ગલ્ફ અને આફ્રિકન દેશોના નાગરિકોમાં મેડિકલ ટુરિઝમ માટે ગુજરાત પ્રથમ પસંદગી: ઋષિકેશ પટેલ
ગાંધીનગરઃ અમદાવાદ ખાતે આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે હેલ્થકેર ઓનર્સ કોન્કલેવ ‘H.O.Con’નો શુભારંભ કરાવ્યો હતો. કોન્કલેવના ઉદ્ઘાટન પ્રસંગે મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે, તબીબી ક્ષેત્રે ગુજરાતે અનેક નોંધપાત્ર ઉપલબ્ધીઓ હાંસલ કરી છે. સાર્વજનિક આરોગ્ય સુવિધાઓને વધુ ગુણવત્તાયુક્ત અને સર્વવ્યાપી બનાવવા માટે રાજ્ય સરકાર પ્રતિબદ્ધ છે. આગામી સમયમાં કેન્સર અને ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટની વિશ્વ સ્તરીય સુવિધાઓ ગુજરાતમાં નિર્માણ […]