1. Home
  2. Tag "HIGH COURT"

હાઈકોર્ટે રાજકોટ અગ્નિકાંડ મુદ્દે કર્યો સવાલ, મ્યુનિ.કમિશનર સામે પગલાં કેમ લેવાતા નથી?

અમદાવાદઃ રાજકોટમાં અગ્નિકાંડના મુદ્દે ગુજરાત હાઈકોર્ટે સુઓમોટો દાખલ કરી હતી. તેની સુનાવણી દરમિયાન ચાર મ્યુનિ.કોર્પોરેશનના કમિશનરોએ એફિડેવિટ ફાઇલ કર્યા હતા. હાઇકોર્ટે સવાલ કરીને સરકારની ઝાટકણી કાઢતા કહ્યું હતું, કે ‘SIT બને છે અને જાય છે, પણ દુર્ઘટનાઓ અટકવાનું નામ નથી લેતી. ‘આ ઘટનામાં અત્યાર સુધીમાં ફક્ત નાના કર્મચારીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. મ્યનિસિપલ કમિશનરને કેમ […]

હાઈકોર્ટે રાજકોટ અગ્નિકાંડના મુદ્દે સરકારની કાઢી ઝાટકણી, અમને તંત્ર પર ભરોસો નથી

અમદાવાદઃ રાજકોટના ટીઆરપી ગેમ ઝોનમાં શનિવારે સાંજના સમયે આગ લાગતા 28ના મોત નિપજ્યા હતા. આ ગોઝારા બનાવમાં તંત્રની લાપરવાહીની ટીકા થઈ રહી છે. ત્યારે ગુજરાત હાઈકોર્ટે પણ રવિવારે સુઓમોટો દાખલ કરીને સુનાવણી હાથ ધરી હતી. આજે સોમવારે સુનાવણી દરમિયાન હાઈકોર્ટે સરકારની ઝાટકણી કાઢી હતી. અને તંત્રને વેધક સવાલ કરીને હિસાબ માંગ્યો હતો. હાઈકોર્ટે કહ્યું કે, […]

પશ્ચિમ બંગાળમાં વર્ષ 2011થી જાહેર કરાયેલા 5 લાખ જેટલા OBC પ્રમાણપત્ર રદ કરવા હાઈકોર્ટનો નિર્દેશ

નવી દિલ્હીઃ કોલકત્તા હાઈકોર્ટે આજે પશ્ચિમ બંગાળની મમતા સરકારને મોટો ઝટકો આપ્યો છે. હાઈકોર્ટે 2011થી જાહેર કરાયેલા લગભગ 5 લાખ OBC પ્રમાણપત્રો રદ કરવાનો નિર્દેશ કર્યો છે. હવે નોકરીની અરજીઓમાં પણ OBC પ્રમાણપત્ર સ્વીકારવામાં આવશે નહીં. કેસની હકીકત અનુસાર, કોલકાતા હાઈકોર્ટમાં જસ્ટિસ તપબ્રત ચક્રવર્તી અને રાજશેખર મંથાની ડિવિઝન બેન્ચે બુધવારે એક PILની સુનાવણી દરમિયાન આ […]

સંદેશખાલી કેસમાં CBIના રિપોર્ટની હાઈકોર્ટે કરી સમીક્ષા, સરકારને તપાસમાં સહયોગ કરવા નિર્દેશ

નવી દિલ્હીઃ પશ્ચિમ બંગાળમાં સંદેશખાલીની ઘટનાને લઈને ભારે હોબાળો થયો હતો. કોલકાતા હાઈકોર્ટે સંદેશખાલીમાં મહિલાઓ પર અત્યાચાર અને જમીન પચાવી પાડવાના આરોપોની તપાસ સીબીઆઈને સોંપી હતી. હવે સીબીઆઈએ તપાસનો પ્રાથમિક અહેવાલ હાઈકોર્ટમાં સુપરત કર્યો છે, જેના પર કોર્ટે સંતોષ વ્યક્ત કર્યો છે. ચીફ જસ્ટિસ ટીએસ શિવગન્નમ અને જસ્ટિસ હિરન્મય ભટ્ટાચાર્ય સાથે સીબીઆઈ રિપોર્ટની સમીક્ષા કરી […]

સંદેશખાલીમાં મહિલાઓ ઉપર અત્યાચાર અને જમીન પચાવી પાડવાના કેસની તપાસ CBI કરશે

નવી દિલ્હીઃ પશ્ચિમ બંગાળમાં સંદેશખાલીની ઘટનાને લઈને ભારે હોબાળો થયો હતો. હવે કોલકાતા હાઈકોર્ટે સંદેશખાલીમાં મહિલાઓ પર અત્યાચાર અને જમીન પચાવી પાડવાના આરોપોની તપાસ સીબીઆઈને સોંપવાનો આદેશ આપ્યો છે. સંદેશખાલીમાં EDના અધિકારીઓ પર થયેલા હુમલાની પણ CBI દ્વારા તપાસ કરવામાં આવી રહી છે. કોલકત્તા હાઈકોર્ટે કોર્ટની દેખરેખ હેઠળ સંદેશખાલીમાં મહિલાઓ વિરુદ્ધ ગુનાઓ અને જમીન હડપ […]

