1. Home
  2. Tag "heatwave"

ઉત્તરભારતની જનતાને ગરમીમાંથી હાલ નહીં મેળે રાહત, હીટવેવનું હવામાન વિભાગે આપ્યું એલર્ટ

નવી દિલ્હી: દેશનો મોટા ભાગનો વિસ્તાર આકરી ગરમીથી ત્રસ્ત છે. લોકો જ્યારે પણ ઘરની બહાર નીકળે છે ત્યારે ગરમ પવનનો માર સહન કરવો પડે છે. એટલું જ નહીં બપોરના સમયે લોકોને ઘરની બહાર નીકળવામાં પણ મુશ્કેલી પડી રહી છે. દરમિયાન, હવામાન વિભાગે આગામી દિવસોને લઈને મોટું અપડેટ આપ્યું છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર હાલ કાળઝાળ […]

ઉત્તર ભારતના મોટા ભાગના રાજ્યોમાં ગરમીનો કહેર, રાજસ્થાનના મોટાભાગના વિસ્તારોમાં રેડ એલર્ટ

નવી દિલ્હીઃ ઉત્તર ભારતના મોટા ભાગના રાજ્યોમાં ગરમીનો કહેર વર્તાઈ રહ્યો છે. રાજસ્થાનમાં ભીષણ ગરમીથી લોકો ત્રસ્ત બન્યા છે. રાજસ્થાનના ચાર જીલ્લાઓમાં ભીષણ ગરમીમાં 4 લોકોના મૃત્યુ નીપજ્યાં છે. રાજ્યની સરકારી હોસ્પિટલના દરેક ડોકટરો અને પેરા મેડીકલ સ્ટાફની રજાઓ રદ્દ કરી દેવામાં આવી છે. રાજસ્થાનમાં તાપમાન સતત બીજા દિવસે 48 ડીગ્રીથી વધુ નોંધાયું હતું. રાજસ્થાનમાં મોટા […]

રાજ્યમાં 5 દિવસ કાળઝાળ ગરમીની હવામાન વિભાગની આગાહી

કાળઝાળ ગરમી અંગે હવામાન વિભાગે આગાહી કરી છે. જે મુજબ અંગ દઝાડતી ગરમીને હજુ પણ આગામી પાંચ દિવસ સુધી સહન કરવી પડશે. જેમાં 9 જિલ્લાઓમાં ગરમીની અસર વધુ રહેતા હિટવેવની અસર રહેશે. અમદાવાદ, ગાંધીનગર, જૂનાગઢ, રાજકોટ, કચ્છ, બનાસકાંઠા, પોરબંદર, વલસાડ અને ભાવનગરમાં હિટવેવની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. હિટવેવ સામે રક્ષણ માટે લોકોએ વારંવાર પાણી […]

અમદાવાદ: હીટવેવના કારણે લૂ, ઝાડા ઉલ્ટીના કેસમાં વધારો

અમદાવાદમાં હીટવેવના કારણે સ્થાનિકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. હવામાન ખાતાની અગાહી પ્રમાણે થોડા દિવસ ગરમીમાંથી રાહત મળવાની કોઈ શક્યતા દેખાતી નથી. હીટવેવના કારણે અમદાવાદમાં ગરમીના કારણે લૂ લાગવાના, ઝાડા – ઉલ્ટીના કેસમાં ઉછાળો આવ્યો છે. અમદાવાદમાં આજે મહત્તમ 45 ડિગ્રીએ તાપમાનનો પારો પહોંચ્યો છે. મે મહિનામાં 18 દિવસોમાં અમદાવાદમાં 108ને 4 હજાર […]

સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના જિલ્લામાં હીટવેવની આગાહી

અમદાવાદઃ અમદાવાદના હવામાન વિભાગ દ્વારા આગામી ત્રણ દિવસ માટે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના જિલ્લામાં હીટવેવની આગાહી કરવામાં આવી છે. અમદાવાદ 44 ડિગ્રીમાં અગનભઠ્ઠી બનશે. આ ઉપરાંત સમગ્ર ગુજરાત રાજ્યમાં ગાજવીજ સાથે વીજળીના ચમકારા અને વરસાદી છાંટા વરસી શકે છે. આગામી 24 કલાક માટે સૌરાષ્ટ્રના તમામ જિલ્લાઓ, અમદાવાદ, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, દાહોદમાં વરસાદી છાંટા વરસી શકે […]

