1. Home
  2. Tag "Help"

આ પ્રકારનો આહાર સૌથી ઝડપથી વજન ઘટાડવામાં કરે છે મદદ

ખૂબ જ ઓછી કેલરીવાળો ખોરાક (VLCD) તમને ઝડપથી વજન ઘટાડવામાં મદદ કરી શકે છે. પરંતુ તે પુખ્ત વયના લોકો માટે જ ભલામણ કરવામાં આવે છે જેઓ મેદસ્વી છે અને આરોગ્યના કારણોસર વજન ઘટાડવાની જરૂર છે. VLCD તમને દર અઠવાડિયે 3 થી 5 પાઉન્ડનું વજન ઘટાડવામાં મદદ કરી શકે છે, પરંતુ તમારે તેને માત્ર પ્રદાતાની મદદથી […]

ટ્રેનોને ઉથલાવવાના કાવતરા કરનારાઓની હવે ખેર નથી,  રેલવે હવે NIAની મદદ લેશે

નવી દિલ્હીઃ દેશમાં છેલ્લા કેટલાક સમયથી ટ્રેનોને ઉથલાવવાની ઘટનામાં નોંધપાત્ર વધારો થયો છે, જેને લઈને કેન્દ્ર સરકાર પણ હરકતમાં આવી છે, હવે આવુ કાવતરુ કરનારાઓ સામે આકરી કાર્યવાહી કરવામાં આવશે. કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે જણાવ્યું હતું કે, રેલવે પ્રશાસન એલર્ટ મોડમાં છે, તેમજ રાષ્ટ્રીય તપાસ એજન્સી (NIA) સાથે પણ આ સંબંધમાં વાતચીત કરવામાં આવી […]

રશિયા યુદ્ધ વચ્ચે યુક્રેનને ફ્રાન્સ મિરાજ ફાઈટર એરક્રાફ્ટ આપી મદદ કરશે

નવી દિલ્હીઃ ફ્રાન્સ યુક્રેનને મિરાજ ફાઈટર પ્લેન સપ્લાય કરશે અને તેના સૈનિકોને તાલીમ આપશે. ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રોને ફ્રેન્ચ મીડિયા સાથેની વાતચીતમાં આ જાહેરાત કરી હતી. “અમે એક નવો સહકાર શરૂ કરીશું અને મિરાજ 2000-5s મોકલીશું,” મેક્રોને ગુરુવારે સાંજે કહ્યું. મેક્રોને 4,500 સૈનિકોની આખી યુક્રેનિયન બટાલિયનને યુદ્ધભૂમિ પર તૈનાત કરવા માટે તાલીમ આપવાનું પણ વચન આપ્યું […]

ભૂસ્ખલન પ્રભાવિત પાપુઆ ન્યુ ગિનીની મદદ માટે ભારત આવ્યું આગળ, 1 મિલિયન ડોલર સહાયની જાહેરાત

નવી દિલ્હીઃ મોટા પાયે ભૂસ્ખલનથી પ્રભાવિત પાપુઆ ન્યુ ગિનીની મદદ માટે ભારત આગળ આવ્યું છે. ભારત સરકારે ટાપુ દેશમાં રાહત, પુનર્વસન અને પુનઃનિર્માણના પ્રયાસો માટે US$1 મિલિયનની તાત્કાલિક રાહત સહાયની જાહેરાત કરી છે. આજે આ માહિતી આપતા વિદેશ મંત્રાલયે કહ્યું હતું કે, પાપુઆ ન્યુ ગિની ભારત-પેસિફિક આઇલેન્ડ કોઓપરેશન (FIPIC) ફોરમ ફોરમ હેઠળ નજીકનું મિત્ર અને ભાગીદાર […]

ઈઝરાયલ-હમાસ યુદ્ધ વચ્ચે અમેરિકા તરફથી ગાઝા મોકલાયો માનવીય સહાયતાનો પ્રથમ જથ્થો

નવી દિલ્હીઃ ઈઝરાયલ અને હમાસ વચ્ચે છ મહિનાથી વધારે સમયથી યુદ્ધ ચાલી રહ્યું છે. દરમિયાન અમેરિકા તરફથી ગાઝામાં માનવીય સહાયતાનો પ્રથમ જથ્થો મોકલાયો છે. આ અંગે અમેરિકિ રાષ્ટ્રપતિ જો બાઈડને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર પોસ્ટ કરી જાણકારી આપી છે. તો બીજ તરફ ઈઝરાયેલ અને હમાસ વચ્ચે સંઘર્ષ યથાવત્ છે. ઉત્તર ગાઝામાં 3 ઈઝરાયેલી બંધકોના મૃતદેહ […]