દિલ્હી હાઈકોર્ટમાંથી કેજરિવાલને ના મળી રાહત, ધરપકડને પટકારતી અરજી ના મંજુર

નવી દિલ્હીઃ દિલ્હી હાઈકોર્ટે મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને રાહત આપવાનો ઈન્કાર કરી દીધો હતો. સીએમ કેજરીવાલે એક્સાઇઝ પોલિસી મામલામાં મની લોન્ડરિંગ કેસમાં ધરપકડને પડકારી હતી. હાઈકોર્ટે આ અરજી ફગાવી દીધી હતી અને ધરપકડને માન્ય ગણાવી હતી. કોર્ટે નોંધ્યું હતું કે, આ જામીનનો મામલો નથી, પરંતુ ધરપકડને પડકાતો મામલો છે. હાઈકોર્ટે નોંધ્યું કે અરવિંદ કેજરીવાલની ધરપકડ બાદ […]

લિવ ઈનમાં રહેનારી મહિલા ભરણ-પોષણ મેળવવાની હકદાર: હાઈકોર્ટ

ભોપાલ: મધ્યપ્રદેશ હાઈકોર્ટે લિવ ઈન રિલેશનશિપમાં મહિલાઓના અધિકારને માન્યતા આપવાની દિશામાં એક મહત્વપૂર્ણ પગલું ઉઠાવતો નિર્ણય આપ્યો છે. મધ્યપ્રદેશ હાઈકોર્ટે કહ્યું છે કે કોઈ પુરુષની સાથે ઘણો સમય વિતાનારી મહિલા અલગ થવા પર ભરણ-પોષણની હકદાર છે. ભલે તે કાયદાકીય રીતે વિવાહિત ન હોય. મધ્યપ્રદેશ હાઈકોર્ટનો આ ચુકાદો એક અરજદારની પ્રતિક્રિયા સ્વરૂપે આવ્યો, તેમાં ટ્રાયલ કોર્ટના […]

યુપીની 16000 મદરસાઓ પરથી ટળી ગયું સંકટ, સુપ્રીમ કોર્ટે લગાવી HCના ચુકાદા પર રોક

નવી દિલ્હી: ઉત્તરપ્રદેશ મદરસા એજ્યુકેશન એક્ટને રદ્દ કરનારા અલ્હાબાદ હાઈકોર્ટના ચુકાદા પર સુપ્રીમ કોર્ટે રોક લગાવી દીધી છે. સુપ્રીમ કોર્ટે મદરસા સંચાલકો તરફથી દાખલ અરજી પર સુનાવણી કરતા આ ચુકાદો આપ્યો છે. અલ્હાબાદ હાઈકોર્ટે મદરસા એક્ટને એમ કહીને નકાર્યો હતો કે તે ગેરબંધારણીય અને સેક્યુલારિઝ્મની વિરુદ્ધ છે. સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ ડીવાય ચંદ્રચૂડની આગેવાનીવાળી ત્રણ […]

વારંવાર સાસરી છોડીને જતી રહેતી હતી પત્ની, હાઈકોર્ટે આને ક્રૂરતા ગણાવીને છૂટાછેડાં કર્યા મંજૂર

દિલ્હી: પત્નીનું વારંવાર સાસરી છોડીને જવું ક્રૂરતા છે. દિલ્હી હાઈકોર્ટે પોતાના એક આદેશમાં આ ટીપ્પણી કરી છે. દિલ્હી હાઈકોર્ટે પોતાના આદેશમાં કહ્યું છે કે પતિની ભૂલ વગર પત્નીનું વખતોવખત સાસરી છોડવી માનસિક ક્રૂરતાનું કામ છે. તેની સાથે જસ્ટિસ સુરેશકુમાર કૈત અને જસ્ટિસ નીના બંસલ કૃષ્ણાની ખંડપીઠે પત્ની દ્વારા ક્રૂરતા અને પરિત્યાગના આધારે પતિના છૂટાછેડાંની માગણીને […]

અરવિંદ કેજરિવાલને મળી મોટી રાહત, મુખ્યમંત્રી પદ ઉપરથી હટાવવાની અરજી હાઈકોર્ટે ફગાવી

નવી દિલ્હીઃ દિલ્હીમાં લીકર પોલીસ કેસમાં ઈડી દ્વારા દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરિવાલની ધરપકડ કરવામાં આવી છે. હાલ તેઓ તિહાડ જેલમાં બંધ છે. દરમિયાન દિલ્હી હાઈકોર્ટે અરવિંદ કેજરીવાલને મુખ્યમંત્રી પદેથી હટાવવાની માંગ કરતી અરજીને ફગાવી દીધી હતી. હાઈકોર્ટે કહ્યું કે જો કોઈ સંકટની સ્થિતિ હોય તો રાષ્ટ્રપતિ અથવા એલજી નિર્ણય લેશે, કોર્ટ તેમાં દખલ નહીં કરે. […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code