1. Home
  2. Tag "Hurricanes"

ગુજરાત સરકારે વાવાઝોડાના અસરગ્રસ્ત ખેડૂતો સહિતના લોકોને 100 ટકા વળતર ચુકવવા માંગણી

અમદાવાદઃ રાજયમાં સૌરાષ્ટ્રના દરિયાકાંઠે આવેલા અમરેલી, ભાવનગર, ગીર-સોમનાથ જિલ્લાઓને તૌકતે વાવાઝોડાએ તબાહ કરી દીધા છે ત્યારે દેશના વડાપ્રધાન અને રાજયના મુખ્યમંત્રીએ હવામાં ઉડીને નિરીક્ષણ કર્યું છે. એ જ સમયે ગુજરાત વિધાનસભા વિપક્ષના નેતા પરેશ ધાનાણી આ અસરગ્રસ્ત વિસ્તારોમાં રૂબરૂ ઘરે-ઘરે અને ખેતરે-ખેતરે જઈને અસરગ્રસ્ત લોકોની મુલાકાત કરી રહ્યા છે અને દયનીય સ્થિતિનો સામનો કરી રહેલા […]

અમરેલીમાં વાવાઝોડામાં બંધ થયેલા 331 રસ્તાઓ પુનઃ કાર્યરત કરાયાં

અમદાવાદઃ અમરેલી જિલ્લામાં તાઉ’તે વાવાઝોડાના લીધે જિલ્લાના કુલ 331 રસ્તાઓ વૃક્ષો અને વીજપોલ ધરાશાયી થતા કે અન્ય કારણોસર બંધ હાલતમાં હતા જે માત્ર ગણતરીના દિવસોમાં 100 ટકા ફરી કાર્યરત કરી દેવામાં આવ્યા છે. જિલ્લા કલેક્ટર આયુષ ઓક જણાવ્યું હતું કે, સમગ્ર અમરેલી જિલ્લામાં રોડ રસ્તાની બાબતમાં વાવાઝોડાથી મોટાપાયે નુકસાન થવા પામ્યું હતું. પરંતુ વાવાઝોડાના માત્ર […]

સૌરાષ્ટ્રના વાવાઝોડાગ્રસ્ત ગામોમાં યુદ્ધના ધોરણે કરાતી કામગીરીઃ કેટલાક ગામોમાં પીવાનાપાણીની તંગી

અમરેલીઃ તાઉ-તે વાવાઝોડાની વિદાયના ત્રણ દિવસ બાદ પમ હજુ અમરેલી જિલ્લાની સ્થિતિ સુધરી નથી. વાવાઝોડાએ સૌથી વધુ નુકશાન અમરેલી જિલ્લાને પહોંચાડ્યુ છે. રસ્તાઓ પર હજુ વૃક્ષો પડેલો જોવા મળી રહ્યા છે. ઘણા ગામોમાં પીવાના પાણીની સમસ્યા પણ જોવા મળી રહી છે. કેટલાક ગામોમાં વીજ પુરવઠો પણ ખોરવાયેલો છે. ગીર સોમનાથના ઉનામાં જ્યાં એક તરફ પીવા […]

વાવાઝોડાને લીધે બંધ કરાયેલા કંડલાના દીન દયાળ બંદર પર 16 જહાજો લાંગરતાં ફરી ધમધમાટ શરૂ થયો

ગાંધીધામ :  દેસના સૌથી મોટા ગણાતા કંડલાના દીન દયાલ બંદર વાવાઝોડાને કારણે બંધ કરાયુ હતું. કોઈ જાનહાની ન થાય તે માટે ખાસ તકેદારી રાખવામાં આવી હતી. વાવાઝોડું શમી ગયા બાદ હવે બંદર પર પુનઃ પહેલા જેવો જ ધમધમાટ શરૂ થયો છે. જહાજોને તુણા આઉટ બોયોથી જેટી ઉપર લાવવાની પ્રક્રિયા પુન: શરૂ થઇ હતી. આજે બપોરે […]

ઝંઝાવાતી વાવાઝોડાની વિદાય બાદ હવે વૈશાખી ગરમીનો પ્રકોપ શરૂ થશે

અમદાવાદઃ  તાઉ- તે વાવાઝોડાની વિદાય બાદ અમદાવાદ સહિત રાજ્યમાં ફુંકાયેલા ભારે પવનો અને વરસાદને કારણે મોટાભાગના શહેરોના તાપમાનમાં ઘટાડો થયો હતો. અમદાવાદનાં મહત્તમ તાપમાનમાં 10 ડિગ્રી અને લઘુત્તમ તાપમાનમાં 5 ડિગ્રીનો ઘટાડો થતાં ઠંડકમાં વધારો થયો હતો. જો કે, બે દિવસ વાદળિયું વાતાવરણ રહ્યાં બાદ હવે અમદાવાદ સહિત રાજ્યમાં ગરમી વધવાની શક્યતા હવામાન વિભાગે વ્યક્ત […]

