1. Home
  2. Tag "Hijab"

તાજિકિસ્તાનમાં હિજાબ પહેરવા પર સરકારે લગાવ્યો પ્રતિબંધ, કાયદો તોડવા પર દંડ થશે

નવી દિલ્હીઃ તાજિકિસ્તાનમાં હિજાબ પર સત્તાવાર રીતે પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. 96 ટકા મુસ્લિમ વસ્તી ધરાવતા આ દેશની સંસદમાં નિર્ણય લેવામાં આવ્યો છે. નવા સુધારા અનુસાર કાયદાનું ઉલ્લંઘન કરવા બદલ ભારે દંડ થઈ શકે છે. સંસદના ઉપલા ગૃહ ‘મજલિસી મિલી’માં આ બિલને ઔપચારિક મંજૂરી આપવામાં આવી છે. આ ખરડો બે સૌથી મહત્વપૂર્ણ ઇસ્લામિક રજાઓ ઇદ […]

યુએન રાઇટ્સ બોડીએ ઇરાનમાં ચર્ચિત મામલે માનવાધિકારની તપાસ શરૂ કરી.

યુએનના માનવાધિકાર વડા વોલ્કર તુર્કના કહેવાથી માનવ અધિકાર પરિષદે ઈરાનમાં વિરોધીઓ સામે ચાલી રહેલી જીવલેણ હિંસાની સ્વતંત્ર તપાસ માટે 16 સપ્ટેમ્બર 2022 ના રોજ શરૂ થયેલા વિરોધ પ્રદર્શનોથી સંબંધિત એક ‘ફેક્ટ ફાઈન્ડિંગ મિશન’ બનાવ્યું છે. સપ્ટેમ્બરમાં  22 વર્ષીય જીના મહસા અમીનીના પોલીસ કસ્ટડીમાં મૃત્યુને કારણે સર્જાયેલી કટોકટીના પ્રતિભાવમાં વિશેષ સત્રમાં મળેલી કાઉન્સિલમાં  શ્રી તુર્કે “સત્તા […]

ઈસ્લામમાં હિજાબ ફરજિયાત નથીઃ સુપ્રીમ કોર્ટમાં કર્ણાટક સરકારની રજૂઆત

નવી દિલ્હીઃ કર્ણાટકની શૈક્ષણિક સંસ્થામાં મુસ્લિમ વિદ્યાર્થિનીઓને હિજાબ પહેરવા ઉપર મનાઈ ફરમાવવામાં આવતા સમગ્ર મામલો સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો હતો. આ અરજીની સુનાવણીમાં કર્ણાટક સરકાર તરફથી સોલિસિટર જનરલ તુષાર મહેતાએ રજૂઆત કરી હતી. તુષાર મહેતાએ રજૂઆત કરી હતી કે, ઈસ્લામમાં હિજાબ ફરજિયાત નથી, એટલું જ નહીં ઈરાન સહિત ઈસ્લામિક દેશમાં મહિલાઓ હિજાબ મુદ્દે આંદોલન કરી રહી […]

કર્ણાટકમાં હિજાબનો વિવાદ ફરી ગરમાયો, મુસ્લિમ વિદ્યાર્થીનીઓએ ડેપ્યુટી કમિશનરને મેમોરેન્ડમ સુપરત કર્યું, હિજાબ પહેરવાની પરવાનગી માંગી

કર્ણાટકમાં હિજાબનો વિવાદ ફરી ગરમાયો વિદ્યાર્થીનીઓએ ડેપ્યુટી કમિશનરને મેમોરેન્ડમ સુપરત કર્યું હિજાબ પહેરવાની પરવાનગી માંગી બેંગલોર:કર્ણાટકની શૈક્ષણિક સંસ્થાઓમાં હિજાબ વિવાદ ફરી એકવાર ચર્ચામાં આવ્યો છે.મંગલુરુની એક યુનિવર્સિટીની મુસ્લિમ વિદ્યાર્થીનીઓએ ડેપ્યુટી કમિશનરને એક મેમોરેન્ડમ સુપરત કર્યું છે. છોકરીઓએ ક્લાસમાં હિજાબ પહેરવાની પરવાનગી માંગી છે.ફાતિમા નામની વિદ્યાર્થીનીએ કહ્યું કે, કોર્ટના આદેશ બાદ કંઈ થયું નથી.અમે શાંતિપૂર્ણ રીતે […]

હિજાબ વિવાદ સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો, વિદ્યાર્થિનીઓએ કોર્ટમાંથી ના મળી રાહત

નવી દિલ્હીઃ કર્ણાટકની શૈક્ષણિક સંસ્થાઓથી શરૂ થયેલો હિજાબનો વિવાદ સુપ્રીમ કોર્ટ સુધી પહોંચ્યો છે. હિજાબનું સમર્થન કરતી વિદ્યાર્થિનીઓએ સુપ્રીમ કોર્ટના દ્વાર ખટખટાવ્યાં છે. તેમજ અરજીની તાત્કાલિક સુનાવણી કરવાની માંગણી કરી હતી. જો કે, સર્વોચ્ચ અદાલતે તાત્કાલિક સુનાવણી કરવાનો ઈન્કાર કર્યો હતો. એટલું જ નહીં વિદ્યાર્થિનીઓના વકીલને હિજાબ વિવાદને લઈને કેટલીક તાકીદ પણ કરી હતી. વિદ્યાર્થિનીઓની […]

