સાયબર-ક્રાઈમ અટકાવવા DoTએ 28,200 મોબાઈલ હેન્ડસેટને બ્લોક કરવા નિર્દેશ કર્યો
નવી દિલ્હીઃ ડિપાર્ટમેન્ટ ઓફ ટેલિકોમ્યુનિકેશન્સ (DoT), ગૃહ મંત્રાલય (MHA) અને રાજ્ય પોલીસે સાયબર-ક્રાઈમ અને નાણાકીય છેતરપિંડીઓમાં ટેલિકોમ સંસાધનોના દુરુપયોગને રોકવા માટે હાથ મિલાવ્યા છે. આ સહયોગાત્મક પ્રયાસનો હેતુ છેતરપિંડી કરનારાઓના નેટવર્કને ખતમ કરવાનો અને નાગરિકોને ડિજિટલ જોખમોથી બચાવવાનો છે. ગૃહ મંત્રાલય અને રાજ્ય પોલીસ દ્વારા કરવામાં આવેલા વિશ્લેષણમાં જાણવા મળ્યું છે કે, 28,200 મોબાઈલ હેન્ડસેટનો સાયબર […]