વાવાઝોડા પહેલા ફુંકાયેલા હળવા પવનમાં ગ્રીન બિલ્ડિંગ રેલવે સ્ટેશનના પતરા ઊડી ગયાઃ કોન્ટ્રાક્ટરને નોટિસ

વડોદરાઃ વિશ્વના સૌથી ઊંચા સ્ટેચ્યુ ઓફ યુનિટી નજીક ગ્રીન બિલ્ડિંગ રેલવે સ્ટેશન બનાવવામાં આવ્યુ છે. જાન્યુઆરી મહિનામાં દેશના પ્રથમ ગ્રીન બિલ્ડિંગ રેલવે સ્ટેશનનું વડાપ્રધાન મોદીએ વર્ચ્યુઅલ લોકાર્પણ કર્યું હતું., ત્યારે તાઉ-તે વાવાઝોડા પહેલા સોમવારે ગ્રીન બિલ્ડિંગ રેલવે સ્ટેશનની 300 ફુટ ઊંચા ડેમની છતના પતરા ઊડી નીચે પડ્યા હતા. આ ઘટનાને લઇને ડિઝાઇન અને ગુણવત્તા પર […]

વાવાઝોડાને કારણે કૃષિક્ષેત્રને કરોડાનું નુકશાનઃ બાગાયતી અને ઉનાળુ પાક ધોવાઈ ગયો

અમદાવાદઃ તાઉ-તે વાવાઝોડાએ કૃષિક્ષેત્રે ભારે ખાનાખરાબી સર્જી છે. ગુજરાતના કૃષિ ક્ષેત્રની કેડ ભાંગી નાંખી છે અને ઉનાળુ તથા બાગાયતી પાકોને કરોડો રૂપિયાનું નુકસાન થયું છે . તેના કારણે ખેડૂતોને પારાવાર હાડમારી વેઠવાનો વારો આવ્યો છે. તાઉ-તે વાવાઝોડાએ ખેતીક્ષેત્રે ભારે નુકશાન પહોંચાડ્યુ છે.  માત્ર કેરીના પાકને નુકસાનની વાત કરીએ તો તે કરોડ રૂપિયામાં થવા જાય છે […]

તોક-તે વાવાઝોડા અને વરસાદને લીધે 30 લાખ ટન મીઠું ધોવાઈ ગયુ

અમદાવાદ:  તાઉ-તે વાવાઝોડાએ મીઠા ઉદ્યોગને પણ સારૂ એવું નુકશાન પહોંચાડ્યુ છે.   વાવાઝોડાને લીધે પડેલા વરસાદને કારણે 30 લાખ ટન મીઠું ધોવાઈ ગયું છે. ઈન્ડિયન સોલ્ટ મેન્યુફેક્ચરર્સ અસોસિએશનના જણાવ્યા અનુસાર, લગભગ 15 લાખ ટન મીઠું વાવાઝોડા પહેલા ખસેડી શકાયું નહોતું, જેના કારણે મોટું નુકસાન થયું છે. બાકીના 15 લાખ ટન ઉત્પાદકીય નુકસાન થયું છે કારણકે અત્યારે […]

તાઉ-તેને કારણે 3748 ગામડાં વીજ પુરવઠો ખોરવાયો, 40 ટકા વીજપોલ ધરાશાયી થયાઃ ઊર્જાપ્રધાન

અમદાવાદઃ તાઉ-તે વાવાઝોડાને કારણે વીજ તંત્રને સારૂએવું નુકશાન થયુ છે. સમગ્ર ગુજરાતમાં વીજ તંત્રને થયેલા નુકસાન અંગે રાજકોટમાં ઊર્જાપ્રધાન સૌરભ પટેલે જણાવ્યું હતું કે, તાઉ-તે વાવાઝોડાના કારણે 3748 ગામોમાં વીજ પુરવઠો ખોરવાયો છે. જેમાં 1115 ગામડામાં ફરી વીજ પુરવઠો કાર્યરત કરી દેવામાં આવ્યો છે. બાકીના ગામોમાં કામગીરી ચાલી રહી છે. તેમજ 122 કોવિડ હોસ્પિટલમાં પણ […]

સુરતમાં વાવાઝોડા અને વરસાદને લીધે 150થી વધુ વૃક્ષો ધરાશાયીઃ જનજીવન ઠપ્પ

સુરતઃ શહેરમાં તાઉ-તે વાવાઝોડાની અસરને લઈને વરસાદ અને પવન ફૂંકાઈ રહ્યો છે.આખી રાત ભારે પવન અને વરસાદને લઈ શહેરના જુદા જુદા વિસ્તારોમાં ઝાડ પડવાના ફાયરને બહુ કોલ મળ્યા હતા અને 150થી વધુ ઝાડ તૂટી પડ્યા હોવાનું જાણવા મળ્યુ છે. એટલું જ નહીં પણ ઝાડ પડવાથી આખી રાત ફાયરની ટીમ ખડે પગે બ્લોક થયેલા રસ્તાઓ ખોલવામાં […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code