કર્ણાટકઃ હિજાબ વિવાદને પગલે પરીક્ષાનો વિરોધ કરનારી વિદ્યાર્થિનીઓની ફરીથી નહીં લેવાય પરીક્ષા

બેંગલુરુ: કર્ણાટકના PUમાં હિજાબના મુદ્દે પ્રેકટીકલ પરીક્ષાઓ છોડી હતી તેમને બીજી તક આપવામાં આવશે નહીં. તેનો નિર્ણય કર્ણાટક સરકાર દ્વારા લેવામાં આવ્યો હોવાનું જાણવા મળે છે. ફેબ્રુઆરી-માર્ચમાં, હિજાબના વિવાદને પગલે ઘણી વિદ્યાર્થિનીઓએ પ્રેક્ટિકલનો બહિષ્કાર કર્યો હતો. એવા સંકેતો હતા કે આ વિદ્યાર્થિનીઓને ફરીથી હાજર થવાની તક આપવામાં આવશે, પરંતુ સરકારે આ વિદ્યાર્થીઓ માટેના ફરીથી પરીક્ષાના […]

હિજાબ મુદ્દે કેટલાક લોકો તણાવ બનાવી રાખીને ભારતની છબીને નુકસાન પહોંચાડી રહ્યાં છેઃ સુશીલકુમાર મોદી

પટણાઃ હિજાબ મુદ્દે કર્ણાટક હાઈકોર્ટના ચુકાદા બાદ ભાજપના નેતા અને રાજ્યસભાના સભ્ય સુશીલ કુમાર મોદીએ જણાવ્યું હતું કે, ડ્રેસવાળા કોડવાળા શિક્ષણ સંસ્થાનોમાં વિદ્યાર્થિનીઓના હિજાબ પહેરેને બદલે સંસ્થાના નિયમોનું પાલન કરવા માટે કર્ણાટક હાયકોર્ટની ત્રણ સભ્યની ખંડપીઠનો નિર્ણય યોગ્ય છે. તેમણે કહ્યું કે, હાઈકોર્ટએ પણ સ્પષ્ટ કર્યું છે કે, હિજાબ પહેરવો ઈસ્લામનો મૂળ હિસ્સો નથી. ડ્રેસકોડવાળી […]

કર્ણાટક: હિજાબ પછી હવે માથે બિંદી લગાવવાનો નવો વિવાદ સર્જાયો

કર્ણાટકમાં નવો વિવાદ સર્જાયો હિજાબ પછી હવે બિંદી વિવાદ શરૂ આ રીતે વિવાદ વકરી રહ્યો છે બેંગ્લોર: કર્ણાટકમાં તો હાલ હિજાબ વિવાદ ચાલી રહ્યો છે, દેશના અન્ય રાજ્યોમાં પણ આ વિવાદ શરૂ થયો છે ત્યારે હવે કર્ણાટકમાં નવો વિવાદ સર્જાયો છે. હિજાબના સમર્થન અને વિરોધમાં દેખાવો અને પ્રદર્શન શાંત પડયાને હજુ વધારે સમય થયો નથી ત્યારે […]

ભારતમાં હિજાબ મુદ્દે અરાજકતા ફેલાવવાનું આઈએસઆઈનું કાવતરુ ?

ખાલીસ્તાની આતંકવાદી સંગઠનનો કરી શકે છે ઉપયોગ હિજાબ રેફરેંડમ માટે વેબસાઈટ બનાવી ભારતીય ગુપ્તચર એજન્સીઓ થઈ એલર્ટ નવી દિલ્હીઃ કર્ણાટકમાં શરૂ થયેલા હિજાબ વિવાદને લઈને દેશના વિવિધ શહેરોમાં વિરોધ પ્રદર્શન થઈ રહ્યાં છે. દરમિયાન  પાકિસ્તાનની ગુપ્તચર એજન્સી આઈએસઆઈ ખાલિસ્તાની આતંકી સંગઠન મારફતે ભારતમાં હિજાબ રેફરેંડમ મારફતે અરાજકતા ફેરાવવાનું કાવતરુ રચી રહ્યું છે. ભારતમાં હિજાબ રેફરેંડમ […]

હિજાબ મુદ્દે દુનિયાના કોઈ દેશને દખલ ના કરવી જોઈએઃ વિદેશ મંત્રાલય

નવી દિલ્હીઃ કર્ણાટકની શૈક્ષણિક સંસ્થાઓમાં હિજાબનો વિવાદ ઉભો થયો હતો. જેના પડઘા સમગ્ર દેશમાં પડી રહ્યાં છે. એટલું જ નહીં અન્ય દેશ દ્વારા આ મુદ્દે નિવેદન આપવામાં આવી રહ્યાં છે. દરમિયાન ભારત સરકારના વિદેશ મંત્રાલયએ જણાવ્યું હતું કે, હિજાબ મુદ્દે ભારતનો આંતરિક મુદ્દો છે. ભારતના આંતરિક મુદ્દામાં કોઈ પણ દેશે દખલ ના કરવી જોઈએ. Our […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code