1. Home
  2. Tag "increase"

આ કુકિંગ ટિપ્સથી વર્કિંગ વુમનનું કામ સરળ બનશે,ખાવાનો સ્વાદ વધશે

રસોડાનું કામ જોવામાં થોડું લાગે છે, પરંતુ આ નાના-નાના કામો પૂરા કરવામાં ઘણો સમય લાગે છે.આવી સ્થિતિમાં વર્કિંગ વુમનને ઓફિસ અને કિચન મેનેજ કરવામાં મુશ્કેલી પડે છે. ખાસ કરીને રસોઈ કરતી વખતે જો કોઈ ઉણપ હોય તો ખોરાકનો સ્વાદ બગડી શકે છે, જેમ કે ગ્રેવીમાં વધારે મીઠું, ભાત તવા પર ચોંટી જવા, ક્રિસ્પી પકોડા ન […]

ગુજરાતમાં લઘુત્તમ તાપમાનમાં વધારો, માર્ચમાં ગરમીનો પારો 40 ડિગ્રીએ પહોંચવાની શક્યતા

અમદાવાદઃ ગુજરાતમાં શિયાળાની વિદાય પહેલા જ ઉનાળાની ગરમીનો અહેસાસ થઈ રહ્યો છે. રાત્રે ઠંડી અને બપોરના ટાણે ગરમીના કારણે હાલ બે ઋતુનો અનુભવ થઈ રહ્યો છે. છેલ્લાં સાત દિવસથી અમદાવાદ સહિત રાજ્યના મોટાભાગના શહેરોના મહત્તમ તાપમાનમાં દોઢથી 8 ડિગ્રીનો વધારો થતાં લોકો ગરમીનો અનુભવ કરી રહ્યાં છે. આગામી 10 દિવસ રાજ્યમાં ડબલ સિઝનનો માહોલ રહ્યાં […]

રાજકોટ શહેરના નાગરિકો પર પ્રોપર્ટી ટેક્સ અને પાણીવેરા સહિત 101 કરોડના નવા કરવેરા લદાશે

રાજકોટઃ  મ્યુનિ. કોર્પોરેશનનું વર્ષ 2023-24નું 2586.82 કરોડનું અંદાજપત્ર આજે કમિશ્નર અમિત અરોરાએ સ્ટે. કમીટીમાં રજૂ કર્યુ હતુ.  નાણાંકીય સંકટ ભોગવતી મ્યુનિ.ની તિજોરીને ઓકસીજન આપવા કમિશ્નરે પાણી, ડોર ટુ ડોર ગાર્બેજ કલેકશન, મિલ્કત વેરા સહિતના વેરાઓમાં કુલ 101 કરોડનો વધારો સૂચવ્યો છે. પાણી વેરામાં ત્રણ ગણો વધારો કરવા કમિશ્નરે ડ્રાફટ બજેટમાં ભલામણ કરતા હવે સ્થાયી સમિતિમાં […]

કિચનમાં કરેલી આ ભૂલોથી કેન્સરનું જોખમ વધી શકે છે,થઈ જાઓ સાવધાન

આપણા રોજિંદા ખોરાકમાં સમાવિષ્ટ વસ્તુઓની ગુણવત્તા પણ આપણા સ્વાસ્થ્યને અસર કરે છે.ખાવા-પીવા સંબંધિત કેટલીક ભૂલો ગંભીર બીમારીઓનું કારણ બની શકે છે.અસ્વસ્થ જીવનશૈલી અને ખાવાની આદતોના કારણે હાઈ કોલેસ્ટ્રોલ, ડાયાબિટીસ, થાઈરોઈડ અને મોટાપા જેવી બીમારીઓનું જોખમ વધી રહ્યું છે.તે જ સમયે, રસોડામાં કરવામાં આવતી ઘણી ભૂલોને કારણે, કેન્સરનું જોખમ પણ વધી શકે છે. અહીં જાણો રસોડાની […]

સાબર ડેરી બાદ જામનગર દુધ સંઘ દ્વારા પણ દૂધના ફેટના ભાવમાં કર્યો વધારો, પશુપાલકોને રાહત

અમદાવાદઃ રાજ્યમાં સાબર ડેરી બાદ જામનગર ડેરીએ પણ પશુપાલકોને દુધના ફેટના ભાવમાં વધારો કરી આપ્યો છે. જામનગર દૂધ સંઘ દ્વારા 790 કિલો ફેટના આ ભાવ વધારાથી પશુપાલકોમાં ખુશી વ્યાપી ગઈ હતી. સાબર ડેરી દ્વારા ભેંસના દૂધના કિલોફેટના ભાવમાં સતત વધારો કરી છેલ્લા 11 માસમાં કુલ રૂ.90 નો વધારો કરાયો છે. તાજેતરની બોર્ડ મિટિંગમાં 21 જાન્યુઆરીથી […]

ગુજરાત યુનિ.એ ડિગ્રી સર્ટિફિકેટ અને માઈગ્રેશન ફીમાં કરેલા ધરખમ વધારા સામે કોંગ્રેસનો વિરોધ

