1. Home
  2. Tag "Help"

ગુજરાત સરકાર દ્વારા કોરોનાને લીધે માતા કે પિતા ગુમાવનારા બાળકને પણ હવે સહાય ચુકવાશે

ગાંધીનગર : રાજ્યમાં કોરોનાનો કાળ બધા જ માટે કપરો રહ્યો હતો. કોરોના કાળમાં ઘણા બાળકોએ પોતાના માતા-પિતા બન્ને કે માતા અથવા પિતા ગુમાવ્યા હતા.ગુજરાત સરકાર દ્વારા કોરોનામાં માતા-પિતા ગુમાવનારા બાળકો માટે ખુબ જ સારી યોજનાની જાહેરાત કરવામાં આવી છે. જો કે કોરોના દરમિયાન માત્ર માતા કે માત્ર પિતા ગુમાવનારા બાળકો માટે કોઇ જ યોજના નથી. […]

ભારતની મદદ ના ભૂલી શકાય, ભારતને સંકટમાંથી ઉગારવું એ જ અમારી પ્રાથમિકતા: ઇઝરાયેલ

ઇઝરાયેલ હાલમાં ભારતને શક્ય એટલી મદદ કરી રહ્યું છે ભારતને કોરોના સંકટમાંથી ઉગારવું એજ અમારી પ્રથમ પ્રાથમિકતા: રોન માલ્કા ઇઝરાયેલ ભારતના સંકટમાં તેને શક્ય એટલે મદદ કરશે: ઇઝરાયેલ નવી દિલ્હી: વર્તમાન સમયમાં ભારત કોરોના મહામારીની સામે જંગ લડી રહ્યું છે ત્યારે આ સમયમાં વિશ્વના અનેક દેશોએ ભારતની પડખે ઉભીને મિત્રતા ધર્મ નિભાવ્યો છે અને ઇઝરાયેલ […]

મહારાષ્ટ્ર : લતા મંગેશકરે મુખ્યમંત્રી સહાય ભંડોળ માટે 7 લાખ આપ્યા,ઉદ્ધવ ઠાકરેએ લોકોને મદદ માટે કરી અપીલ

મહારાષ્ટ્રમાં કોરોના વાયરસના ઝડપથી વધી રહ્યા છે કેસ લતા મંગેશકરે મુખ્યમંત્રી સહાય ભંડોળ માટે આપ્યા 7 લાખ મુખ્યમંત્રીએ આ સહાય બદલ લતા મંગેશકરનો માન્યો આભાર મહારાષ્ટ્રના સીએમ ઉદ્ધવ ઠાકરેએ લોકોને મદદ માટે કરી અપીલ મુંબઈઃ  સમગ્ર દેશભર કોરોનાએ હાહાકાર મચાવ્યો છે.દરરોજ કોરોનાના કેસ અને મૃત્યુઆંકમાં વધારો થતો જોવા મળે છે.જેને પગલે અનેક લોકો રાજ્યની મદદ […]

શિકાગોમાં વસતા ગુજરાતીઓએ એક જ દિવસમાં 50 હજાર ડોલર ડોનેશન ભેગું કરી મોકલી આપ્યું

અમદાવાદઃ રાજ્યમાં કોરોનાના વધતા જતાં કેસ અને સાથે મૃત્યુ આંક પણ વધી રહ્યો છે. રાજ્યની વિકટ સ્થિતિથી વિદેશમાં વસતાં ગુજરાતીઓ પણ ચિંતિત બન્યા છે. અને વતનવાસીઓની મદદ કરવાનું નક્કી કર્યુ છે. અમેરિકાના શિકાગોમાં વસતા ગુજરાતી પરિવારો દ્વારા એક જ દિવસમાં 50 હજાર ડોલરનું ડોનેશન એકઠું કરીને ગુજરાતીઓની મદદ માટે મોકલ્યા છે અને હજુ બીજા 50 […]

કોરોના હારશેઃ રિક્ષા ચાલકે કોરોના પીડિતોની મદદ માટે ઓટોને એમ્બ્યુલન્સમાં ફેરવી નાખી

ભોપાલઃ ભારતમાં કોરોના વાયરસે અજગર ભરડો લીધો છે અને મોટી સંખ્યામાં લોકો સંક્રમિત થઈ રહ્યાં છે. બીજી તરફ હોસ્પિટલમાં બેડ, ઓક્સિજન સહિતની વસ્તુઓની અછત ઉભી થઈ છે. આવા કપરા સમયમાં લોકો નાત-જાત અને ઉંચ-નીચના ભેદભાવ ભૂલીને પીડિતો અને તેમના પરિવારજનોની સેવાની કામગીરી કરી રહ્યાં છે. મધ્યપ્રદેશના ભોપાલમાં એક રિક્ષા ચાલકે દર્દીઓને હોસ્પિટલ લઈ જવા માટે […]

