1. Home
  2. Tag "increase"

દિવાળીના તહેવારો બાદ શાકભાજીના ભાવ ઘટવાનું નામ પણ લેતા નથી

રિટેલ માર્કેટમાં શાકભાજીના ભાવમાં કિલોએ 15થી 20 સુધીનો વધારો, અન્ય શાકભાજીના ભાવોમાં પણ તેજીના ભાવે સોદા થયા હતા, શાકભાજીમાં ખેડુતો કરતા રિટેઈલ વેપારીઓ વધુ કમાય છે અમદાવાદઃ મોંઘવારી રોજબરોજ વધતી જાય છે. એમાંયે શિયાળાની સીઝનમાં શાકભાજીના ભાવ ઘટવાને બદલે વધી રહ્યા છે. શાકભાજીના જથ્થાબંધ વેપારીઓ કહી રહ્યા છે, કે શાકભાજીની આવક ઘટતા ભાવમાં વધારો થયો […]

રિન્યૂએબલ એનર્જી ક્ષમતા વધારવા ગુજરાત સતત પ્રયત્નશીલ

અમદાવાદઃ ગુજરાત રાજ્યએ ઓક્ટોબર-2024માં રીન્યૂએબલ એનર્જી ક્ષેત્રે 30 ગીગાવોટ (GW) ની વિક્રમ જનક ક્ષમતા સ્થાપિત કરી મહત્વપૂર્ણ સિદ્ધિ મેળવી છે અને એ સાથે દેશમાં રીન્યૂએબલ ક્ષેત્રમાં અગ્રગણ્ય સ્થાન મેળવ્યું છે. આવી અભૂતપૂર્વ સિદ્ધીઓ થકી ગુજરાત રાજ્ય રૂફટોપ સોલાર અને પવન ઊર્જા ઇન્સ્ટોલેશનમાં દેશમાં પ્રથમ સ્થાન ધરાવે છે આ ઉપલબ્ધિની સાથે ગુજરાતે ભવિષ્ય માટે રીન્યૂએબલ એનર્જી […]

ગુજરાતમાં શિયાળાના આગમન ટાણે જ ઉષ્ણતામાનમાં થયો વધારો

રાજસ્થાનના રણ પ્રદેશ પરથી આવતા પવનને લીધે ગરમીમાં વધારો, હજુ 5 દિવસ બપોરના ટાણે ગરમીનો અનુભવ થશે, અમદાવાદમાં તાપમાન 36 ડિગ્રીએ પહોંચ્યુ અમદાવાદઃ શિયાળાના આગમનને હવે ગણતરીના દિવસ બાકી રહ્યા છે. ત્યારે હાલ બપોરના ટાણે લોકોને ઉનાળા જેવી ગરમીનો અહેસાસ થઈ રહ્યો છે. અમદાવાદ સહિત શહેરોમાં હાલ ઉષ્ણતામાનનો પારો 36 ડિગ્રીને વટાવી ગયો છે. ત્યારે […]

ભારતના ડોમેસ્ટિક એર ટ્રાફિકમાં 5 ટકાનો વધારો

નવી દિલ્હીઃ 2024ના પ્રથમ નવ મહિનામાં ભારતમાં ડોમેસ્ટિક એર પેસેન્જર ટ્રાફિક વધીને 11.84 કરોડ થવાની તૈયારીમાં છે.ગયા વર્ષના સમાન સમયગાળાની સરખામણીમાં 4.99 ટકાનો વધારો થયો છે.મંગળવારે ડાયરેક્ટર જનરલ ઓફ સિવિલ એવિએશન (DGCA) દ્વારા જારી કરવામાં આવેલા આંકડામાં આ માહિતી સામે આવી છે. માસિક ધોરણે, સપ્ટેમ્બરમાં સ્થાનિક પેસેન્જર ટ્રાફિક 6.38 ટકા વધીને 1.3 કરોડ થયો છે, જે […]

દિલ્હી સરકારે ધારાસભ્ય ફંડમાં વધારો કર્યો, સીએમ આતિશીની જાહેરાત

નવી દિલ્હીઃ આમ આદમી પાર્ટી સરકારે દિલ્હીમાં MLA LAD ફંડમાં મોટા વધારાની જાહેરાત કરી છે. એમએલએ ફંડને વધારીને 15 કરોડ રૂપિયા પ્રતિ ધારાસભ્ય કરવામાં આવ્યું છે, હાલમાં તે વાર્ષિક 10 કરોડ રૂપિયા પ્રતિ ધારાસભ્ય હતું. દિલ્હીનું એમએલએ ફંડ સમગ્ર દેશમાં સૌથી વધુ છે. દિલ્હી સરકારની કેબિનેટે આજે આ પ્રસ્તાવને મંજૂરી આપી હતી, જેના પગલે મુખ્યમંત્રી […]

