1. Home
  2. Tag "illegal"

અમેરિકામાં ટિકટોકની મુશ્કેલીઓ વધી, ગેરકાયદેસર રીતે બાળકોના ડેટા એકત્ર કરવાનો આરોપ

નવી દિલ્હીઃ અમેરિકી સરકારે ચીનની માલિકીની સોશિયલ મીડિયા કંપની ટિકટોક વિરુદ્ધ કેસ દાખલ કર્યો છે. અમેરિકાનો આરોપ છે કે ટિકટોક કંપનીએ ગેરકાયદેસર રીતે માહિતી એકઠી કરીને બાળકોની સુરક્ષાને જોખમમાં મુકી છે. યુએસ જસ્ટિસ ડિપાર્ટમેન્ટે શુક્રવારે આ અંગેની જાણકારી આપી. તેમણે જણાવ્યું કે, તેમણે ટિકટોક સામે કેલિફોર્નિયાની ફેડરલ કોર્ટમાં ચિલ્ડ્રન્સ ઓનલાઈન પ્રાઈવસી પ્રોટેક્શન એક્ટ (સીઓપીપીએ)નું ઉલ્લંઘન કરવા અને […]

પાકિસ્તાનમાં ઈમરાન ખાનની મુશ્કેલી વધી, સેનાએ ગેરકાયદેસર રાજકીય માફિયા ગણાવ્યા

નવી દિલ્હીઃ પાકિસ્તાનમાં સેનાની મજબૂત પકડ અને સત્તાધારી સંસ્થા સાથે તેની રાજકીય સાંઠગાંઠ ફરી એકવાર સામે આવી છે. પાકિસ્તાન સરકારે ગિલગિટ-બાલ્ટિસ્તાન સહિત અનેક પ્રાંતોમાં ઓપરેશન આઝમ-એ-ઇસ્તેહકમ દ્વારા નવેસરથી સક્રિય અને આતંકવાદ વિરોધી કામગીરી શરૂ કરવા માટે સેનાને મંજૂરી આપી છે. પૂર્વ પ્રધાનમંત્રી ઈમરાન ખાનની તહરીક-એ-ઈન્સાફ પાર્ટી (PTI) આનો ખુલ્લેઆમ વિરોધ કરી રહી છે. સેનાએ પણ […]

ટાઉન પ્લાનિંગ વિભાગ અને ફાયર વિભાગે ગેરકાયદે ગેમિંગ ઝોન સામે કોઈ પગલાં લીધાં નથીઃ સિટના રિપોર્ટમાં ખુલાસો

અમદાવાદઃ રાજકોટ શહેરમાં આવેલા ટીઆરપી ગેમ ઝોનમાં ગત 25 મે, 2024ના રોજ થયેલા અગ્નિકાંડની તપાસ માટે SITની રચના કરવામાં આવી હતી. આ SITનો રિપોર્ટ આજે સરકારને સુપરત કરવામાં આવ્યો છે. જેમાં ચાર વિભાગની બેદરકારી સામે આવી છે. આ રિપોર્ટ આજે સબમિટ થયા બાદ હવે જવાબદાર અધિકારીઓ સામે શિક્ષાત્મક પગલાં લેવાય એવી શક્યતા છે. ઉચ્ચ અધિકારીઓના […]

વેનેઝુએલાઃમા ગેરકાયદેસર સોનાની ખાણમાં ભૂસ્ખલન થતાં 14 લોકોના મોત

નવી દિલ્હીઃ વેનેઝુએલામાં ગેરકાયદેસર રીતે સંચાલિત સોનાની ખાણમાં ભૂસ્ખલન થતાં ઓછામાં ઓછા 14 લોકોના મોત થયા છે. એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે આ અકસ્માતમાં ઘણા લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. સત્તાવાર નિવેદનો અનુસાર, હજુ સુધી ખાણની અંદર કેટલા લોકો દટાયેલા છે તેની સચોટ માહિતી આપવી શક્ય નથી. ઘટના અંગે આપવામાં આવેલા સત્તાવાર […]

પાકિસ્તાન ટેક્નોલોજી સંબંધિત માહિતી મેળવવા ગેરકાયદેસર પ્રવૃતિ કરી શકે છેઃ નોર્વે

નવી દિલ્હીઃ તેલ ઉત્પાદક દેશ નોર્વેએ પણ હવે પાકિસ્તાનને પોતાના માટે ખતરનાક માની રહ્યું છે. નોર્વેની સુરક્ષા એજન્સીએ તેના તાજેતરના અહેવાલમાં કહ્યું છે કે, પાકિસ્તાન ટેક્નોલોજી સંબંધિત માહિતી મેળવવા માટે ગેરકાયદેસર પદ્ધતિઓ અપનાવી શકે છે. રિપોર્ટ અનુસાર, નોર્વેની પોલીસ સિક્યુરિટી સર્વિસ (પીએસટી)એ પણ થ્રેટ એસેસમેન્ટ રિપોર્ટ 2023માં કહ્યું છે કે પાકિસ્તાન સંવેદનશીલ ટેક્નોલોજીના પ્રસારના મામલે […]

ગાંધીનગરમાં બીન અધિકૃતરીતે સરકારી મકાનોમાં રહેતા કર્મચારીઓના પગાર,પેન્શન-ભથ્થા અટકાવાશે

ગાંધીનગરઃ પાટનગર ગાંધીનગરમાં સરકારી આવાસોમાં કર્મચારીઓ વર્ષોથી વસવાટ કરે છે. ઘણાબધા કર્મચારીઓ નિવૃત થઈ ગયા હોવા છતાં સરકારી મકાનો ખાલી કરતા નથી, તો ઘણા કર્મચારીઓની બદલીઓ થઈ ગઈ હોવા છતાં પણ સરકારી મકાનનો કબજો છોડતા નથી. વિભાગ દ્વારા બિન અધિકૃતરીતે સરકારી મકાનોમાં રહેતા કર્મચારીઓને વારંવાર નોટિસો પણ આપી છે, છતાં મકાનો ખાલી કરતા નથી. આથી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code