1. Home
  2. Tag "HIGH COURT"

મૌન રહેવું આરોપીનો મૂળભૂત હક: એનઆઈએને ઠપકો આપીને હાઈકોર્ટે કસ્ટડી વધારવાનો કર્યો ઈન્કાર

હૈદરાબાદ: તેલંગાણા હાઈકોર્ટે તાજેતરમાં એક ચુકાદામાં કહ્યું છે કે કોઈપણ આરોપીની કેવી પણ પૂછપરછ હોય અથવા તપાસના મામલામાં ચુપ રહેવાનો અધિકાર બંધારણ હેઠળ સુરક્ષિત તેનો એક મૂળબૂત અધિકાર છે. તેની સાથે જ હાઈકોર્ટે કહ્યું છે કે તપાસ એજન્સી આ કારણથી અન્ય અરજી આપીને આરોપીની કસ્ટડી વધારવાની માગણી કરી શકે નહીં. કોર્ટે એક મામલામાં નેશનલ ઈન્વેસ્ટિગેશન […]

પત્નીને ભૂત-પ્રેત કહેવું ક્રૂરતા નથી, હાઈકોર્ટે રદ્દ કરી દીધી પતિની સજા

પટના: પટના હાઈકોર્ટે તાજેતરમાં પોતાના એક ચુકાદામાં કહ્યુ છે કે પતિ દ્વારા પોતાની પત્નીને ભૂતપ્રેત કહેવું ક્રૂરતાની શ્રેણીમાં આવતું નથી. તેની સાથે જ હાઈકોર્ટે નીચલી અદાલત દ્વારા દોખષિત ઠેરવવામાં આવેલા પતિની સજા રદ્દ કરીને તેને મોટી રાહત આપી છે. જસ્ટિસ બિબેક ચૌધરીની સિંગલ બેંચે પતિ-પત્નીના ઝઘડા અને દહેજ ઉત્પીડનના એક મામલામાં સુનાવણી કરતા કહ્યું છે […]

અન્ય પુરુષ સાથે પત્ની દ્વારા સંબંધ બનાવવો ગુનો નથી, હાઈકોર્ટે આવું શા માટે કહ્યું?

જયપુર: રાજસ્થાનમાં એક પતિએ પોતાની પત્નીના અપહરણની ફરિયાદ  કરી હતી. પરંતુ જ્યારે મામલો કોર્ટમાં પહોંચ્યો તો પત્નીએ કહ્યું કે તેનું કોઈએ અપહરણ કર્યું નથી. પરંતુ તે પોતાની મરજીથી તે શખ્સ સાથે લિવ ઈન રિલેશનશિપમાં રહે છે, કે જેની વિરુદ્ધ તેના પતિએ મામલો નોંધાવ્યો છે. આના પર રાજસ્થાન હાઈકોર્ટે કહ્યું છે કે આ કોઈ ગુનો નથી. […]

પરિવારની સમક્ષ સેક્સ લાઈફની વાત કરવી, પતિને નપુંસક કહેવો ક્રૂરતા: હાઈકોર્ટ

દિલ્હી: છૂટાછેડા સાથે જોડાયેલા એક મામલામાં દિલ્હી હાઈકોર્ટે મહત્વની ટીપ્પણી કરી છે. હાઈકોર્ટે કહ્યું છે કે જાહેરમાં પતિને નપુંસક કહેવો અથવા યૌન સંબંધોને લઈને વાતચીત કરવી માનસિક ક્રૂરતા છે. પતિનો આરોપ હતો કે પત્ની ચીડચીડા સ્વભાવની છે અને તે નાની-નાની વાતો પર ઝઘડા કરે છે. તેની સાથે તેનું કહેવું હતું કે તે બેહદ અભદ્ર રીતે […]

સુપ્રીમ કોર્ટમાંથી હેમંત સોરેનને ના મળી રાહત, હાઈકોર્ટમાં અરજી કરવા નિર્દેશ કર્યો

નવી દિલ્હીઃ સુપ્રીમ કોર્ટે ઝારખંડના પૂર્વ મુખ્યમંત્રી હેમંત સોરેનની અરજી પર સુનાવણી કરવાનો ઇનકાર કરી દીધો હતો. સુપ્રીમ કોર્ટે સોરેનને પૂછ્યું કે તમે હાઈકોર્ટમાં કેમ નથી જતા? સોરેન તરફથી હાજર રહેલા વરિષ્ઠ વકીલ કપિલ સિબ્બલે કહ્યું કે, આ મામલો એવા મુખ્યમંત્રીનો છે જેની ધરપકડ કરવામાં આવી છે. તેના પર સુપ્રીમ કોર્ટે કહ્યું કે, કોર્ટ બધા […]

