ઊંઝા માર્કેટ યાર્ડમાં જીરૂ, ઈસબગુલની આવક ઘટી, ખરીફ સીઝનમાં વરિયાળીના વાવેતરમાં વઘારો
અમદાવાદઃ રાજ્યના સૌથી મોટા માર્કેટયાર્ડ ગણાતા ઊંઝા માર્કેટ યાર્ડમાં જીરુ, વરિયાળી અને ઇસબગૂલની આવકમાં ઘટાડો થયો છે. તો બીજી બાજુ વરિયાળીમાં ચાલુ વર્ષે નિકાસ વધશે તેવી શક્યતા છે. સામાન્ય રીતે ઊંચા ભાવ હોય ત્યારે દોઢથી બે લાખ બોરીની નિકાસ થતી હોય છે પરંતુ આ વખતે નિકાસ વધીને અઢીથી ત્રણ લાખ બોરીની થઇ હોવાની શક્યતા છે. […]