1. Home
  2. Tag "Harsh Sanghvi"

ગુજરાતમાં ડ્રગ્સ પોલીસની મહેનતથી પકડાય છે, અને આ લડાઈ ખૂબ લાંબી ચાલશેઃ હર્ષ સંઘવી

ગાંધીનગરઃ ગૃહ રાજ્ય મંત્રી  હર્ષ સંઘવીએ જણાવ્યું છે કે, ગુજરાતમાં ડ્રગ્સ સામેથી પકડાતું નથી પણ ગુજરાત પોલીસની મહેનત-મક્કમતાથી અને રાજ્ય સરકારની દ્રઢ ઈચ્છાશક્તિના પરિણામે ડ્રગ્સ પકડાય છે. મુખ્યમંત્રી  ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ આ લડાઈ હજી ખૂબ લાંબી ચાલશે. મહારાષ્ટ્ર, પંજાબ, છત્તીસગઢ, દિલ્હી, રાજસ્થાન અને ઝારખંડ જેવા રાજ્યોનું ડ્રગ્સ નેટવર્ક તોડવામાં ગુજરાત પોલીસની ભૂમિકા અત્યંત મહત્વની […]

પોલીસ કર્મચારીઓને પબ્લિક સિક્યોરીટી ઈન્સેન્ટીવ આપવાનું જાહેર કરવામાં આવ્યું

અમદાવાદઃ પોલીસ વિભાગના કર્મચારીઓ દ્વારા ગ્રેડ પેની માંગણીને લઇને અનેક આંદોલન કરવામાં આવ્યા હતા. જેના પગલે બનાવવામાં આવેલી ખાસ સમિતિએ કરેલી ભલામણ મુજબ ગ્રેડ પેના બદલે પબ્લિક સિક્યોરીટી ઈન્સેન્ટીવ એટલે જાહેર સુરક્ષા પ્રોત્સાહનના નામે એલઆરડીથી માંડીને આસિસ્ટન્ટ સબ ઇન્સ્પેક્ટર દરજ્જાના પોલીસ કર્મચારીને રૂપિયા 3,500થી લઇ 5,000 રૂપિયાનો માસિક વઘારો આપવાનો નિર્ણય કરાયો છે.  જે અંગે […]

ગુજરાત પોલીસે વિવિધ રાજ્યમાં ડ્રગ્સ પહોંચાડવાનું ષડયંત્ર રચનાર માફિયાઓની સાંકળ તોડીઃ હર્ષ સંઘવી

અમદાવાદઃ સુરત શહેરના નાગરિકોને ઝડપી ન્યાય મળે અને સરળતાથી પોલીસ સેવા સુલભ બને તે માટે અમરોલી પોલીસ સ્ટેશનથી વિભાજીત કરાયેલા ઉત્રાણ ગામ ખાતેના ઉત્રાણ પોલીસ સ્ટેશનનું કૃષિ, ઉર્જા રાજ્યમંત્રી મુકેશભાઈ પટેલની ઉપસ્થિતિમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે લોકાર્પણ કરાયું હતું. ઉત્રાણ પોલીસ સ્ટેશનથી મોટા વરાછા, ભરથાણા અને ઉત્રાણ વિસ્તારના 3.50 લાખથી વધુ લોકોને ફાયદો થશે. […]

ગુજરાત પોલીસે છ મહિનામાં 4 હજાર કરોડથી વધુનું ડ્રગ્સ ઝડપ્યું : હર્ષ સંઘવી

અમદાવાદઃ ગુજરાત પોલીસે છેલ્લા છ માસમાં 4,000 કરોડથી વધુનું  ડ્રગ્સ જપ્ત કર્યું છે. ગુજરાતના પોલીસકર્મીઓ રાજ્યના નાગરિકો અને યુવાનોની ચિંતા કરે છે કે તેઓ વ્યસનના ખોટા માર્ગે ન જાય તે માટે અથાક પ્રયત્ન કરે છે, જે ખરેખર સરાહનીય છે. તેમ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું. તેમણે વધુમાં કહ્યું હતું કે, અમદાવાદ પોલીસ દ્વારા શરૂ […]

હીરા ઉદ્યોગના વેપારીઓ સાથે થતી છેતરપીંડી રોકવા “સીટ”ની રચના કરાશે: હર્ષ સંઘવી

સુરતઃ શહેર હીરા ઉદ્યોગનું માનચેસ્ટર ગણાય છે. હીરા ઉદ્યોગ સાથે અનેક લોકો સંકળાયેલા છે, અને લાખો લોકોને રોજગારી આપતો ઉદ્યોગ છે. હીરાના વેપારીઓ અવાર-નવાર છેતરપિંડીનો ભોગ બનતા હોય છે. ત્યારે રાજ્ય ગૃહમંત્રી  હર્ષ સંઘવીએ મહત્વની જાહેરાત કરી છે. સુરત ડાયમંડ એસોસિએશન દ્વારા આયોજિત નેચરલ અને લેબગ્રોનના લુઝ ડાયમંડના એક્ઝિબિશનના ઉદ્દઘાટન પ્રસંગે ઉપસ્થિતરહેલા ગૃહમંત્રી હર્ષ સંઘવીએ […]

