1. Home
  2. Tag "increase"

જમ્મુ-કાશ્મીરમાં અનેક વિસ્તારોમાં તાપમાન માઈનસમાં પહોંચ્યું, ઠંડી વધવાની આગાહી

નવી દિલ્હીઃ ઉત્તરભારતમાં વરસેલી હિમ વર્ષાના કારણે દેશના અનેક રાજ્યોમાં ઠંડીનો ચમકારો વધ્યો છે. દરમિયાન જમ્મુ-કાશ્મીરમાં અનેક વિસ્તારોમાં તાપમાન માઈનસમાં પહોંચ્યું છે. જેથી આગામી દિવસોમાં ઠંડીમાં વધારો થવાની હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી છે. સંપૂર્ણ કશ્મીર ખીણ પ્રદેશમાં ઠંડીનું મોજું ફરી વળ્યું છે. શ્રીનગરમાં શિયાળામાં સૌથી ઓછું માઈનસ 3.4 ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાયું હતું. પહલગામમાં […]

Sugar Level નહીં વધે,રસોડામાં હાજર આ મસાલાને ડાયટમાં કરો સામેલ

બદલાતી જીવનશૈલી અને ખાવા-પીવાની ખોટી આદતોના કારણે અનેક બીમારીઓ જન્મ લઈ રહી છે.જેમાંથી ડાયાબિટીસ સૌથી ખતરનાક રોગ છે.ડાયાબિટીસના કારણે દર્દીને જીવનભર દવાઓ સાથે સાંઠગાંઠ કરવી પડે છે.આ બીમારીથી રાહત મેળવવા માટે તમે તમારા આહારમાં થોડો ફેરફાર કરી શકો છો.આ વસ્તુઓનું નિયમિત સેવન કરવાથી તમે ડાયાબિટીસના સ્તરને નિયંત્રિત કરી શકો છો. તો ચાલો જાણીએ તેમના વિશે.. […]

અમદાવાદમાં બેઋતુને લીધે વાયરલના કેસમાં વધારો, ઝાડા-ઊલટીના 523, કમળાના 335 કેસ નોંધાયા

અમદાવાદઃ શિયાળાનો સવા મહિના જેટલો સમય વિતિ ગયો હોવા છતાં હજું બે ઋતુનો અનુભવ થઈ રહ્યો છે. મોડીરાતથી પરોઢ સુધી ઠંડી અને બપોરે ગરમી એમ બેવડી ઋતુને લીધે શહેરમાં વાયરલ બિમારીના કેસમાં વધારો જોવા મળી રહ્યો છે. ખાનગી દવાખાનાંમાં પણ દર્દીઓની લાઈનો જોવા મળી રહી છે. શહેરમાં નવેમ્બરના 26 દિવસમાં જ ઝાડા-ઊલટીના 523, ટાઈફોઈડના 426, […]

ગુજરાતમાં ચૂંટણીની જાહેરાત પહેલા જ સરકારે હોમગાર્ડ જવાનોના વેતનમાં કર્યો વધારો

ગાંધીનગર:  ગુજરાત વિધાનસભાની ચૂંટણીની વિધિવત જાહેરાત પહેલા જ ગુજરાત સરકારે હોમગાર્ડ અને GRD જવાનોના દૈનિક ભથ્થામાં વધારો કરીને તેમને રાજી કરી દીધા છે. હોમગાર્ડના જવાનોને હાલમાં પ્રતિદિન 300નું વેતન આપવામાં આવે છે, તેમાં વધારો કરીને હવે રૂપિયા 450નું વેતન આપવામાં આવશે. આમ પ્રતિદિન વેતનમાં રૂપિયા 150નો વધારો કર્યો છે. આ ઉપરાંત જીઆરડી જવાનોને હાલ પ્રતિદિન […]

ભારતમાંથી સંગીતના સાઘનોની નિકાસમાં વધારો, વર્ષ 2022-23માં 172 કરોડની નિકાસ

નવી દિલ્હીઃ દેશમાં નાના અને મધ્યમ ઉદ્યોગને પ્રોત્સાહન આપવાના પ્રયાસ કેન્દ્ર સરકાર દ્વારા કરવામાં આવી રહ્યાં છે. જેના પરિણામે અનેક સાહસિકોએ આત્મનિર્ભર બન્યાં છે. દરમિયાન આઠ વર્ષના સમયગાળામાં સંગીતના સાઘનોની નિકાસમાં વધારો થયો છે. વર્ષ 2014માં લગભગ 49 કરોડની કિંમતના સંગીતના સાધોનોની નિકાસ કરવામાં આવી હતી. જેની સરખામણીએ વર્ષ 2022-23માં 172 કરોડની નિકાસ થઈ હતી. […]

