1. Home
  2. Tag "heavy rain"

સૌરાષ્ટ્ર-કચ્છના કેટલાક ભાગોમાં અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદને લઈને રેડ એલર્ટ

અમદાવાદઃ સૌરાષ્ટ્ર-કચ્છના કેટલાક ભાગોમાં તથા દક્ષિણ ગુજરાતમાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. ગુજરાતમાં બે સિસ્ટમ એક્ટિવ થતાં પાંચ દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે. આગાહી અનુસાર, આગામી પાંચ દિવસ દરમિયાન સમગ્ર ગુજરાત રાજ્યમાં સાર્વત્રિક વરસાદની શક્યતા છે. આ ઉપરાંત આજે ગુજરાતના વિવિધ ભાગોમાં ક્યાંક અત્યંત ભારેથી અતિભારે તો ક્યાંક ભારે વરસાદની […]

આસામમાં ભારે વરસાદને પગલે બ્રહ્મપુત્રા નદી બે કાંઠે વહેલા લાગી, અનેક ગામમાં નદીના પાણી ઘુસ્યાં

નવી દિલ્હીઃ એક તરફ દેશમાં વરસાદની રાહ જોઈ રહેલા લોકો મેઘરાજાના આગમને કારણે ખુશીથી આનંદ માણી રહ્યા છે. તો બીજી તરફ દેશના મોટાભાગના ક્ષેત્રોમાં મેઘરાજાના અવિરત વરસવાને કારણે કટોકટીની પરિસ્થિતિ સર્જાઈ છે. ત્યારે ભારતના ઉત્તર-પૂર્વમાં અવરિત વરસાદને કારણે ભારે નાગરિકોને ભારે હાલાકિનો સામનો કરવો પડી રહ્યો છે.  બ્રહ્મપુત્રા નદીના પાણી ગામડાઓ સુધી પહોંચતા પૂરની સ્થિતિ વણસી […]

ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશ, પંજાબ અને મધ્ય પ્રદેશમાં ભારે વરસાદની આગાહી

નવી દિલ્હીઃ હવામાન વિભાગે કહ્યું છે કે આગામી બે-ત્રણ દિવસ દરમિયાન પશ્ચિમ રાજસ્થાન, હરિયાણા, ચંદીગઢ, પંજાબ અને પશ્ચિમ ઉત્તર પ્રદેશ, હિમાચલ પ્રદેશ અને જમ્મુના બાકીના ભાગોમાં દક્ષિણ-પશ્ચિમ ચોમાસું આગળ વધવા માટે સ્થિતિ અનુકૂળ છે. વિભાગનું કહેવું છે કે બુધવાર સુધી કોંકણ, ગોવા, મધ્ય મહારાષ્ટ્રમાં કેટલીક જગ્યાએ ભારે વરસાદ થઈ શકે છે. હવામાન વિભાગે કહ્યું કે […]

ગુજરાતમાં પાંચ દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી, દ્વારકા, જામનગરમાં રેડ એલર્ટ

અમદાવાદઃ  રાજ્યમાં દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં સમયાંતરે વરસાદના ઝાપટાં પડી રહ્યા છે. પણ ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં વરસાદની ચાતક નજરે રાહ જોવાય રહી છે, ત્યારે હવામાન વિભાગે રાજ્યભરમાં આગાની પાંચ દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. જેમાં જામનગર અને દ્વારકાને રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. માછીમારોને દરિયો ન ખેડવા ચેતવણી આપવામાં […]

મહારાષ્ટ્ર અને કર્ણાટકમાં ભારેથી અતિ ભારે વરસાદની સંભાવના

નવી દિલ્હીઃ આગામી 5 દિવસ દરમિયાન મહારાષ્ટ્ર, તટીય અને ઉત્તર આંતરિક કર્ણાટકમાં ભારેથી અતિ ભારે વરસાદની સંભાવના હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. બીજી તરફ 09 જૂનથી ઉત્તર-પશ્ચિમ ભારતમાં હીટવેવની સ્થિતિનો નવો રાઉન્ડ શરૂ થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. આગામી 5 દિવસ દરમિયાન પૂર્વ અને પૂર્વ મધ્ય ભારત, ઉત્તર પ્રદેશ અને ઉત્તર-પૂર્વ મધ્યપ્રદેશના […]