ગુજરાતમાં જધન્ય અપરાધ કરવાવાળાને કોઇ સ્થાન નથીઃ હર્ષ સંઘવી

અમદાવાદઃ ગુજરાતમાં જધન્ય અપરાધ કરવાવાળાને કોઇ સ્થાન નથી. આવા અપરાધોને રાજ્ય સરકાર સાંખી લેશે નહીં. તેવી ચેતવણી રાજ્યના ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ ગુનેગારોને આપી હતી. તેમજ કહ્યું હતું કે, રાજ્ય સરકારની દ્રઢ ઇચ્છાશક્તિના પરિણામે તાજેતરમા સુરત ખાતે થયેલ ગ્રીષ્માના હત્યા કેસમાં  કોર્ટ દ્વારા માત્ર ૭૦ દિવસમાં આ ગુનાને રેરેસ્ટ ઓફ ધ રેર ગણીને આરોપીને ફાંસીની […]

ગુજરાતમાં પોલીસની સારી કામગીરીને લીધે અગાઉ ન પકડાયું હોય તેટલું ડ્રગ્સ પકડાયું છે, હર્ષ સંઘવી

સુરતઃ ગુજરાતમાં છેલ્લા કેટલાક મહિનાઓથી ડ્રગ્સ પકડવાનો સીલસિલો યથાવત રહ્યો છે.છાસવારે પકડાતાં ડ્રગ્સને લઈને રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ પોલીસના ભરપેટ વખાણ કર્યા હતાં. ગુજરાત પોલીસની કામગીરીને બિરદાવતા તેમણે કહ્યું હતું કે, ગુજરાત પોલીસે હાલના સમયમાં સૌથી વધારે ડ્રગ્સ પકડયુ છે, જે આગાઉ ક્યારે પકડાયુ ન હતું.ગુજરાત પોલીસે ડ્રગ્સ માફિયાઓમાં ડર ઉભો કર્યો છે. જે રાજ્યની […]

ગુજરાતમાં સ્પોર્ટસ કોમ્પ્લેક્સની સંખ્યા વધીને 24 ઉપર પહોંચીઃ હર્ષ સંઘવી

અમદાવાદઃ વિધાનસભા ગૃહ ખાતે રાજ્યમાં રાષ્ટ્રીયકક્ષાના ખેલાડીને વૃત્તિકા સહાય આપવાની યોજના સંદર્ભે પૂછાયેલાં પ્રશ્નનો જવાબ આપતા રમતગમત રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કહ્યું કે, સર્વાંગી વિકાસ પામેલું ગુજરાત રમતગમત ક્ષેત્રે વિશ્વનું રોલ મોડેલ બનશે. રાજ્ય સરકાર દ્વારા રાષ્ટ્રકક્ષાએ ભાગ લેતા ખેલાડીઓને વાર્ષિક રૂ. 2000 વૃતિકા સહાય આપવાની યોજના અમલમાં છે. રાજ્યના ખેલાડી પોતાની પ્રતિભા કૌશલ્ય ઉપસાવી વૈશ્વિક […]

ઐતિહાસિક પુરાતત્વ સ્થળોની ધરોહર ધરાવતું વડનગર જીવંત નગર તરીકે પ્રસ્થાપિત થયું: હર્ષ સંઘવી

અમદાવાદઃ તાનારીરી પરફોર્મિંગ આર્ટસ કોલેજમાં ચાલતા અભ્યાસક્રમો સંદર્ભે વિધાનસભાગૃહમાં પૂછાયેલા પ્રશ્નનો પ્રત્યુત્તર આપતા ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, પીએમ મોદીના જન્મસ્થળ એવા વડનગરમાં અનેક મહત્વના રાષ્ટ્રીય સ્મારકો આવેલા છે. વડનગર એ પુરાતત્વની દ્રષ્ટીએ એક આગવી અજાયબી છે ત્યારે વિશ્વને આકર્ષિત કરનારી આ નગરી પુરાતત્વના અભ્યાસ કરનાર માટે મહત્વની સાબિત થઈ છે. જેમાં અજપાલ […]

પોલીસ ફરિયાદ દાખલ કરવા સિનીયર સિટીઝન્સ માટે વિશેષ ડિજિટલ વ્યવસ્થા ઊભી કરવામાં આવશે: ગૃહરાજ્યમંત્રી

અમદાવાદઃ સિનીયર સિટીઝન્સને પોલીસ ફરિયાદ દાખલ કરવા કલાકો રાહ ન જોવી પડે તે માટે વિશેષ ડિજિટલ વ્યવસ્થા ઊભી કરવામાં આવશે તેમજ અલથાણ વિસ્તારમાં વરિષ્ઠ નાગરિકો માટે લાઇબ્રેરી, હોલ અને ગાર્ડન બનાવવામાં આવશે. તેમ ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું. ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે સુરતમાં સિટીલાઈટના ગ્રીન એવેન્યુ વોકિંગ સ્ટ્રીટ ખાતે લક્ષ્મીનારાયણ સેવા સમિતિ દ્વારા નિર્મિત […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code