અમદાવાદઃ ગુજરાત યુનિવર્સીટીએ માર્કશીટ, ડિગ્રી સર્ટિફિકેટ વેરિફિકેશન ફીમાં ધરખમ વધારો કર્યો છે. માર્કશીટ વેરિફિકેશનનાં રૂ.50 થી વધારી રૂ.404 કરાયા છે. જ્યારે ટ્રાન્સક્રિપ્ટ વેરિફિકેશન અને સીલકવરનાં રૂ.500થી વધારી રૂ.736 કરાયા છે, આ ઉપરાંત ડિગ્રી વેરિફિકેશનનાં રૂ.200થી વધારી રૂ.554 અને માઇગ્રેશન સર્ટીફીકેટનાં રૂ.110 થી વધારી રૂ.452 કરાયા છે, તેમજ પ્રોવિઝનલ સર્ટીફીકેટની ફીમાં પણ 236 રૂપિયાનો વધારો ઝીકાયો છે. ગુજરાત […]

ગુજરાતઃ 5 વર્ષમાં પ્રવાસન સ્થળોની મુલાકાતે આવેલા પ્રવાસીઓની સંખ્યામાં 168 ટકાનો વધારો

અમદાવાદઃ કેન્દ્રીય પ્રવાસન અને સાંસ્કૃતિક બાબતોના મંત્રી જી.કિશન રેડ્ડી ગુજરાત મુલાકાતે છે ત્યારે અમદાવાદમાં કેન્દ્રીય મંત્રીની અધ્યક્ષતામાં ગુજરાત રાજ્યના પ્રવાસન મંત્રી મૂળુભાઈ બેરાની ઉપસ્થિતિમાં ઉચ્ચસ્તરીય બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. કેન્દ્રીય મંત્રીએ ગુજરાતમાં પ્રવાસન અને સાંસ્કૃતિક વિભાગના કાર્યરત પ્રોજેક્ટ્સની વિગતો મેળવી હતી અને આગામી સમયમાં ભારત સરકાર તરફથી પૂરતો સહયોગ આપવામાં આવશે, તેવી ખાતરી આપી […]

ઉત્તરપ્રદેશઃ ગ્રામીણ વિસ્તારમાં વીજદરમાં 10 ટકાથી વધારાની વીજ કંપનીઓએ દરખાસ્ત મુકી

લખનૌઃ ઉત્તરપ્રદેશના શહેરી વપરાશકારોની સાથે વીજળી કંપનીએ ગ્રામીણ વપરાશકારોના દરમાં વધારો કરવાની દરખાસ્ત મુકી છે. જો દરખાસ્તને મંજૂરી આપવામાં આવશે તો ગ્રામીણ ગ્રાહકો માટે વીજળી 10-12% મોંઘી થઈ શકે છે. કંપનીઓ દ્વારા આપવામાં આવેલા દરમાં વધારાની દરખાસ્તમાં 100 યુનિટ સુધી વીજળીનો ઉપયોગ કરતા લાઈફલાઈન ગ્રાહકોના દરમાં વધારો કરવાની પણ દરખાસ્ત કરવામાં આવી છે. ઉત્તર પ્રદેશમાં […]

ભારતીય રેલવેની આવકમાં નોંધપાત્ર વધારો, નવ મહિનામાં 48913 કરોડની આવક

નવી દિલ્હીઃ ભારતીય રેલ્વેની મુસાફરીની આવકમાં 71 ટકા જેટલો વધારો નોંધાયો છે. એપ્રિલથી ડિસેમ્બર 2022 દરમિયાન રેલવેની આવક વધીને 48 હજાર 913 કરોડ રૂપિયા થઈ ગઈ છે, જે અગાઉના વર્ષના આ જ સમયગાળા દરમિયાન 28 હજાર 569 કરોડ રૂપિયા હતી. 1લી એપ્રિલથી 31મી ડિસેમ્બર 2022ના સમયગાળા દરમિયાન આરક્ષિત મુસાફરીની આવક અગાઉના વર્ષના સમાન સમયગાળા દરમિયાન […]

અમુલ લૂઝ ઘીના ભાવમાં કિલોએ રૂપિયા 23નો તોતિંગ વધારો, જનતાને મોંઘવારીમાં વધુ એક ડામ

હિંમતનગરઃ મોંઘવારી કૂદકે ને ભૂસકે વધી રહી છે. ખાદ્ય ચીજવસ્તુઓના ભાવમાં વધારો થઈ રહ્યો છે. પેટ્રોલ-ડીઝલ બાદ સ્થાનિક લેવલે હવે દૂધ-ઘીના ભાવ પણ અસહ્ય વધારો કરાયો  છે.  હવે અમુલ ઘીના ભાવમાં કિલોએ રૂપિયા 23નો વધારો કરાતા ડેરી સંચાલકોના ફાકોરી સામે વિરોધ ઊભો થયો છે. સૂત્રોના જણાવ્યા મુજબ આજથી અમુલ લુઝ ઘીમાં ભાવ વધારો થયો છે. […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code