1. Home
  2. Tag "heat"

એરફોર્સના એર શો બાદ ગરમીના કારણે પાંચ લોકોના મોત થયાઃ આરોગ્ય મંત્રી

ચેન્નાઈ: તમિલનાડુના મરિના બીચ પર ભારતીય વાયુસેનાના એર શો પછી ગરમીના કારણે પાંચ લોકોના મોત થયા હતા અને તમામને સરકારી હોસ્પિટલોમાં મૃત અવસ્થામાં લાવવામાં આવ્યા હતા. તેમ તમિલનાડુના સ્વાસ્થ્ય મંત્રી મા સુબ્રમણ્યમે જણાવ્યું હતું. સ્વાસ્થ્ય મંત્રી મા સુબ્રમણ્યમે રાજકીય પક્ષો અને મીડિયાને આ મુદ્દે રાજનીતિ ન કરવાની અપીલ કરી હતી. સુબ્રમણ્યમે જણાવ્યું હતું કે મરિના […]

વધારે ઠંડી અને ગરમી હાર્ટએટેકવાળા દર્દીઓ માટે કેમ ખતરનાક હોય છે?

હાર્ટ એટેક વાળા દર્દીઓની તબિયત ખૂબ જ નાજુક બની જાય છે. આવામાં હવામાનમાં થતા ફેરફાર, ખાસ કરીને વધારે ઠંડી અને વધારે ગરમી તેમના માટે ખતરનાક છે. જાણીએ શા માટે અને કેવી રીતે તેનાથી બચી શકાય. ઠંડીની અસર રક્તવાહિનીઓ સાંકડી થવી: ઠંડીના વાતાવરણમાં આપણી રક્તવાહિનીઓ સાંકડી થઈ જાય છે. તેનાથી લોહીનો પ્રવાહ ઓછો થાય છે અને […]

રશિયા: સાઇબિરીયામાં ગરમીએ તમામ રેકોર્ડ તોડ્યા

વિશ્વનું સૌથી ઠંડું સ્થળ રશિયાનું પશ્ચિમી સાઇબિરીયા આ દિવસોમાં જીવલેણ ગરમીનો અનુભવ કરી રહ્યું છે. ઘણા વિસ્તારોમાં તાપમાને છેલ્લા 50 વર્ષનો રેકોર્ડ તોડી નાખ્યો છે. પશ્ચિમ સાઇબેરીયન હાઇડ્રોમેટિયોરોલોજિકલ એન્ડ એન્વાયર્નમેન્ટલ મોનિટરિંગની હવામાન આગાહી સેવાના વડા નતાલિયા કિચાનોવાએ જણાવ્યું હતું કે, ઘણા વિસ્તારોમાં ખાસ કરીને નોવોસિબિર્સ્ક અને કેમેરોવો ઓબ્લાસ્ટ્સ, તેમજ અલ્તાઇ પ્રદેશ અને અલ્તાઇ રિપબ્લિકમાં, તાપમાન […]

સાઉદી અરબિયાઃ ગરમીમાં મૃત્યુ પામનાર અનેક શ્રદ્ધાળુઓને ચોંકાવનારો ખુલાસો

નવી દિલ્હીઃ સાઉદી અરેબિયામાં ગરમીના કારણે હજ પર જઈ રહેલા કેટલાક લોકોના મોતના મામલામાં મોટો ખુલાસો થયો છે. અત્યાર સુધીમાં 1000 થી વધુ શ્રદ્ધાળુઓએ જીવ ગુમાવ્યો છે. આ લોકોના મૃત્યુનું કારણ અતિશય ગરમી અને લૂ માનવામાં આવે છે. મક્કામાં તાપમાન 50 ડિગ્રી સેલ્સિયસથી ઉપર છે, ત્યાંના તીર્થયાત્રીઓ હીટ સ્ટ્રોકનો શિકાર બની રહ્યા છે, પરંતુ હવે […]

મક્કામાં તાપમાન 51.8 ડિગ્રી સેલ્સિયસ પહોંચ્યું, ગરમીને કારણે 600થી વધારે હજયાત્રીઓના મોત

સાઉદી અરેબિયાના મક્કામાં હજ માટે આવતા યાત્રિકો પર ગરમીનો કહેર વર્તાઈ રહ્યો છે. 12 જૂનથી 19 જૂન સુધી ચાલનારી હજયાત્રા દરમિયાન પ્રચંડ ગરમીને લીધે અત્યાર સુધીમાં કુલ 577 હજયાત્રીઓના મોત થયા છે. ગરમીના કારણે બિમાર પડેલા લગભગ 2000 યાત્રીઓને સારવાર આપવામાં આવી રહી છે. ધ ગાર્ડિયન અખબારના અહેવાલ મુજબ, મૃતક હજ યાત્રીકોમાં 323 ઈજિપ્તના અને […]