મોરબીના ઉદ્યોગકાર કોરોનાના દર્દીઓ માટે 35 હજાર કિલો નારિયેળ, 10 હજાર કિલો સંતરા વિનામૂલ્યે વિતરણ કરશે

મોરબીઃ શહેર અને જિલ્લમાં કોરોનાની મહામારી વધી રહી છે. ત્યારે એક તરફ અનેક લોકો તન,મન,ધનથી સેવામાં લાગેલા છે. કોરોનાની બીમારીમાં ખાટાં ફળોના જ્યુસ ઇમ્યુનિટી બુસ્ટર જેમ કામ કરતા હોઇ, તેની ડિમાન્ડ વધી રહી છે. તો બીજી તરફ લીલા નાળિયેર, સંતરા, મોસંબી અને લીંબુના ભાવ આસમાને પહોંચી ગયા છે. ત્યારે વધુ એક વખત મોરબીના સેવાભાવી ઉદ્યોગકાર […]

સરકારી કર્મચારીનું કોરોનાને લીધે મૃત્યુ થાય તો તેના વારસદારોને 25 લાખની સહાય આપવા માગ

ગાંધીનગરઃ રાજ્ય સરકાર દ્વારા આવશ્યક સેવાના ભાગરૂપે બજાવેલી ફરજના કિસ્સામાં સરકારી કર્મચારીનું કોરોનાથી અવસાન થાય તો 25 લાખની સહાય ચૂકવવાનો ઠરાવ કર્યો છે ત્યારે સચિવાલય સ્ટાફ એસોસિએશન દ્વારા ફરજ દરમિયાન કોઇપણ વિભાગના અધિકારી- કર્મચારીનું કોરોના સંક્રમણથી અવસાનના કિસ્સામાં 25 લાખની સહાય ચૂકવવા મુખ્ય સચિવને પત્ર લખાયો છે. ગુજરાત સચિવાલય સ્ટાફ એસોસિએશનના ખજાનચી ભાગ્યેશ પટેલે લખેલા […]

ભારતની સ્થિતિથી ચિંતિત છીએ, અમે 2600થી વધારે નિષ્ણાતોને ભારતીય અધિકારીઓ સાથે કામ કરવા કહ્યું છે: WHO

WHOના પ્રમુખે ભારતની સ્થિતિ પર ચિંતા વ્યક્ત કરી WHO એ બધુ જ કરી રહ્યું છે, જે અમે કરી શકીએ છીએ: WHO અમે 2600થી વધારે નિષ્ણાતોને ભારતીય અધિકારીઓ સાથે કામ કરવા કહ્યું: WHO નવી દિલ્હી: સમગ્ર ભારતમાં કોરોના મહામારીની દહેશત યથાવત્ જોવા મળી રહી છે ત્યારે વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનના પ્રમુખ ટ્રેડરોસ અધનોમ ઘ્રેબેસિયસે ભારતમાં જોવા મળેલી […]

ભારતની ચિંતાજનક સ્થિતિ વચ્ચે ગ્રેટા થનબર્ગે કરી વિશ્વના દેશોને આ અપીલ

ભારતમાં ચિંતાજનક સ્થિતિ વચ્ચે પર્યાવરણ કાર્યકર્તા ગ્રેટા થનબર્ગે કરી ટ્વીટ પર્યાવરણ કાર્યકર્તા ગ્રેટા થનબર્ગે અપીલ કરીને વિશ્વના દેશોને ભારતની મદદ કરવા કહ્યું વિશ્વ આખાએ આગળ આવીને મદદ પહોંચાડવી જોઇએ: ગ્રેટા થનબર્ગ નવી દિલ્હી: ભારતમાં કોરોના વાયરસની ચિંતાજનક સ્થિતિ અને પ્રકોપ વચ્ચે પર્યાવરણ કાર્યકર્તા ગ્રેટા થનબર્ગે મદદ માટે અપીલ કરી છે. ભારતમાં કોરોનાનો ગ્રાફ સતત ઊંચો […]

ભારતમાં કોરોનાને નાથવા હવે સેના રાજય સરકારોને કરશે મદદ

દિલ્હીઃ સમગ્ર દેશમાં કોરોના વાયરસના પોઝિટિવ કેસ ચિંતાજનક રીતે વધી રહ્યાં છે. બીજી તરફ હોસ્પિટલોમાં પુરતા બેડ નથી. આવી કપરી પરિસ્થિતિમાં સેના હવે આગળ આવી છે. સંરક્ષણ સચિવે દેશભરની કેન્ટ બોર્ડ હોસ્પિટલોમાં નોન-કન્ટોનમેન્ટ નાગરિકોને તબીબી સુવિધાઓ પૂરી પાડવા પણ નિર્દેશ આપ્યો છે. પ્રાપ્ત માહિતી અનુસાર સંરક્ષણ પ્રધાન રાજનાથસિંહે આર્મી ચીફ જનરલ એમએમ નરવાણે, સંરક્ષણ સચિવ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code