કેનેડા વચ્ચે ખાલિસ્તાની આતંકવાદી હરદીપ નિજ્જરના મોતને લઈને સતત તણાવ ચાલી રહ્યો છે. દરમિયાન, શુક્રવારે આ સમગ્ર મામલે કેનેડા દ્વારા એક મહત્વપૂર્ણ નિવેદન બહાર પાડવામાં આવ્યું છે. જેમાં કેનેડાએ સ્વીકાર્યું છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી, વિદેશ મંત્રી એસ. જયશંકર અને રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજિત ડોભાલને કેનેડામાં કોઈપણ “ગંભીર ગુનાહિત પ્રવૃત્તિ” સાથે જોડતા કોઈ […]

રાજકોટમાં જુના માર્કટિંગ યાર્ડમાં મગફળી અને બારદાનના જથ્થામાં લાગી આગ

ખેડુતો પાસેથી ટેકાના ભાવે ખરીદેલી મગફળી અને ખાલી બારદાનમાં આગ, બે કલાકની જહેમત બાદ આગ કાબુમાં આવી, મગફળીના 2000 કટ્ટા બચાવી લેવાયા રાજકોટઃ શહેરના જુના માર્કેટ યાર્ડમાં ટેકાના ભાવે ખરીદાયેલી મગફળી અને ખાલી બારદાનના જથ્થામાં આગ લાગતા અફડા-તફડી મચી ગઈ હતી. દરમિયાન આગ લાગ્યાની જાણ ફાયર બ્રિગેડને કરાતા ફાયર ફાયટરો દોડી આવ્યા હતા. અને બે […]

સામ્રાજ્યવાદ અને સંસ્થાનવાદી શક્તિઓએ આપણા સામાજિક માળખાને નષ્ટ કરવાનો પ્રયાસ કર્યો: રાષ્ટ્રપતિ

હૈદરાબાદઃ ભારતના રાષ્ટ્રપતિ શ્રીમતી. દ્રૌપદી મુર્મુએ આજે ​​હૈદરાબાદ, તેલંગાણામાં લોકમંથન-2024ના ઉદ્ઘાટન સત્રમાં હાજરી આપી હતી. આ પ્રસંગે રાષ્ટ્રપતિએ લોકમંથનનું આયોજન કરવા બદલ તમામ હિતધારકોની પ્રશંસા કરી હતી. તેમણે કહ્યું કે ભારતની સમૃદ્ધ સંસ્કૃતિ, પરંપરાઓ અને વારસાને એકતાના સૂત્રમાં બાંધવાનો આ એક પ્રશંસનીય પ્રયાસ છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે તમામ નાગરિકોએ ભારતના સાંસ્કૃતિક અને બૌદ્ધિક વારસાને […]

સુરતમાં વાહનો પર આંખોને આંજી નાંખતી સફેદ LED સામે પોલીસની ઝૂંબેશ

શહેરમાં 20 જેટલા વાહનચાલકો પાસેથી દંડ વસુલાયો, સફેદ LEDને લીધે અકસ્માતોના બનાવો વધતા હોવાનું તારણ, વાહનોની હેડલાઈટ્સમાં પ્રોજેક્ટર લગાવનારા સામે પગલાં લેવાશે સુરતઃ ગુજરાતમાં રોડ અકસ્માતોના બનાવો વધતા જાય છે. અકસ્માતોના વિવિધ કારણોમાં વાહનો પર સફેદ એલઈડી પ્રોજેક્ટર હેડ લાઈટ્સ પણ કારણભૂત છે. આવી લાઈટ્સ પ્રતિબંધિત છે. છતાંયે વાહનચાલકો બિન્દાસ્તથી પોતાના કાર કે એસયુવીમાં એલઈડી […]