તાલિબાનો હવે પાકિસ્તાન માટે ખતરો બન્યાં, આતંકવાદી હુમલામાં 51 ટકાનો વધારો

નવી દિલ્હીઃ ગયા વર્ષે ઓગસ્ટમાં અફઘાનિસ્તાનમાં તાલિબાને સત્તા સંભાળી ત્યારથી પાકિસ્તાનમાં આતંકવાદી ઘટનાઓની સંખ્યામાં 51 ટકાનો વધારો થયાનો સ્થાનિક રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે. આમ આતંકવાદ અને તાલિબાનની પડખે ઉભું દેખાતું પાકિસ્તાન હવે પોતે જ મુશ્કેલીઓનો સામનો કરી રહ્યું છે. પાકિસ્તાન અને તાલિબાન વચ્ચે સંબંધમાં છેલ્લા કેટલાક સમયથી ખટાશ આવી છે, તાલિબાન હવે પાકિસ્તાન માટે […]

દિવાળીમાં ફટાકડાની કિંમતમાં વધારો, કિંમતમાં 40 ટકાનો વધારો

અમદાવાદઃ દિવાળીના તહેવારને હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યાં છે અને લોકો ધીમે-ધીમે દિવાળીની ખરીદીમાં જોતરાઈ રહ્યાં છે. દરમિયાન મોંઘવારીની અસર દિવાળીના તહેવારમાં પણ જોવા મળશે. ચાલુ વર્ષે ફટાકડાના ભાવમાં લગભગ 40 ટકાનો વધારો થયાનું જાણવા મળે છે. ફટાકડામાં ઉપયોગમાં દેવાતું દારૂખાનું અને મજુરીની કિંમતમાં વધારો થતા ફટાકડાના ભાવમાં વધારો થયાનું વેપારીઓ માની રહ્યાં છે. […]

ભારતીય રેલવેની આવકમાં વધારો 53 ટકાનો વધારો

નવી દિલ્હીઃ કોરોના મહામારી બાદ હવે દેશ પહેલાની જેમ રેતગતિથી આગળ વધી રહ્યો છે. બીજી તરફ ભારતીય રેલવેની પણ તમામ ટ્રેનો દોડતી થઈ હોવાથી આવક પણ વધી છે. રેલવેનીᅠપેસેન્‍જર સેકશનમાંથી આવક એપ્રિલથી 8 ઓક્‍ટોબર 2022 દરમિયાન વર્ષના આધાર 52.92 ટકા વધીને 33,476 કરોડ રૂપિયા પહોંચી ગઈ છે. ગયા વર્ષના આ સમયગાળા દરમયાન આ સેકશનમાંથી 17394 […]

ભારતીય રેલવેની 130 મેલ-એક્સપ્રેસ ટ્રેનને સુપરફાસ્ટનો દરજ્જો અપાયો

નવી દિલ્હીઃ રેલ્વેએ દેશભરની 130 મેલ-એક્સપ્રેસ ટ્રેનોને સુપરફાસ્ટનો દરજ્જો આપીને તમામ વર્ગોના ભાડામાં વધારો કર્યો છે. આ અંતર્ગત ટ્રેનના એસી-1 અને એક્ઝિક્યુટિવ ક્લાસમાં રૂ. 75 પ્રતિ પેસેન્જર, એસી-2, 3, ચેર કારમાં રૂ. 45 અને સ્લીપર ક્લાસમાં રૂ. 30 પ્રતિ પેસેન્જરનો વધારો કરવામાં આવ્યો છે. આમ, PNR (છ પેસેન્જર) બુક કરાવવા માટે મુસાફરોએ એસી-1માં રૂ. 450, […]

રાજકોટના મશીન ટૂલ્સ ઉદ્યોગમાં તેજીના અણસાર, નિકાસમાં 20 ટકાનો વધારો

રાજકોટઃ સૌરાષ્ટ્રના પાટનગર ગણાતા રાજકોટ શહેર અને તેની આજુબાજુનો વિસ્તારમાં મશીનરી ઉદ્યોગનો સારોએવો વિકાસ થયો છે. અને તેના થકી અનેક લોકો રોજગારી મેળવી રહ્યા છે. હવે રાજકોટના મશીન ટૂલ્સ ઉદ્યોગના ઉજળા દિવસો જોવા મળી રહ્યા છે.  નિકાસ બજારમાં ચીનને ટક્કર આપવાનું રાજકોટના મશીન ટૂલ્સ ઉદ્યોગે શરૂ કર્યું છે. રાજકોટ અને સૌરાષ્ટ્રભરમાં વિકસેલા મશીન ટૂલ્સ ઉદ્યોગની […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code