1. Home
  2. Tag "In Bangladesh"

‘બાંગ્લાદેશમાં હિન્દુઓ પર અત્યાચાર બંધ કરો’, ન્યૂયોર્કના આકાશમાં વિશાળ બેનર જોવા મળ્યું

અમેરિકાના ન્યુયોર્કમાં આજે સવારે આકાશમાં એક વિશાળ બેનર જોઈને લોકો ચોંકી ઉઠ્યા હતા. વાસ્તવમાં આ બેનરમાં લખવામાં આવ્યું હતું કે બાંગ્લાદેશમાં હિંદુઓ વિરુદ્ધ હિંસા બંધ થવી જોઈએ. આ વિશાળ બેનર હડસન નદી અને વિશ્વ વિખ્યાત સ્ટેચ્યુ ઓફ લિબર્ટી ઉપર પવનમાં લહેરાતું જોવા મળ્યું હતું. આ બેનરો લહેરાવનારા લોકોમાં બાંગ્લાદેશ મૂળના હિન્દુ સમુદાયના સિતાંશુ ગુહા પણ […]

બાંગ્લાદેશમાં સુરક્ષાનો મામલો સુનિશ્ચિત થતાં જ અમુક પ્રોજેક્ટ પુન: સ્થાપિત કરશે ભારત

નવી દિલ્હીઃ ભારતે બાંગલાદેશને આશ્વસ્ત કરતાં કહ્યું છે કે ભારત હમેશા બાંગ્લાદેશની સમૃદ્ધિ, સુરક્ષા તથા વિકાસ માટે પ્રતિબદ્ધ છે, હતું અને રહેશે. બાંગ્લાદેશમાં તણાવના વાતાવરણને લઈને અમુક પ્રોજેકટો અત્યારે સ્થગિત રાખવામાં આવ્યા છે, પરંતુ સુરક્ષાની પુષ્ટિ પછી ભારત આ પ્રોજેક્ટને ફરી ચાલુ કરશે. આમ તો ભારત અને બાંગ્લાદેશ વચ્ચે અત્યારથી જ વ્યાપાર ચાલુ થઈ ગયો […]

બાંગ્લાદેશમાં પગ પેસારો કરવાનો પાકિસ્તાનનો પ્રયાસ, ભારત માટે ખતરો

નવી દિલ્હીઃ બાંગ્લાદેશમાં શેખ હસીનાની સરકારના પતન અને વચગાળાની સરકારની રચના બાદ પાકિસ્તાન હવે બાંગ્લાદેશની અંદર પોતાનો પગ જમાવવાનો પ્રયાસ કરી રહ્યું છે. આ માટે પાકિસ્તાને ત્રણ મુદ્દા પર કામ કરવાનું શરૂ કરી દીધું છે. શેખ હસીનાને ભારત પ્રત્યે નરમ વલણ ધરાવતી નેતા માનવામાં આવે છે, જેના કારણે અત્યાર સુધી બાંગ્લાદેશની અંદર પાકિસ્તાનની નાડી પીગળી […]

બાંગ્લાદેશમાં હિન્દુઓની હત્યાના વિરોધમાં કાઠમંડુમાં પ્રદર્શન

તાજેતરમાં બાંગ્લાદેશમાં ફેલાયેલી આરાજક્તાને પગલે લઘુમતી હિંદુ અને બૌદ્ધ સમુદાયો પર હુમલા વધી રહ્યાં છે. વધતા હુમલાઓ ને પગલે કાઠમંડુમાં દેખાવો યોજાયા હતા. શનિવારે કાઠમંડુના મૈતીઘર મંડલામાં સ્થાનિક વિદ્યાર્થીઓ અને યુવાનોએ વિરોધ પ્રદર્શન કર્યું હતું. બાંગ્લાદેશમાં શેખ હસીનાએ દેશ છોડ્યા બાદ પરિસ્થિતિ વણસી રહી છે. વિરોધ કરી રહેલા વિદ્યાર્થીઓ અને યુવાનોએ,લઘુમતીઓ પરના હુમલામાં વધારો થયો […]

