1. Home
  2. Tag "HIGH COURT"

ટ્રાફિકના કાયદાનો ભંગ કરનારા સામે પોલીસે કડક કાર્યવાહી કરવી જોઈએ, હાઈકોર્ટની ટકોર

અમદાવાદઃ  શહેરમાં રોજબરોજ ટ્રાફિકની સમસ્યા વધતી જાય છે. વાહનચાલકોને પણ ટ્રાફિક પોલીસનો ડર ન હોય તેમ ટ્રાફિકના નિયમોનો ભંગ કરવા જોવા મળે છે. વાહનચાલકો દ્વારા ટ્રાફિકના નિયમોનું ચુસ્ત પાલન કરવામાં આવે તો મોટાભાગનો ટ્રાફિકના પ્રશ્નોનો અંત આવી જાય તેમ છે. ત્યારે ગુજરાત હાઈકોર્ટે પણ સરકારને ટકોર કરી હતી કે, ટ્રાફિકના કાયદાનો ભંગ કરનારા સામે પોલીસે […]

ટ્રાફિકના નિયમોનો ભંગ કરનારાને કાયદાનો ડર કેમ નથી, હાઈકોર્ટે સરકારની ઝાટકણી કાઢી

અમદાવાદઃ શહેરમાં રોડ અકસ્માતના બનાવો વધતા જાય છે. ત્યારે શહેરમાં ટ્રાફિક સમસ્યા મુદ્દે હાઈકોર્ટમાં થયેલી એક રિટ પર  જજ એ.એસ.સુપેહિઆ અને એમ.આર. મેંગડેની કોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી હતી. જેમાં રાજ્ય સરકારે જવાબ રજૂ કરવા વધુ સમય માગ્યો હતો. જેને કોર્ટે આપવા ઇનકાર કર્યો હતો. સરકારનો ઉધડા લેતા એવો સવાલ પૂછ્યો હતો કે, ટ્રાફિકના નિયમોનો […]

અમદાવાદમાં રખડતા ઢોર મામલે હાઈકોર્ટે સરકાર અને એએમસીની ઝાટકણી કાઢી

અમદાવાદઃ શહેરમાં રખડતા ઢોર મામલે ગુજરાત હાઈકોર્ટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને રાજ્ય સરકારનો ઉધડો લીધો હતો. દરમિયાન રાજ્યની વડી અદાલતે ટ્રાફિકની સમસ્યા અંગે ફોટોગ્રાફ સાથે રિપોર્ટ કરવા કોર્ટે સ્ટેટ લીગલ ઓથોરિટીને હુકમ કર્યો હતો. રાજ્યની વડી અદાલતમાં રોડ-રસ્તા, ટ્રાફિક અને રખડતાં ઢોર મુદ્દે થયેલી અરજીમાં વધુ સુનાવણી હાથ ધરવામાં આવી હતી. અરજદાર અને પાર્ટી ઇન […]

રખડતા ઢોરના મુદ્દે હાઈકોર્ટે રાજ્ય સરકારની ઝાટકણી કાઢી, પોલીસી કેમ બનાવાતી નથી ?

અમદાવાદઃ રાજ્યના તમામ નાના-મોટા શહેરોમાં રખડતા ઢોરનો ત્રાસ વધી રહ્યો છે. ચોમાસાની વરસાદી સીઝનમાં તો ઢોર જોહેર રસ્તાઓ પર અડ્ડો જમાવીને બેઠેલા જોવા મળી રહ્યા છે. ત્યારે ગુજરાત હાઈકોર્ટ સુનાવણી દરમિયાન ગુજરાત સરકાર અને અમદાવાદ મ્યુનિ.કોર્પોરેશનની ઝાટકણી કાઢીને એવો પ્રશ્ન પૂછ્યો હતો કે, સરકાર આ મુદ્દે પોલીસી કેમ બનાવતી નથી. ગુજરાત હાઇકોર્ટમાં જસ્ટિસ એ.એસ.સુપેહિઆ અને […]

હાઇકોર્ટમાં સરકારના પડતર કેસોનું મોનીટરીંગ, સંકલન અને નિરાકરણ માટે ઉચ્ચ્સ્તરીય સમીતીની રચના

અમદાવાદઃ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં મળેલી કેબિનેટ બેઠકમાં થયેલ વિવિધ ચર્ચા સંદર્ભે રાજ્યના પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતુ કે, હાઇકોર્ટમાં સરકારના પડતર કેસોનું સતત મોનીટરીંગ, સંકલન તેમજ ઝડપી નિકાલ માટે એક ઉચ્ચસ્તરીય સમિતીનું ગઠન કરવામાં આવશે. હાઇકોર્ટમાં રાજ્ય સરકારના પડતર કેસોના ઝડપી નિકાલ માટે કાયદા વિભાગ દ્વારા બનાવવામાં આવેલ IILMS(INTEGRATED INSTITITIONAL LITIGATION MANAGEMENT SYSTEM […]