એઈમ્સમાં સારવાર લઈ રહેલા આશારામની દેખભાળ માટે નારાયણ સાંઈએ માગ્યાં જામીન

અમદાવાદઃ દુષ્કર્મના કેસમાં આશારામ રાજસ્થાનની જેલમાં સજા ભોગવી રહ્યા છે. દરમિયાન તેમની તબીયત લથડતા સારવાર માટે એઈમ્સમાં દાખલ કરાયા છે. ત્યારે સુરતમાં જેલવાસ ભાગવી રહેલા આશારામના દીકરા નારાયણ સાંઈએ તેના પિતાની દેખભાળ માટે 20 દિવસના જામીન માંગ્યા છે. જામીન અરજી પર આવતી કાલે તા. 29 જાન્યુઆરીના રોજ ગુજરાત હાઈકોર્ટ દ્વારા નિર્ણય લેવાશે. રાજસ્થાનની જેલમાં આશારામ […]

તમિલનાડુની સ્ટાલિન સરકારના મંત્રી કે પોનમુડીને ભ્રષ્ટાચારના કેસમાં હાઈકોર્ટે ફટકારી સજા

બેંગ્લોરઃ તમિલનાડુની સ્ટાલિન સરકારની મુશ્કેલીમાં વધારો થયો છે. ડીએમકેના નેતા કે. પોનમુડીને આવક કરતા વધારેની સંપતિના કેસમાં મદ્રાસ હાઈકોર્ટે કસુરવાર ઠરાવીને સજા ફરમાવી છે. એટલું જ નહીં લાખોનો દંડ ફટકાર્યો છે. કેસની હકીકત અનુસાર તમિલનાડુના સિનિયર નેતા કે પોનમુડીને મદ્રાસ હાઈકોર્ટે ભ્રષ્ટાચાર સાથે જોડાયેલા એક કેસમાં 3 વર્ષની સજા ફટકારી છે. હાઈકોર્ટે તેમને ઉપર રુ. […]

વાહન ડિલર્સને રજિસ્ટ્રેશન, HSRP અને મ્યુનિ.ટેક્સની જવાબદારી સોંપાતા ડીલરોએ હાઈકોર્ટમાં કરી રિટ

અમદાવાદઃ ગુજરાતમાં નવા વાહનોના રજિસ્ટ્રેશ, એચએસઆરપી (હાઈ સિક્યોરિટી રજિસ્ટ્રેશન પ્લેટ) અને વાહનોના મ્યુનિ.ટેક્સની જવાબદારી વાહનોના ડિલર્સ પર નાંખી દીધી છે. જોકે આ સેવાથી નવા વાહન ખરીદનારાઓને આરટીઓ કચેરી જવાની ઝંઝટમાંથી મુક્તિ મળી છે, પણ સામે વાહનોના ડિલર્સને નવી જવાબદારીઓ વહન કરવા માટે સ્ટાફમાં વધારો કરવો પડશે. તેના લીધે ખર્ચ પણ વધશે. તેથી વાહન ડીલરોમાં સરકારના […]

દિલ્હીમાં લાઈસન્સ વગર ઓનલાઈન દવા વેચનારાઓ સામે કાર્યવાહી કરવા માટે હાઈકોર્ટનો સરકારને નિર્દેશ

નવી દિલ્હીઃ દિલ્હી હાઈકોર્ટે કેન્દ્ર અને દિલ્હી સરકારને લાઇસન્સ વગર ઓનલાઈન દવા વેચનારાઓ સામે કાર્યવાહી કરવાનો નિર્દેશ આપ્યો છે. કોર્ટે કેન્દ્રને છ સપ્તાહમાં ઓનલાઈન દવાઓના ગેરકાયદે વેચાણ અંગે પોતાનું વલણ સ્પષ્ટ કરવા પણ કહ્યું છે. આ કેસની આગામી સુનાવણી 16 નવેમ્બરે થશે. મુખ્ય ન્યાયાધીશ સતીશ ચંદ્ર શર્મા અને ન્યાયાધીશ સંજીવ નરુલાની બેંચ સમક્ષ કેન્દ્રએ કહ્યું કે, […]

અમદાવાદ રાત્રે દંપત્તીને પોલીસે લૂંટી લેતા હાઈકોર્ટે સુઓમોટા દાખલ કરી કમિશનર પાસે માંગ્યો જવાબ

અમદાવાદઃ શહેરમાં રક્ષક જ ભક્ષક બની રહ્યોનો બનાવ પ્રકાશમાં આવ્યો હતો. શહેરમાં રાત્રે એરપોર્ટથી ટેક્સીમાં બેસીને પોતાના ઘેર જઈ રહેલા દંપત્તીને કાર ચેકિંગના બહાને ઊબી રખાવીને ધમકી આપીને બે પોલીસ કોન્સ્ટેબલ અને એક ટીબીઆર જવાને ભાગા મળીને રૂપિયા 60,000 લૂંટી લીધા હતા. આ બનાવની સોલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાયા બાદ ત્રણેય પોલીસ જવાનોને સસ્પેન્ડ કરવામાં […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code