1. Home
  2. Tag "Hirasar Airport"

રાજકોટના હીરાસર એરપોર્ટ નજીક 100 કરોડના ખર્ચે ફ્લાઈઓવર બ્રિજ બનાવાશે

રાજકોટઃ શહેરની ભાગોળે રાજકોટ-અમદાવાદ હાઈવે પર હીરાસર ગામ નજીક રૂ.1,405 કરોડના ખર્ચે ગ્રીનફિલ્ડ એરપોર્ટનું થોડા મહિના પહેલા જ વડાપ્રધાનના હસ્તો લોકાર્પણ કરાયું હતુ. શહેરથી એરપોર્ટ દૂર છે. અને ખાસ તો હાઈવેના ટ્રાફિકમાંથી એરપોર્ટ  પહોંચવું પ્રવાસીઓ માટે મુશ્કેલ બન્યુ છે. ત્યારે હીરાસર ગ્રીનફિલ્ડ એરપોર્ટ જવા માટે ટ્રાફિકનો પ્રશ્ન ન ઉદભવે તે માટે કેન્દ્ર સરકાર દ્વારા રૂ.100 […]

રાજકોટના સીમાડે કરોડોના ખર્ચે બનાવાયેલા હીરાસર એરપોર્ટમાં અપુરતી સુવિધા, પ્રવાસીઓ પરેશાન

રાજકોટઃ શહેરથી 31 કિમી દૂર અમદાવાદ હાઈવે પર હીરાસર ગામ પાસે કરોડો રૂપિયાના ખર્ચે બનાવેલું એરપોર્ટ લોકાર્પણ બાદ મહિનામાં શરૂ કરી દેવાયું છે. પરંતુ આ એરપોર્ટ પર અપુરતી સુવિધાથી પ્રવાસીઓ અકળાયા છે. પ્રવાસીઓ એવો બળાપો વ્યક્ત કરી રહ્યા છે. કે, આના કરતા તો જુનું એરપોર્ટ સારૂ હતું, કારણ કે શહેરની મધ્યમાં હતું અને તમામ સુવિધાઓ […]

રાજકોટના હીરાસર એરપોર્ટથી હવે STની E-બસ સેવા મળશે, ફ્લાઈટ્સના શેડ્યુલ મુજબ બસ દોડાવાશે

રાજકોટઃ શહેરના ભાગોળે હીરાસર ગામ પાસે કરોડો રૂપિયયાના ખર્ચે આંતરરાષ્ટ્રીય ગ્રીન ફિલ્ડ એરપોર્ટ બનાવવામાં આવ્યું છે. જેનું પીએમ મોદીના હસ્તે જુલાઈમાં લોકાર્પણ કરાયા બાદ આગામી તા. 10મી સપ્ટેમ્બરને રવિવારથી ફ્લાઈટ્સ ઉડાન ભરવા લાગશે. શહેરનું જુનુ એરપોર્ટ બંધ કરી દઈને સ્ટાફ સહિત ઓફિસ નવા એરપોર્ટ ખાતે ખસેડવામાં આવી છે. એટલે હવે રવિવારથી એરપોર્ટ ધમધમતુ બની જશે. […]

રાજકોટથી ભાગોળે આવેલા હીરાસર એરપોર્ટ માટે ટ્રાન્સપોર્ટેશન સુવિધા આપવા ચેમ્બરની માગ

રાજકોટઃ શહેરથી 25 કિલોમીટર દુર હીરાસર ગામ પાસે ગ્રીનફિલ્ડ એરપોર્ટનું કરોડો રૂપિયાના ખર્ચે નિર્માણ કરવામાં આવ્યું છે. અને તાજેતરમાં વડાપ્રધાનના હસ્તે આ એરપોર્ટનું તાજેતરમાં લોકાર્પણ કરવામાં આવ્યુ હતુ. હવે રાજકોટ શહેરની મધ્યમાં આવેલી એરપોર્ટને હીરાસર ખાતેના એરપોર્ટમાં ખસેડવામાં આવી રહ્યું છે. જે અઠવાડિયામાં કામગીરી પૂર્ણ થયા બાદ જુનુ એરપોર્ટ બંધ કરી દેવામાં આવશે. એટલે શહેરીજનોને […]

રાજકોટના હીરાસર એરપોર્ટ પરથી 10મી સપ્ટેમ્બરથી ડોમેસ્ટીક ફ્લાઈટ્સ ઉડાન ભરશે

રાજકોટઃ શહેરથી 32 કિલોમીટર દુર રાજકોટ-અમદાવાદ નેશનલ હાઈવે નજીક હીરાસર ગામ પાસે ઈન્ટરનેશનલ એરપોર્ટનું લોકાર્પણ તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના હસ્તે કરવામાં આવ્યું હતું. હવે ઉદ્ઘાટન થયાના દોઢ મહિના પછી નવા એરપોર્ટ પરથી ડોમેસ્ટીક ફ્લાઈટ 10મી સપ્ટેમ્બરથી ઉડાન ભરશે. જોકે શહેર વચ્ચે આવેલું જુનું એરપોર્ટ બંધ કરી દેવાશે. એરપોર્ટ ઓથોરિટી ઑફ ઈન્ડિયા દ્વારા એવી જાહેરાત કરવામાં […]

