1. Home
  2. Tag "HIGH COURT"

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી હવે બેલેટ પેપરથી શકય નથીઃ ચૂંટણી પંચ

અમદાવાદઃ ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી બેલેટ પેપરથી યોજવાની માંગણી સાથે હાઈકોર્ટમાં અરજી થઈ છે. જેની સુનાવણીમાં ચૂંટણી પંચે રજૂઆત કરી હતી કે, ચૂંટણી પ્રક્રિયા શરૂ થઈ ચૂકી છે જેથી ત્યારે બેલેટ પેપરથી ચૂંટણી કરવી શકય જણાતી નથી. હાઈકોર્ટે ચૂંટણી પંચને લેખિતમાં જવાબ રજૂ કરવાનો નિર્દેશ કરીને વધુ સુનાવણી મુલત્વી રાખી છે. કેસની હકીકત અનુસાર ગુજરાતમાં […]

સુરતમાં ફુટપાથ ઉપર સૂઈ ગયેલા શ્રમજીવીઓ ઉપર ટ્રક ફરી વળવાના મુદ્દે હાઈકોર્ટમાં અરજી

અમદાવાદઃ સુરતમાં રોડ ઉપર સૂઈ ગયેલા 15 શ્રમિકો ઉપર ટ્રક ફરી વળવાની દૂર્ઘડટના મુદ્દે હાઈકોર્ટમાં અરજી થઈ છે. આ અંગે હાઈકોર્ટમાં આગામી દિવસોમાં સુનાવણી હાથ ધરવામાં આવશે. એક ધારાશાસ્ત્રીએ અકસ્માતની ગંભીર નોંધ લઈને હાઈકોર્ટને પત્ર લખ્યો હતો. પ્રાપ્ત માહિતી અનુસાર સુરત જિલ્લામાં 19 ફેબ્રુઆરી થયેલા ગમખ્વાર અકસ્માતમાં રાજસ્થાનથી કામકાજની શોધમાં આવેલા 15 શ્રમિકોના મોત નિપજ્યાં […]

અમદાવાદની 700 હોસ્પિટલમાં ફાયર સેફ્ટી એનઓસી નથીઃ હાઈકોર્ટે વ્યક્ત કરી નારાજગી

અમદાવાદઃ હાઈકોર્ટમાં ફાયર સેફ્ટી મુદ્દે અમદાવાદ શહેરના ચીફ ફાયર ઓફિસરે સોગંદનામુ રજૂ કર્યું હતું. જેમાં અનેક હોસ્પિટલ, ટ્યુશન કલાસીસ, રેસ્ટોરન્ટ અને હાઈરાઈઝ બિલ્ડીંગો પાસે ફાયર એનઓસી નહીં હોવાનો ખુલાસો થયો હતો. એટલું જ નહીં શહેરની 151 હોસ્પિટલમાં ફાયર સેફ્ટી નહીં હોવા મુદ્દે હાઈકોર્ટે મનપા તંત્રની ઝાટકણી કાઢી હતી. તેમજ આ 151 હોસ્પિટલ વિરૂદ્ધ તાત્કાલિક નોટિસ […]

સ્થાનિક સ્વરાજયની ચૂંટણીઃ મતગણતરી મુદ્દે હાઈકોર્ટમાં અરજી

અમદાવાદઃ ગુજરાતમાં સ્થાનિક સ્વરાજયની ચૂંટણીના પડઘમ વાગી રહ્યાં છે. ચૂંટણીપંચ દ્વારા સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની જાહેરાત કરવામાં આવી છે. જેમાં મનપાની મતગણતરી તથા તાલિકા-જિલ્લા પંચાયતની મતગણતરી અલગ-અલગ રાખવામાં આવી છે. આ મુદ્દે હાઈકોર્ટમાં અરજી કરવામાં આવી છે. જેની ઉપર આગામી દિવસોમાં સુનાવણી હાથ ધરવામાં આવશે. પ્રાપ્ત માહિતી અનુસાર રાજ્ય ચૂંટણી પંચે તાજેતરમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો કાર્યક્રમ […]

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી બેલેટ પેપરથી યોજવા મુદ્દે હાઈકોર્ટમાં અરજી