એક ગ્લાસ પાણીમાં ચપટી મીઠું મિલાવીને બનાવો આ ખાસ ડ્રિંક, હીટવેવ ટચ નહીં કરી શકે

ઉનાળો હોય ત્યારે ઠંડુ પાણી શરીર માટે ખુબ ફાયદાકારક હોય છે. એટલા માટે દરેક ઋતુમાં ખુબ પાણી પીવું જોઈએ જેથી શરીરની ગંદકી આરામથી બહાર નિકળી શકે. પણ તમે જાણો છો ઉનાળાની સીઝનમાં એક ટાઈમ મીઠા વાળુ પાણી જરૂર પીવુ જોઈએ? • ઉનાળાની ઋતુમાં ખાવાથી વધારે લિક્વિડ અને પાણી પીવો ઉનાળામાં ઘણીવાર શરીરમાં પાણીની ઉણપ રહે […]

ગુજરાતમાં મોટા ભાગના વિસ્તારોમાં યલો એલર્ટ જાહેર, કચ્છમાં હીટવેવની આગાહી

અમદાવાદઃ ગુજરાતમાં ગરમીએ પોતાની ચરમસીમા વટાવી દીધી છે. ત્યારે અમદાવાદમાં ગરમીથી લોકો ત્રાહિમામ પોકારી ગયા છે. અગાઉ અમદાવાદમાં 43 ડિગ્રી મહત્તમ તાપમાન નોંધાતા રાજ્યનું સૌથી ગરમ શહેર બન્યું હતું. ગુજરાતમાં મોટા ભાગના વિસ્તારોમાં યલો એલર્ટ પણ જાહેર કરાયેલું છે. ત્યારે હવામાન વિભાગે કચ્છમાં હીટવેવની આગાહી કરી છે. હવામાન વિભાગે આપેલા આંકડા પ્રમાણે ગુજરાતમાં 32 ડિગ્રીથી […]

હિટવેવથી આપણા આરોગ્યને થાય છે વધારે અસર, મૃત્યુ થવાનું જોખમ

ગુજરાત સહિત દેશના અનેક રાજ્યોમાં હાલ કાળઝાળ ગરમી પડી રહી છે.  દરમિયાન વધતી ગરમીના કારણે ઉત્તર પ્રદેશમાં પણ 2 લોકોના મોત થયા છે. મે મહિનાની શરૂઆતમાં આવી ભારે ગરમીના કારણે લોકો ભારે હાલાકીમાં મુકાયા છે. જો તમે લાંબા સમય સુધી પાણી પીતા નથી, પછી ભલે તમે ઘરમાં રહો કે બહાર જતા હોવ તો તમને એવું […]

પૂર્વોત્તર ભારતમાં વાવાઝોડા અને તોફાની પવન સાથે ભારે વરસાદની આગાહી

નવી દિલ્હીઃ હવામાન વિભાગની આગાહી અનુસાર, એક ચક્રવાતી પરિભ્રમણ ઇશાન બાંગ્લાદેશ ઉપર આવેલું છે અને એક ટ્રફ રેખામાં બિહારથી નાગાલેન્ડ સુધી નીચા ટ્રોપોસ્પેરિક સ્તરોમાં ચાલે છે. બીજું ચક્રવાત પરિભ્રમણ ઉત્તર-પૂર્વ આસામમાં નીચા ટ્રોપોસ્પેરિક સ્તરમાં આવેલું છે. બંગાળની ખાડીથી ઉત્તર-પૂર્વ ભારત સુધીના ઝડપી દક્ષિણ-પશ્ચિમ પવનો પ્રવર્તે છે. તેમના પ્રભાવ હેઠળ અરુણાચલ પ્રદેશ, આસામ, મેઘાલય, સિક્કિમ, નાગાલેન્ડ, મણિપુર, […]

કાળઝાળ ગરમીમાં ખેતી કામ કરતા ખેડૂતો માટે હીટવેવને લઈને એડવાઈઝરી જાહેર કરાઈ

અમદાવાદઃ ઉનાળાના બળબળતા તાપ વચ્ચે ખેતી કાર્યોમાં રાજ્યના ખેડૂતો હીટવેવ (લૂ)થી બચી શકે તે માટે ખેતી નિયામકની કચેરી દ્વારા હીટવેવ સામે લેવાના સાવચેતીના પગલાઓ અંગે સામાન્ય એડવાઈઝરી જાહેર કરવામાં આવી છે. આ એડવાઈઝરીમાં સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાતના મગફળી, કેળ, ઉનાળુ મગ, ઉનાળુ ડાંગર, ઉનાળુ શાકભાજી, ઉનાળુ બાજરી પકવતા ખેડૂતોને ખેતી કાર્યોમાં યોગ્ય […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code