ગુજરાતમાં ગૌશાળા-પાંજરાપોળો માટે સહાયના ધોરણોમાં કરાયો સુધારો, મુખ્યમંત્રીએ કરી જાહેરાત
ગાંધીનગરઃ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં રાજ્ય સરકારે ગૌશાળા-પાંજરાપોળોના વિશાળ હિતમાં મુખ્યમંત્રી ગૌમાતા પોષણ યોજનામાં સહાયના ધોરણોમાં મહત્વપૂર્ણ સુધારો કર્યો છે. રાજ્યમાં જે ગૌશાળા-પાંજરાપોળ એક જ રજિસ્ટ્રેશન ધરાવતી હોય, પરંતુ એક કરતાં વધુ સ્થળે પશુ નિભાવ શેલ્ટર હોમ હોય તેવી સંસ્થાઓને શાખા દીઠ વધુમાં વધુ 3 હજાર પશુની મર્યાદામાં પશુ દીઠ રોજના રૂ.30 પ્રમાણે સહાય અપાશે. […]