હેપી બર્થ ડે અમદાવાદ, આજે 612 વર્ષ પુરા થયાં, શહેરના ભૂતકાળ જેમ વર્તમાનકાળ ભવ્યાતિભવ્ય છે
અમદાવાદઃ શહેરનો આજે 612મો જન્મ દિવસ છે. ઈ.સ.1411ની 26મી ફેબ્રુઆરીએ અહમદશાહ બાદશાહે હાલના એલીસબ્રીજ પાસે માણેક બુરાજની ખાંભી લગાવીને સાબરમતી નદીના તટે અમદાવાદ શહેરનો પાયો નાંખ્યો હતો અને નદીકાંઠે એક નગર વસાવ્યું. જેને અહમદાબાદ નામ આપવામાં આવ્યું. જે બાદમાં અપભ્રંશ થઈને અમદાવાદના નામે ઓળખાયું. લોકવાયકા એવી પણ છે. કે જબ કૂત્તા પર સસ્સા આયા તો […]