અમદાવાદઃ ગુજરાતમાં આગામી ફેબ્રુઆરી મહિનામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી યોજાય તેવી શકયતા છે. આ ચૂંટણી બેલેટ પેપરથી યોજવાની માંગણી સાથે હાઈકોર્ટમાં અરજી થઈ છે. જેની ઉપર આગામી દિવસોમાં સુનાવણી હાથ ધરાશે. અરજીમાં સુબ્રમણ્યમ સ્વામી વિરુદ્ધ કેન્દ્રીય ચૂંટણી પંચના કેસના જજમેન્ટને પણ ટાંક્યો છે. હાઈકોર્ટમાં અરજી કરનારા અરજદારે જણાવ્યું હતું કે, આરટીઆઈના જવાબમાં રાજ્યના ચૂંટણી પંચે જણાવ્યું […]

અમદાવાદમાં રિક્ષા ચાલકોને હાઈકોર્ટે આપી મોટી રાહત, રેલવે પરિસરમાં પ્રવેશની મંજૂરી

અમદાવાદઃ મેગાસિટી અમદાવાદમાં રિક્ષા ચાલકોને ગુજરાત હાઈકોર્ટે મોટી રાહત આપી છે. રીક્ષા ચાલકોને હવે રેલવે પરિસરમાં પ્રવેશની મંજૂરી આપવામાં આવી છે. અગાઉ ઓટો રીક્ષા રેલવે પરિસરમાં પ્રવેશવા પર પ્રતિબંધ મૂકાયો હતો. કેસની હકીકત અનુસાર અમદાવાર રેલવે સંકુલમાં અગાઉ રિક્ષાના પ્રવેશને લઈને નિર્ણય લેવામાં આવ્યો હતો. આ મુદ્દે ઓટો રીક્ષા ચાલક યુનિયન દ્વારા ગુજરાત હાઈકોર્ટ અરજી કરી […]

અન્ડરવર્લ્ડ ડોન અબુ સલેમ સુપ્રીમ કોર્ટના શરણે, હાઈકોર્ટમાં અરજી કરવા નિર્દેશ

દિલ્હીઃ અન્ડરવર્લ્ડ ડોન અબુ સલેમે પ્રત્યાર્પણ રદ કરવાની માંગણી સાથે સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી. સુપ્રીમ કોર્ટે આ અરજી ઉપર ઈન્કાર કરીને હાઈકોર્ટમાં જવા માટે નિર્દેશ કર્યો હતો. પ્રાપ્ત માહિતી અનુસાર મૂંબઈમાં થયેલા બોમ્બ બ્લાસ્ટ કેસમાં ઝડપાયેલા અન્ડર વર્લ્ડ ડોન અબુ સલેમે સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી. તેમજ રજૂઆત કરી હતી કે, પોર્ટુગલથી પ્રત્યાર્પણ સમયે […]

ગુજરાતમાં ઉત્તરાયણ પર પતંગ ચગાવવા ઉપર રોક લગાવવા માટે હાઈકોર્ટમાં અરજી

અમદાવાદઃ ગુજરાતમાં ઉત્તરાયણની પતંગપ્રેમીઓ દ્વારા ધામધૂમથી ઉજવણી કરવામાં આવે છે. જો કે, કોરોના મહામારી વચ્ચે ઉત્તરાયણ પર પતંગ ચગાવવા પર રોક લગાવવાની માગ સાથે હાઈકોર્ટમાં જાહેર હિતની અરજી થઈ છે.  છે. હાઈકોર્ટે આ મુદ્દે સરકારને વલણ સ્પષ્ટ કરવા તાકીદ કરી છે. તેમજ વધુ સુનાવણી 8મી જાન્યુઆરી સુધી મુલત્વી રાખવામાં આવી છે. ઉતરાયણમાં પોલીસ દ્વારા ડ્રોનની […]

માસ્ક ના પહેરવા બદલ લોકો પાસેથી 116 કરોડના દંડની વસૂલાત: હાઇકોર્ટમાં સરકારનો રિપોર્ટ

હાઇકોર્ટમાં કોરોનાને લઇને થયેલી સુઓમોટો અરજી પર આજે સુનાવણી થઇ કોવિડ દરમિયાન નિયમોના પાલનને લઇને સરકારે રિપોર્ટ રજૂ કર્યો માસ્ક ના પહેરવા બદલ લોકો પાસેથી 116 કરોડનો દંડ વસૂલાયો અમદાવાદ: આજે હાઇકોર્ટમાં કોરોનાને લઇને થયેલી સુઓમોટો અરજીના મામલે સુનાવણી કરવામાં આવી હતી. તેમાં નિયમોના પાલન મુદ્દે સરકારે રિપોર્ટ રજૂ કર્યો હતો. જેમાં અનેક ખુલાસા થયા […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code