ગુજરાતમાં માવઠાની આગાહી છે, તે પહેલા બનાસકાંઠા અને દાહોદમાં ભારે પવન સાથે કરાં પડ્યાં
અમદાવાદઃ ગુજરાતમાં ભર ઉનાળે શનિવારથી સોમવાર સુધી એટલે કે, 13મીથી 15મી એપ્રિલ દરમિયાન 3 દિવસ માવઠાની આગાહી કરવામાં આવી છે. ત્યારે બુધવારે દાહોદ અને બનાસકાંઠા જિલ્લાના વાતાવરણમાં એકાએક પલટો આવતા ભારે પવન સાથે કમોસમી વરસાદના ઝાપટાં તેમજ કેટલાક વિસ્તારમાં કરાં પડ્યા હતા. દાહોદ શહેર અને ઝાલોદ પંથકમાં સાંજના સમયે આકરા તાપ વચ્ચે ભારે પવન અને […]