અમદાવાદમાં ભેજવાળા હવામાનને લીધે મચ્છરોનો ઉપદ્રવથી ડેન્ગ્યું, ટાઈફોડના કેસમાં વધારો
અમદાવાદઃ શહેરમાં વરસાદી ભેજવાળા વાતાવરણને લીધે મચ્છરજન્ય રોગચાળો વકર્યો છે. શહેરમાં ડેન્ગ્યૂ, ઝાડા-ઊલટી અને ટાઈફોઇડ સહિતના કેસોમાં વધારો થયો છે. શહેરમાં બે દિવસમાં સૌથી વધુ ડેન્ગ્યૂના કેસો નોંધાયા છે. ચાલુ સપ્ટેમ્બર માસ દરમિયાન ડેન્ગ્યૂના 566, મલેરિયાના 124 કેસો, ઝાડા-ઊલટીના 335 કેસો, ટાઇફોઇડના 348, કમળાના 162 અને ચિકનગુનિયાના 9 કેસો નોંધાયા છે. જ્યારે કોલેરાના 6 કેસો […]