ગુજરાતમાં અતિવૃષ્ટિથી ખરીફ પાકને થયેલી નુકશાનીમાં વધુ 6 જિલ્લાનો કરાયો સમાવેશ
ગાંધીનગરઃરાજ્યમાં અતિવૃષ્ટિથી પાક નુકશાની મામલે સરકારે મોટો નિર્ણય લીધો છે. વધુ 6 જિલ્લાઓમાં પાક નુકશાન મુદ્દે સહાય કરવા સરકારે નિર્ણય લીધો છે. કૃષિમંત્રીએ તમામ જિલ્લા કલેકટરને સર્વે કરવા આદેશ આપ્યા છે, અતિવૃષ્ટિથી પાક નુકશાનીમાં વધુ 6 જિલ્લાઓનો ઉમેરો ફરી બનાસકાંઠા, ભરૂચ, કચ્છ, સાબરકાંઠા તેમજ ગીરસોમનાથ અને આણંદ જિલ્લાના ખેડૂતોને નુકશાની સહાય ચુકવવાની તૈયારી દર્શાવી છે. […]