1. Home
  2. Tag "HINDUSTAN"

કોંગ્રેસ હિન્દુસ્તાનને નહીં પરંતુ પાકિસ્તાનને પ્રેમ કરે છેઃ અનુરાગ ઠાકુર

નવી દિલ્હીઃ કેન્દ્રીય મંત્રી અને ભાજપના નેતા અનુરાગ ઠાકુરએ કોંગ્રેસ ઉપર આકરા પ્રહાર કરતા જણાવ્યું હતું કે, પાકિસ્તાનમાં નહીં પરંતુ હિન્દુસ્તાનમાં ચૂંટણી થઈ રહી છે, કોંગ્રેસ હિન્દુસ્તાનને નહીં પરંતુ પાકિસ્તાન તરફી પ્રેમ કરે છે. કોંગ્રેસએ દેશના એક ભાગને પીઓકે બનાવી દીધું છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, કોંગ્રેસનો પાકિસ્તાન પ્રેમ જાહેર થાય છે, તેમના નેતાઓ […]

પાકિ.માં દુશ્મનોના ખાતમા પાછળ ભારતીય એજન્સીઓની સંડોવણીનો દાવો પાયાવિહોણોઃ ભારત

નવી દિલ્હીઃ પાકિસ્તાનને ભારત તમામ મુદ્દા ઉપર સણસણતો જવાબ આપે છે. સર્જિકલ સ્ટ્રાઈકલ હોય કે આંતરરાષ્ટ્રીય મંચ ઉપર પાકિસ્તાનને તેની ભાષામાં જ જવાબ આપે છે. જ્યારે પડોશી દેશમાં ભારતના દુશ્મનોનો ખાતમો થઈ રહ્યો છે. જેને લઈને બ્રિટિશ અખબારે ચોંકાવનારો દાવો કર્યો છે. પાકિસ્તાનમાં ભારતના દુશ્મનોના ખાતમા પાછળ ભારતનો જ હાથ હોવાનો દાવો કરવામાં આવ્યો છે. […]

ક્રાંતિવીર રામપ્રસાદ બિસ્મિલજીનો બલિદાન દિવસઃ માત્ર 19 વર્ષની ઉંમરે ક્રાંતિકારી જીવનની શરુઆત કરી હતી

નવી દિલ્હીઃ દેશની આઝાદીની લડાઈમાં મહત્વની ભૂમિકા ભજવનારા ક્રાંતિવીર રામપ્રસાદ બિસ્મિલજીનો આજે બલિદાન દિવસ છે.  આર્યસમાજની વિચારધારામાં રંગાયેલા ક્રાંતિવીર રામપ્રસાદ બિસ્મિલજીએ માત્ર 19 વર્ષની ઉંમરે જ ક્રાંતિકારી જીવનની શરુઆત કરી હતી. ક્રાંતિવીર રામપ્રસાદ બિસ્મિલનું મુળ નામ રામપ્રસાદ મુરલીધર પંડિત હતું અને તેઓ ઉત્તરપ્રદેશના શાહજનહાનપુરના હતા. દેશની આઝાદી માટે તેઓ ખૂબ જ વિહવળ હોવાથી તેમના નામની […]

આયુષ્માન ભારત યોજના હેઠળ હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર મામલે સમગ્ર દેશમાં ગુજરાત ટોપ ઉપર

અમદાવાદઃ PM નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ દેશના દરેક નાગરિકને ગુણવત્તાયુક્ત પ્રાથમિક આરોગ્ય સારવાર મળી રહે તે માટે તેમની મહત્વાકાંક્ષી આયુષ્માન ભારત યોજના હેઠળ દેશના તમામ રાજ્યોમાં હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટરની સ્થાપના કરવામાં આવી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળ ગુજરાતમાં 9610 આયુષ્માન ભારત હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર સ્થાપિત કરવામાં આવ્યા છે, અને આ સાથે હેલ્થ […]

વિભાજન વિભિષિકા દિવસ અંગે વિદ્યાર્થીઓના અભ્યાસક્રમમાં દાખલ કરવા માંગણી

લખનૌઃ યુપીના ભાજપના રાજ્યસભા સાંસદ હરનાથ સિંહ યાદવે ઈતિહાસના પુસ્તકોમાં વિભાજન વિભિષિકા દિવસ (14 ઓગસ્ટ)નો સમાવેશ કરવાની માંગ કરી છે. આ અંગે તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર પણ લખ્યો છે. તેમણે પત્રમાં લખ્યું છે કે, ‘મારી દૃષ્ટિએ વિશ્વની સૌથી ઘાતકી ઘટનાની માહિતી ભારતની વર્તમાન અને ભાવિ પેઢીને આપવી જોઈએ. આ માટે ઈતિહાસના અભ્યાસક્રમમાં વિભાજનની ભયાનકતાને […]

ભારત માતાના સપુત મંગલ પાંડેએ 1857માં અંગ્રેજ સામ્રાજ્યના પાયા હચમચાવી નાખ્યા હતા

નવી દિલ્હીઃ ભારત માતાના સપુત મંગલ પાંડેએ અંગ્રેજોના શાસનમાં પ્રથમવાર અંગ્રેજી હુકુમતનો વિરોધ કરીને ભારતની આઝાદીનો પાયો નાખ્યો હતો. જેથી જ્યારે પણ ભારતની આઝાદી અને આઝાદીના લડવૈયાઓનો ઉલ્લેખ થાય ત્યારે સૌ પ્રથમ મંગલ પાંડેનો ઉલ્લેખ કરવામાં આવે છે, આજે આઝાદીના આ પ્રથમ મહાન લડવૈયાની જન્મજ્યંતિની સમગ્ર દેશમાં ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે તેમના જન્મસ્થળ […]

પાકિસ્તાની ઉશ્કેરણીનો PM મોદીના નેતૃત્વમાં ભારત યોગ્ય જવાબ આપી શકે છેઃ અમેરિકી ગુપ્તચર સંસ્થા

નવી દિલ્હીઃ અમેરિકી ગુપ્તચર સંસ્થાએ અમેરિકન કોંગ્રેસને કહ્યું કે, પહેલાની સરખામણીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભારત પાકિસ્તાનના કથિક ઉશ્કેરણીનો વધારે સૈન્ય દળની સાથે જવાબ આપી શકે છે. નેશનલ ઈન્ટેલિજેન્સ નિદેશન કાર્યાલય તરફથી જાહેર અમેરિકી ગુપ્તચર સમુદાયની વાર્ષિક જોખમ આંકલનમાં કરવામાં આવી હતી. આ આકલનમાં કહેવામાં આવ્યું કે, ભારત અને પાકિસ્તાન વચ્ચે સંકટ વિશેષ સ્વરૂપથી ચિંતાનો […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code