કેરળ: દક્ષિણ-પશ્ચિમ મોન્સુનના કારણે ભારે વરસાદની આગાહી

બેંગ્લોરઃ હાલ દેશમાં એક તરફ ભીષણ ગરમીનો અનુભવ થઈ રહ્યો છે તો બીજી બાજુ કેરળમાં વરસાદને કારણે વાતાવરણમાં ઠંડકનો અનુભવ થઈ રહ્યો છે. પંજાબ અને દિલ્લીમાં પણ ગઈકાલે થયેલા વરસાદથી થોડીક ઠંડક પ્રસરી છે. આજે પંજાબ, ચંદીગઢ અને હરિયાણામાં ભેજવાળું વાતાવરણ રહેશે. તો ઉત્તર પ્રદેશ તથા રાજસ્થાનમાં ગરમીનો અનુભવ થશે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આ રાજ્યોમાં […]

અફધાનિસ્તાનમાં ભારે વરસાદ બાદ પૂરની સ્થિતિ 

અફઘાનીસ્તાનમાં ભારે વરસાદને કારણે પુરનો કેર જોવા મળ્યો છે. થોડા સમય પહેલા મળેલી માહિતી મુજબ પુરના કારણે 50 લોકોના મૃત્યુ નીપજ્યા છે, અને કેટલાક લોકો લાપતા છે. અધિકારીઓના જણાવ્યા મુજબ મૃત્યુ પામનારાઓની સંખ્યામાં વધારો થઇ શકે છે. આ ઉપરાંત, તે પ્રદેશના કેટલાક મુખ્ય રસ્તાઓ પણ પુરના કારણે ધોવાઇ ગયા છે. ઉલ્લેખનીય છે કે, અફઘાનીસ્તાનમાં છેલ્લાં […]

પૂર્વોત્તર ભારતમાં વાવાઝોડા અને તોફાની પવન સાથે ભારે વરસાદની આગાહી

નવી દિલ્હીઃ હવામાન વિભાગની આગાહી અનુસાર, એક ચક્રવાતી પરિભ્રમણ ઇશાન બાંગ્લાદેશ ઉપર આવેલું છે અને એક ટ્રફ રેખામાં બિહારથી નાગાલેન્ડ સુધી નીચા ટ્રોપોસ્પેરિક સ્તરોમાં ચાલે છે. બીજું ચક્રવાત પરિભ્રમણ ઉત્તર-પૂર્વ આસામમાં નીચા ટ્રોપોસ્પેરિક સ્તરમાં આવેલું છે. બંગાળની ખાડીથી ઉત્તર-પૂર્વ ભારત સુધીના ઝડપી દક્ષિણ-પશ્ચિમ પવનો પ્રવર્તે છે. તેમના પ્રભાવ હેઠળ અરુણાચલ પ્રદેશ, આસામ, મેઘાલય, સિક્કિમ, નાગાલેન્ડ, મણિપુર, […]

દુબઈના રણમાં ભારે વરસાદ, એરપોર્ટ પાણીથી ભરાઈ ગયું

નવી દિલ્હીઃસંયુક્ત આરબ અમીરાતમાં ભારે વરસાદના કારણે પૂરની સ્થિતિ સર્જાઈ છે. UAE મંગળવારે ભારે વરસાદ વરસ્યો હતો. જેના કારણે અનેક શહેરો જામ થઈ ગયા છે. પડોશી દેશ ઓમાનમાં ભારે વરસાદને કારણે આવેલા પૂરને કારણે 18 લોકોના મોત થયા છે. ઓમાનમાં તાજેતરના દિવસોમાં પૂરને કારણે 18 લોકોના મોત થયા છે. જેમાં 10 શાળાના બાળકોનો સમાવેશ થાય […]

ઉત્તર-પશ્ચિમ અને મધ્ય ભારતમાં વાવાઝોડ સાથે ભારે વરસાદની આગાહી

નવી દિલ્હીઃ હવામાન વિભાગે આગાહી કરી છે કે, રાજસ્થાનમાં આગામી ત્રણ દિવસમાં ધૂળનું તોફાન આવશે અને ઉત્તર-પશ્ચિમ અને મધ્ય ભારતમાં વાવાઝોડા, ભારે પવન અને કરા સાથે ભારે વરસાદ પડી શકે છે. વિભાગનું કહેવું છે કે, 13 એપ્રિલે એક તીવ્ર પશ્ચિમી વિક્ષેપ ઉત્તર પશ્ચિમ ભારતમાં પહોંચશે. વિભાગના જણાવ્યા અનુસાર, 13 થી 15 એપ્રિલ દરમિયાન ઉત્તર-પશ્ચિમ ભારતમાં ભારે […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code