ગરમીને કારણે કિડની સ્ટોનની બીમારી વધે છે? ડિહાઇડ્રેશનતો નથીને તેનું કારણ

આ દિવસોમાં ઉત્તર ભારતમાં ભારે ગરમી પડી રહી છે. આ દિવસોમાં દિલ્હીમાં કિડની સ્ટોનના દર્દીઓમાં સતત વધારો થઈ રહ્યો છે. આમાં મોટાભાગના લોકો 20-40 વર્ષની ઉંમર વાળા છે. ગરમીના કારણે શરીરમાં પાણીની કમી એટલે કે ડીહાઈડ્રેશનની સમસ્યા થાય છે. યુવાનોમાં આ વધુને વધુ જોવા મળી રહ્યું છે. કૉલેજ અથવા ઑફિસ જતી વખતે બહાર રહેવાથી વધુ […]

ACની જેમ કામ કરશે તમારુ કૂલર, ગરમીથી બચવા માટે આ ટ્રિક આવશે કામ

કૂલર આપણને હવાતો પૂરી પાડે જ છે પણ તેનો ઉપયોગ AC તરીકે પણ કરી શકો છો. કૂલરને ACની રીતે ઉપયોગ કરવા માટે કેટલીક સરળ ટ્રિક છે. જેને તમે ફોલો કરી શકો છો. ઠંડુ પાણી અને બરફ નાખોઃ કૂલરની ટાંકીમાં હંમેશા ઠંડુ પાણી ભરો. ઠંડુ પાણી હવાને વધારે ઠંડી બનાવવામાં મદદ કરે છે. સવારે અને સાંજે […]

હદથી વધારે ગરમી પડવાથી શરીર પર શું અસર થાય છે? જાણો…

સમગ્ર ભારતમાં ભારે ગરમી છે. પણ ખાસ કરીને ઉત્તર ભારતમાં સ્થિતિ એવી છે કે તમે રસ્તા પર ઈંડાની આમલેટ બનાવી શકો છો. હીટવેવને મજાકમાં ના લો, તે શરીરમાંથી પાણી નિચોવવાનું કામ કરે છે. હવે પ્રશ્ન ઉઠે છે તે આ આ ભીષણ ગરમીમાં શરીરના અંદર શું થાય છે? ક્યા ક્યા કેમિકલ રિએક્શન થાય છે. ડિહાઈટ્રેશનથી લઈને […]

ગુજરાતમાં ગરમીના લીધે શાળાઓમાં વેકેશન લંબાવવા શાળા સંચાલકોની CMને રજુઆત

ગાંધીનગરઃ ગુજરાતમાં શાળાઓમાં હાલ ઉનાળું વેકેશન ચાલી રહ્યું છે. અને 13મી જુનથી નવા શૈક્ષણિક સત્રનો પ્રારંભ થશે. બીજી બાજુ જુનના બીજા-ત્રીજા સપ્તાહમાં 41થી 42 ડિગ્રી રહેવાની શક્યતા છે. ત્યારે શાળાઓને ઉનાળું વેકેશનમાં એક સપ્તાહનો વધારો કરવા શાળા સંચાલક મંડળે મુખ્યમંત્રીને રજુઆત કરી છે. ગુજરાત રાજ્ય શાળા સંચાલક મંડળે રાજ્યમાં શાળાઓનું વેકેશન 13 જૂનને બદલે 20 […]

તરુણોએ ગરમીથી બચાવવા તેમની જીવનશૈલીમાં કેવા ફેરફારો કરવા જોઈએ, જાણો….

દેશના ઘણા રાજ્યોમાં આ સમયે ભારે ગરમી પડી રહી છે. તાપમાન 40 ડિગ્રીને પાર પહોંચી ગયું છે. ગરમ પવનો અને તાપમાનમાં વધારો થવાથી તમામ ઉંમરના લોકો માટે સમસ્યા સર્જાઈ શકે છે. ખાસ કરીને કિશોરો, જેમને અભ્યાસ, કૉલેજ અથવા અન્ય કામ માટે બહાર જવું પડે છે, તેઓને હીટવેવનું જોખમ વધુ હોય છે. આ સમય દરમિયાન તેમના […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code