આરબીઆઈએ આપ્યો અહેવાલ: મોંઘવારી પાછળ વૈશ્વિક પરિબળો જવાબદાર
નવી દિલ્હી: ભારતમાં વ્યાજ દર નિર્ધારણ કરનાર, RBIની મોનેટરી પોલિસી કમિટી (MPC)એ વધતી જતી મોંઘવારી પાછળ વૈશ્વિક પરિબળોને જવાબદાર ગણાવ્યા છે. આરબીઆઈની મોનેટરી પોલિસી કમિટી (એમપીસી) એ કેન્દ્રને પત્ર લખીને જણાવ્યું છે કે, યુક્રેન અને રશિયા વચ્ચેના યુદ્ધ, ઈંધણ અને ખાદ્ય ચીજોના ભાવમાં વધારો અને રોગચાળાને કારણે માલસામાનની આપૂર્તિમાં વિક્ષેપને કારણે દેશમાં મોંઘવારી વધી છે. […]