બાંગ્લાદેશમાં હિંસા વચ્ચે મોટી સંખ્યામાં સરહદ ઉપર ઉમટ્યાં, 500 વ્યક્તિઓએ ભારતમાં ઘુસવાનો કર્યો પ્રયાસ

નવી દિલ્હીઃ બાંગ્લાદેશમાં રાજકીય અરાજકતા અને અશાંતિ વચ્ચે પંચગઢ જિલ્લાના ગામડાઓમાંથી ઓછામાં ઓછા 500 બાંગ્લાદેશી નાગરિકોએ ભારતમાં પ્રવેશવાનો પ્રયાસ કર્યો હતો. બોર્ડર સિક્યોરિટી ફોર્સ (BSF)ના જવાનોએ તેમને પશ્ચિમ બંગાળના જલપાઈગુડી નજીક ભારતીય સરહદમાં પ્રવેશતા અટકાવ્યા હતા. બાંગ્લાદેશી નાગરિકોનું કહેવું છે કે, દેશમાં ચાલી રહેલી હિંસા વચ્ચે તેમના ઘરોમાં તોડફોડ કરવામાં આવી છે. શેખ હસીનાએ પ્રધાનમંત્રીપદેથી […]

બાંગ્લાદેશમાં હિંસાને પગલે ભારતે પોતાના નાગરિકો માટે જાહેર કરી એડવાઈઝરી

નવી દિલ્હીઃ ભારતના વિદેશ મંત્રાલય (MEA)એ તેના તમામ નાગરિકોને આગામી આદેશ સુધી બાંગ્લાદેશની મુસાફરી ટાળવાની સલાહ આપી છે. બાંગ્લાદેશમાં ચાલી રહેલા હિંસક વિરોધ વચ્ચે આ એડવાઈઝરી જારી કરવામાં આવી છે. ભારતે રવિવારે રાત્રે બાંગ્લાદેશમાં રહેતા તેના તમામ નાગરિકોને પડોશી દેશમાં હિંસા વચ્ચે “અત્યંત સાવધાની” રાખવા અને તેમની હિલચાલ મર્યાદિત કરવાની સલાહ આપી હતી. ઢાકાના અહેવાલો […]

બાંગ્લાદેશમાં અનામત મામલે પરિસ્થિતિ વણસતા 1000 ભારતીયો પરત ફર્યા

બાંગ્લાદેશમાં ચાલી રહેલા વિદ્યાર્થીઓના વિરોધને કારણે પરિસ્થિતિ ગંભીર છે. પરિસ્થિતિની ગંભીરતાને ધ્યાનમાં લઈને લગભગ 1000 ભારતીય વિદ્યાર્થીઓ ત્યાંથી ભારત પરત ફર્યા છે. વિદેશ મંત્રાલય (MEA) એ શનિવારે કહ્યું હતું કે, તેમને ભારતીય નાગરિકોના પરત ફરવા માટે તમામ વ્યવસ્થા કરી લીધી છે. નાગરિક ઉડ્ડયન, ઇમિગ્રેશન, લેન્ડ પોર્ટ અને બીએસએફ અધિકારીઓ સાથે સંકલન કર્યું હતું. 778 ભારતીય […]

બાંગ્લાદેશમાં અનામતની આગમાં 105ના મોત, સેનાએ ચાર્જ સંભાળ્યો

નવી દિલ્હીઃ બાંગ્લાદેશમાં સરકારી નોકરીઓમાં ક્વોટા સિસ્ટમ નાબૂદ કરવાની માંગ સાથે વિદ્યાર્થીઓ દ્વારા હિંસક વિરોધ પ્રદર્શન ચાલુ છે. થોડા અઠવાડિયા પહેલા દેશભરમાં શરૂ થયેલી હિંસક અથડામણમાં અત્યાર સુધીમાં 105 થી વધુ લોકો માર્યા ગયા છે. શેખ હસીનાની આગેવાની હેઠળની સરકારે ચિંતાજનક કાયદો અને વ્યવસ્થાની સ્થિતિને નિયંત્રિત કરવા માટે દેશવ્યાપી કર્ફ્યુ અને સેના તૈનાત કરવાનો નિર્ણય […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code