પુણેઃ ISIS મોડ્યુલ કેસમાં NIAએ 11 આરોપીઓની સ્થાવર મિલકતો કરી જપ્ત
મુંબઈઃ નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી (NIA) એ મહારાષ્ટ્રના પુણેમાં ISIS મોડ્યુલ કેસમાં 11 આરોપીઓની ચાર સ્થાવર મિલકતો ‘આતંકવાદની કાર્યવાહી’ તરીકે જપ્ત કરી છે. NIAએ કહ્યું કે આ પ્રોપર્ટીઝનો ઉપયોગ ઈમ્પ્રુવાઇઝ્ડ એક્સપ્લોઝિવ ડિવાઈસ (IED) ફેબ્રિકેશન અને તેની ટ્રેનિંગ અને આતંકવાદી કૃત્યોના પ્લાનિંગ માટે થઈ રહ્યો છે. પુણેના કોંધવામાં અટેચ કરેલી મિલકતો ત્રણ ફરાર સહિત 11 આરોપીઓ સાથે જોડાયેલી છે. […]