પાકિસ્તાનને હથિયાર બનાવવા માટે મદદ કરતી ચીની કંપની પર USAનો પ્રતિબંધ

નવી દિલ્હીઃ પાકિસ્તાનના મિસાઈલ પરિક્ષણને લઈ મોટો ઝટકો લાગ્યો છે. અમેરિકાએ પોકિસ્તાનને લાંબા અંતરની અને બેલેસ્ટિક મિસાઈલ પ્રોગ્રામ માટે ટેકનિકલ વસ્તુઓ સપ્લાય કરતી ચીની અને બેલારુસિયન કંપનીઓ પર પ્રતિબંધ મૂક્યો છે. આ પ્રતિબંધ Xi’an Longde Technology Development, ચીનના તિયાનજિન ક્રિએટિવ સોર્સ ઈન્ટરનેશનલ ટ્રેડ એન્ડ ગ્રાનપેક્ટ કંપની લિમિટેડ અને બેલારુસના મિન્સ્ક વ્હીલ ટ્રેક્ટર પ્લાન્ટ પર લગાવવામાં […]

આતંકવાદને ખતમ કરવા પાકિસ્તાન મદદ માંગશે તો ભારત મદદ કરવા તૈયાર છેઃ રાજનાથ સિંહ

નવી દિલ્હીઃ પાકિસ્તાનને વર્ષોથી આતંકવાદ ઉપર કાબુ મેળવવાનું કહેનાર ભારતે હવે પાકિસ્તાનને મદદ માટે તૈયારીઓ દર્શાવી છે. રક્ષામંત્રી રાજનાથ સિંહે જણાવ્યું હતું કે, જો પાકિસ્તાન આતંકવાદને રોકી ના શકતું હોય તો ભારત મદદ કરવા તૈયાર છે. તાજેતરમાં જ રાજનાશ સિંહે કહ્યું હતું કે, જો ભારતમાં કોઈ શાંતિ ભંગ કરવાનો પ્રયાસ કરશે તો તેને ઘરમાં ઘુસીને […]

નર્મદા, ઓરસંગ નદીના પૂરગ્રસ્ત નાના વેપારીઓ, ધંધાર્થીઓને માટે ખાસ સહાયની જાહેરાત

ગાંધીનગરઃ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે તાજેતરમાં સપ્ટેમ્બર દરમિયાન રાજ્યના ભરૂચ, વડોદરા અને નર્મદા જીલ્લાના વિસ્તારોમાં થયેલ ભારે વરસાદ અને નર્મદા નદી/ડેમ અને ઓરસંગ નદીમાં પુર આવવાના કારણે અસરગ્રસ્ત ગામોના નાના, લઘુ અને મધ્યમ વર્ગના વાણિજ્ય, વેપારી અને સેવાકીય પ્રવ્રુતિઓને નુકસાનમાંથી પુન: બેઠા કરવાના હેતુથી રાહત સહાય યોજના જાહેર કરી છે. મુખ્યમંત્રીએ આવા અસરગ્રસ્તો પ્રત્યે સંવેદનશીલ અભિગમ […]

હિમાચલમાં આફત પીડિતોને જરુરી મદદની છત્તીસગઢના સીએમ ભૂપેશ બધેલની જાહેરાત

રાયપુરઃ છત્તીસગઢના મુખ્યમંત્રી ભૂપેશ બઘેલે હિમાચલ પ્રદેશના આપત્તિ પીડિતોની મદદ માટે 11 કરોડ રૂપિયાની સહાયની જાહેરાત કરી છે. બઘેલે આજે ટ્વીટ કરીને આ રકમની જાહેરાત કરી હતી. તેમણે કહ્યું કે અમે બધા છત્તીસગઢના રહેવાસીઓ આ સંકટમાં હિમાચલના લોકો સાથે ઉભા છીએ. તેમણે હિમાચલ પ્રદેશના મુખ્ય પ્રધાન સુખવિંદર સિંહ સુખુ સાથે ફોન પર વાત કરી અને […]

ખરીદી માટે 62,500 ખેડૂતોને રૂ.375 કરોડની નાણાંકીય સહાય આપવાની જોગવાઈ મંજૂર

અમદાવાદઃ સરકારે ટ્રેક્ટર ખરીદી માટે 62,500 ખેડૂતોને રૂ.375 કરોડની નાણાંકીય સહાય આપવાની જોગવાઈ મંજૂર કરી છે. 52,516 ખેડૂતોને ટ્રેકટર ખરીદી માટે રૂ.315.09 કરોડની સહાય માટે પૂર્વ મંજૂરી હુકમ આપવામાં આવ્યાં છે. ગુજરાતમાં કૃષિ યાંત્રીકીકરણને પ્રોત્સાહન આપવા રાજ્ય સરકાર દ્વારા ખેડૂતો માટે માતબર રકમની સહાય જાહેર કરી છે. માનવશ્રમ ઘટાડતા આ સાધનોની બજાર કિંમત વધુ હોવાથી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code