મેડીકલ કૉલેજ સંલગ્ન હોસ્પિટલ ખાતે કરાર આધારિત તબીબી શિક્ષકોના માસિક વેતનમાં વધારો

ગાંધીનગરઃ આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે આરોગ્ય વિષયક મહત્વના નિર્ણય સંદર્ભે જાહેરાત કરતા જણાવ્યું‌‌ હતું કે, મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલના માર્ગદર્શનમાં રાજ્યની સરકારી મેડિકલ કૉલેજ સંલગ્ન હોસ્પિટલ ખાતે સેવારત ૧૧ માસના કરાર આધારિત તબીબી શિક્ષકોના માસિક વેતનમાં ૩૦ થી ૫૫ ટકા સુધીનો વધારો કરવાનો હિતકારી નિર્ણય કરવામાં આવ્યો છે. રાજ્યના પ્રત્યેક નાગરિકને શ્રેષ્ઠત્તમ આરોગ્ય સેવા અને મેડિકલ વિદ્યાર્થીને […]

મોદી સરકારનો નિર્ણયઃ ટીબીના દર્દીઓ માટે પોષણ સહાયમાં વધારો, હવે દર મહિને મળશે બમણી રકમ!

કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી જેપી નડ્ડા દ્વારા સોમવારે (7 ઓક્ટોબર, 2024) ટીબીના દર્દીઓ માટે મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. ટીબી નાબૂદી સંબંધિત ટકાઉ વિકાસ લક્ષ્યો (SDG) ની સિદ્ધિને વેગ આપવા માટે ઘણી મહત્વપૂર્ણ પહેલો શરૂ કરવામાં આવી છે. સૌથી મોટી પહેલમાં, નિક્ષય પોષણ યોજના (NPY) હેઠળ ટીબીના દર્દીઓને પોષણ સહાય 500 થી વધારીને 1,000 પ્રતિ માસ […]

વડોદરામાં ડેવલપમેન્ટ કરાર પર સ્ટેમ્પ ડ્યુટી 4.90 ટકા કરાતા મિલ્કતોના દસ્તાવેજો સ્થગિત

2014 થી 2024 સુધી ડેવલપમેન્ટ કરાર પર 3.50% સ્ટેમ્પ ડ્યૂટી વસૂલાતી હતી, ફ્લેટના વેચાણ દસ્તાવેજ ન થવાથી પઝેશન આપવામાં વિલંબ, શહેરીજનોના 4 કરોડની મિલકતોના દસ્તાવેજો સ્થગિત થયાં વડોદરાઃ શહેરમાં મિલકતોના ખરીદ-વેચાણમાં ડેવલપમેન્ટ કરાર પર વસુલાતી સ્ટેમ્પ ડ્યુટીમાં વધારો કરાયો છે. વર્ષ 2014 થી 7 માર્ચ 2024 સુધી ડેવલપમેન્ટ કરાર ઉપર વસુલ કરાતી 3.50 ટકા સ્ટેમ્પ […]

અમદાવાદમાં શાકભાજીના ભાવમાં તોતિંગ વધારો

પ્રતિકિલોના ભાવ લીલા મરચા 100થી 120 અને ધાણાનો ભાવ 240થી 260 બોલાયો, અસહ્ય મોંઘવારીમાં મધ્યમ વર્ગની હાલત કફોડી, ભાવ વધારા માટે વેપારીઓ વરસાદનું બહાનુ કાઢી રહ્યા છે અમદાવાદઃ જીવન જરૂરિયાતની ચિજ-વસ્તુઓના ભાવ રોજબરોજ વધી રહ્યા છે, જેમાં શાકભાજીના ભાવ આસમાને પહોંચ્યા છે. લસણ- 400 રૂપિયા કિલો, લીલા મરચા- 100થી 120 રૂપિયા કિલો, આદુ- 200 રૂપિયા […]

અમદાવાદમાં ભેજવાળા વાતાવરણને લીધે મેલેરિયા, ડેન્ગ્યુના કેસમાં વધારો

સરકારી અને ખાનગી દવાખાનામાં દર્દીઓના લાગી લાઈનો, શહેરના દરેક વિસ્તારોમાં મચ્છરોનો ઉપદ્રવ વધ્યો, સોલા સિવિલમાં ડેન્ગ્યુના 152 કેસ પોઝિટિવ નોંધાયા અમદાવાદઃ શહેરમાં વરસાદી વાતાવરણને લીધે ભેજનું પ્રમાણ વધતા મચ્છરોનો ઉપદ્રવ વધી રહ્યો છે. તેના લીધે મચ્છર અને પાણીજન્ય રોગચાળો વકરી રહ્યો છે. શરદી-ઉધરસ અને વાયરલ બિમારીના કેસ ઘેર ઘેર જોવા મળી રહ્યા છે. સોલા સિવિલ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code