દિલ્હી હાઈકોર્ટે રૂ. 2000ની નોટો પરત ખેંચવા અંગેની પીઆઈએલને ફગાવી

નવી દિલ્હીઃ દિલ્હી હાઈકોર્ટે સોમવારે ચલણમાંથી રૂ. 2,000ની નોટો પરત ખેંચી લેવાના રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા (RBI)ના નિર્ણયને પડકારતી PILને ફગાવી દીધી હતી. ચીફ જસ્ટિસ સતીશ ચંદ્ર શર્મા અને જસ્ટિસ સુબ્રમણ્યમ પ્રસાદે અરજી ફગાવી દીધી હતી. અગાઉ આ અરજી પર ચુકાદો 30 મેના રોજ અનામત રાખવામાં આવ્યો હતો. અરજદાર રજનીશ ભાસ્કર ગુપ્તાએ દલીલ કરી હતી […]

અમદાવાદઃ છેતરપીંડીની તપાસ મામલે હાઈકોર્ટે સાયબર ક્રાઈમની કામગીરી સામે નારાજગી વ્યક્ત કરી

અમદાવાદઃ સોશિયલ મીડિયા મારફતે યુવતીને પ્રેમજાળમાં ફસાવીને લાખો રૂપિયા પડીને છેતરપીંડી આચરવાના કેસમાં સાયબર ક્રાઈમના ગુનામાં સાઈબર ક્રાઈમની તપાસ સામે રાજ્યની વડી અદાલતે નારાજગી વ્યક્ત કરી હતી. બે વર્ષ પહેલા થયેલી અરજીની યોગ્ય કાર્યવાહી નહીં કરવા મામલે કોર્ટમાં અરજી થઈ હતી. જેમાં હાઈકોર્ટે નારાજગી વ્યક્ત કરીને તપાસનો રિપોર્ટ રજુ કરવા માટે તપાસનીશ એજન્સીને નિર્દેશ કર્યો […]

ગુજરાતમાં ડ્રગ્સની હેરાફેરીમાં બાળકોના ઉપયોગ સામે હાઈકોર્ટે સુઓમોટો દાખલ કરી માંગ્યો જવાબ

અમદાવાદઃ પંજાબની જેમ ગુજરાતમાં પણ ડ્રગ્સની હેરાફેરી વધતી જાય છે. છેલ્લા બે વર્ષમાં ગુજરાતમાંથી કરોડો રૂપિયાનું ડ્રગ્સ પકડાયું છે. ડ્રગ્સની હેરાફેરીમાં બાળકોનો ઉપયોગ થતો હોવાને મુદ્દે ગુજરાત હાઈકોર્ટે સુઓમોટો દાખલ કરીને ગુજરાત સરકાર પાસે જવાબ માંગ્યો છે. ગુજરાતમાં ડ્રગ્સની હેરાફેરીમાં બાળકોનો ઉપયોગ થતો હોવા મામલે હાઈકોર્ટે સુઓમોટો રિટ કરી છે. હાઇકોર્ટમાં આવેલા સગીરોના કેસોની વિગતોને […]

મોરબી પુલ દૂર્ઘટનાઃ મૃતકોના પરિવારજનોને રૂ. 10-10 લાખનું વળતર ચુકવાશે

અમદાવાદઃ મોરબીમાં ઝુલતો બ્રિજ ધરાશાયી થવાની ઘટનામાં હાઈકોર્ટે મૃતકોના પરિવારજનોને રૂ. 10-10 લાખનું વળતર ચુકવવા માટે બ્રિજનો કોન્ટ્રાક્ટ ધરાવતી કંપનીને આદેશ કર્યો હતો. આ ઉપરાંત ઈજાગ્રસ્તોને રૂ. 2-2 લાખનું વળતર ચુકવવા નિર્દેશ કર્યો હતો. કેસની હકીકત અનુસાર મોરબીમાં દિવાળીના તહોવારો બાદ મચ્છુ નદી ઉપર બનેલો ઝુલતો પુલ ધરાશાયી થયો હતો. આ દૂર્ઘટનામાં 135 જેટલા વ્યક્તિઓના […]

પોલીસ કર્મચારી સામે કેસ ચાલતો હોય તો બદલી ના કરી શકાય, હાઈકોર્ટની ટકોર

અમદાવાદઃ પોલીસ કર્મચારી સામે કેસ ચાલકો તો હોય તો તેની બદલી કરવી યોગ્ય ગણાય નહીં, તેવી નોંધ ગુજરાત હાઈકોર્ટે એક અરજીની સુનાવણીમાં કર્યું હતું. પોલીસકર્મીઓની બદલી મુદ્દે ખુદ પોલીસ વિભાગે જ કેમ હાઇકોર્ટના પગથીયા ચઢવા પડે છે, તેવી નોંધ પણ રાજ્યની વડી અદાલતે કરી હતી. કેસની હકીકત અનુસાર, રેલવે વિબાગના પોલીસ કર્મચારીએ પોતાની બદલી મુદ્દે […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code