દિલ્હી અને NCRમાં હવાની ગુણવત્તા ખૂબ જ નબળી શ્રેણીમાં, સરેરાશ AQI 371 નોંધાયો

રાતે અને સવારે ધુમ્મસની સંભાવના વ્યક્ત કરાઈ દિલ્હીના અનેક વિસ્તારમાં એક્યુઆઈ 400ને પાર નવી દિલ્હીઃ દિલ્હી અને રાષ્ટ્રીય રાજધાની ક્ષેત્રમાં હવાની ગુણવત્તા ખૂબ જ નબળી શ્રેણીમાં છે. આજે સવારે 7 વાગ્યા સુધી દિલ્હીમાં સરેરાશ હવાની ગુણવત્તા 371 નોંધાઈ હતી. દિલ્હીના કેટલાક ભાગોમાં તે 400 થી વધુ હતો. તે દિલ્હીના જહાંગીરપુરીમાં 426, આનંદ વિહારમાં 410, સોનિયા વિહારમાં […]

ગુજરાતમાં જંત્રીના દરમાં વધારો થવાથી મકાનો ખરીદવા મોંઘા પડશે

રિયલ એસ્ટેટમાં મંદી આવવાના એંધાણ, લોકોને મકાન ખરીદવું 35થી 40 ટકા મોંઘુ પડશે, રિડેવલપમેન્ટના કામો પણ અટકી જશે ગાંધીનગરઃ ગુજરાતમાં જંત્રીના દર અંગે નવો મુસદ્દો જાહેર કરીને સરકારે લોકો પાસેથી વાંધા-સુચનો મંગાવ્યા છે. ગુજરાત સરકાર 1લી એપ્રિલથી જંત્રના નવા દર લાગુ કરવા મક્કમ છે. જંત્રીના નવા દર લાગુ થતાં જ લોકોને મકાનો ખરીદવા મોંઘા પડશે. […]

અમદાવાદમાં જાહેરમાં ગંદકી કરતાં 162 દુકાનો-ઓફિસ પાસેથી દંડ વસુલાયો

એએમસીએ 5 દુકાનોને સીલ માર્યા, 162 દુકાનદારો પાસેથી 91400નો દંડ વસુલાયો, મહાનુભાવોની પ્રતિમાની સાફ-સફાઈ થતી ન હોવાની ફરિયાદ અમદાવાદઃ શહેરને સ્વચ્છ બનાવવા માટે મ્યુનિ.કોર્પોરેશન દ્વારા અનેક પ્રયાસો કરવામાં આવે છે, છતાંયે કેટલાક લોકો જાહેરમાં ગંદકી કરતા હોય છે. રોડ પર પાન-માવાની પીચકારી મારતા હોય છે. ત્યારે જાહેર રોડ-રસ્તાઓ પર ગંદકી કરનારા સામે મ્યુનિના સોલિડ વેસ્ટ […]

અમદાવાદમાં આવકના ખોટા દાખલાથી RTE હેઠળ એડમિશન લેનારા 140ના પ્રવેશ રદ

વાલીની 24 લાખની આવક છતાંયે દોઢ લાખની આવક દર્શાવી, DEO કચેરીએ તપાસ કરતા ભાંડો ફુંટ્યો, હવે પ્રવેશ લેનારા વિદ્યાર્થીએ સ્કૂલ બદલવી પડશે અથવા ફી આપવી પડશે અમદાવાદઃ ગરીબ પરિવારોના બાળકો ખાનગી સ્કુલોમાં અભ્યાસ કરી શકે તે માટે સરકારે રાઈટ ટુ એજ્યકેશન યાને આરટીઈનો કાયદો બનાવ્યો છે. આ કાયદા અંતર્ગત જે વાલીની ફી 1,50 લાખ કે […]

હળવદમાં કુવો ગાળતી વખતે ગેસ ગળતર, એકનું મોત

ગેસ ગળતરની ધટનામાં બે વ્યક્તિને અસર બંને અસરગ્રસ્તોને હોસ્પિટલ ખસેડાયાં સમગ્ર ઘટના અંગે પોલીસે તપાસ શરૂ કરી રાજકોટઃ મોરબીના હળવદમાં કુવો ગાળવાની કામગીરી દરમિયાન ગેસ ગળતરની ઘટના બનતા દોડધામ મચી ગઈ હતી. આ ઘટનામાં એક વ્યક્તિનું મોત થયું હતું. જ્યારે બે વ્યક્તિને અસર થતા તેમને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યાં હતા. પ્રાપ્ત માહિતી અનુસાર, મોરબીમાં […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code