PM મોદીએ રાજકોટના હિરાસર ખાતે ઈન્ટરનેશનલ એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન – જાણો તેમના સંબોધનની વાતોના કેટલાક અંશો

રાજકોટઃ- દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજરોજ ગુરુવારે ગુજરાતની બે દિવસીય  મુલાકાતે  આવ્યા છે. તેઓ એ અહી રાજકોટ  શહેર નજીક આવેલા હિરાસર ખાતે ઈન્ટરનેશનલ એરપોર્ટનું ઉદ્ઘાટન કર્યું છે. માહિતી અનુસાર ઉદ્ધાટનના આ ખાસ આ પ્રસંગે પીએમ મોદી  સાથે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયા અને ભાજપના અનેક વરિષ્ઠ નેતાઓ પણ હાજર રહ્યા […]

હિરાસર એરપોર્ટને પ્રગતિની નવી ઉડાન ગણાવતા કેન્દ્રીય ઉડ્ડયન મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયા

અમદાવાદઃ ગુજરાતમાં રાજકોટના હિરાસર એરપોર્ટની કામગીરી હાલ તેજ ગતિએ ચાલી રહી છે. દરમિયાન કેન્દ્રીય ઉડ્ડયન પ્રધાન જ્યોતિરાદિત્ય સિંધિયાએ સોશિયલ મીડિયા ઉપર એરપોર્ટના કેટલાક ફોટોગ્રાફ સોશિયલ મીડિયા ઉપર શેયર કર્યાં હતા. એટલું જ નહીં તેમણે હિરાસર એરપોર્ટને પ્રગતિની નવી ઉડાન તરીકે ગણાવ્યું છે. राजकोट (गुजरात) में निर्माणाधीन हीरासर ग्रीनफील्ड एयरपोर्ट, प्रधानमंत्री श्री @narendramodi जी की दूरदर्शी […]

રાજકોટ નજીક નવ નિર્મિત હિરાસર એરપોર્ટ પર બે મહિનામાં ફ્લાઈટ્સ શરૂ થઈ જશે

રાજકોટઃ શહેર નજીક આંતરરાષ્ટ્રીય ગ્રીનફિલ્ડ હિરાસર એરપોર્ટની નિર્માણ કામગીરી ઝડપભેર આગળ વધારવામાં આવી રહી છે. આ એરપોર્ટનો વિશાળ રન-વે પરિપૂર્ણ થતા હવે ફલાઇટ ટેસ્ટીંગની તૈયારીઓ શરૂ કરવામાં આવી છે.  નવા એરપોર્ટનું 99 ટકા કામ પૂર્ણ થઈ ગયું છે. અને એકાદ-બે સપ્તાહમાં જ  ફલાઇટ ટેસ્ટીંગ થશે. જ્યાં ફ્લાઈટનું ઉતરાણ ટેસ્ટિંગ માટે કરાશે. જેનું DGCI દ્વારા ટેસ્ટિંગ […]

રાજકોટ નજીક હીરાસર એરપોર્ટ માર્ચ-2023ના અંત સુધીમાં ઓથોરિટીને સોંપી દેવાશે

રાજકોટઃ શહેર નજીક હીરાસર પાસે કરોડો રૂપિયાના ખર્ચે આંત૨રાષ્ટ્રીય ગ્રીનફીલ્ડ  એ૨પોર્ટની કામગીરી ઝડપભે૨ આગળ વધી રહી છે. એરપોર્ટ નિર્માણનું મોટાભાગનું કામ લગભગ પૂર્ણ થઈ ગયું છે. આગામી માર્ચ 2023ના અંત સુધીમાં  નવનિર્મિત હીરાસર એ૨પોર્ટ ઓથોરીટીને સોંપી દેવાશે. તેમ જિલ્લા કલેકટર અરૂણ મહેશ બાબુએ માહિતા આપતા જણાવ્યુ હતું. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, રાજકોટ નજીક નિર્માણાધિન […]

રાજકોટનું નવું હીરાસર એરપોર્ટ હવે ઓગસ્ટમાં નહીં પણ ડિસેમ્બરમાં કાર્યરત થાય તેવી શક્યતા

રાજકોટ :  સૌરાષ્ટ્રના સૌથી મોટા શહેર ગણાતા રાજકોટના એરપોર્ટ પર પ્રવાસીઓનો સારોએવો ધસારો જોવા મળી રહ્યો છે. ત્યારે બીજીબાજુ શહેરની ભાગોળે નિર્માણ પામી રહેલા આંતરરાષ્ટ્રીય કક્ષાના હિરાસર એરપોર્ટને તૈયાર થવામાં ‘તારીખ પે તારીખ’ પડી રહ્યાનું ચિત્ર ઉપસ્થિત થઈ રહ્યું છે. નવા એરપોર્ટને કોઈપણ ભોગે ઑગસ્ટ અથવા વધુમાં વધુ સપ્ટેમ્બર સુધીમાં તૈયાર કરી લેવા માટે એરપોર્ટ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code