1. Home
  2. Tag "indian army"

ભારતીય સેનાના વિશેષ દળની ટુકડી સંયુક્ત કવાયત ‘ગરુડ શક્તિ’ માટે ઈન્ડોનેશિયા રવાના થઈ

ભારત-ઇન્ડોનેશિયા સંયુક્ત સ્પેશિયલ ફોર્સ એક્સરસાઇઝ ગરુડ શક્તિ 24ની 9મી આવૃત્તિમાં ભાગ લેવા માટે 25 જવાનોનો સમાવેશ કરતી ભારતીય સેનાની ટુકડી સીજંતુંગ, જકાર્તા, ઇન્ડોનેશિયા માટે રવાના થઈ છે. આ કવાયત 1 થી 12 નવેમ્બર 2024 દરમિયાન હાથ ધરવામાં આવશે. ભારતીય ટુકડીનું પ્રતિનિધિત્વ ધ પેરાશૂટ રેજિમેન્ટ (સ્પેશિયલ ફોર્સીસ)ના સૈનિકો દ્વારા કરવામાં આવી રહ્યું છે અને 40 જવાનોવાળા ઇન્ડોનેશિયન ટુકડીનું […]

કચ્છમાં નરેન્દ્ર મોદીએ ભારતીય જવાનો સાથે દિવાળીની કરી ઉજવણી

અમદાવાદઃ સમગ્ર દેશમાં આજે દિવાળી પર્વની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી રહી છે. દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કચ્છમાં ભારતીય જવાનો સાથે દિવાળીની ઉજવણી કરી હતી. તેમજ જવાનોને મીઠાઈ ખવડાવીને મોઢુ મીઠુ કરાવ્યું હતું. વડાપ્રધાન નરેન્દ્ર મોદી આર્મીના યુનિફોર્મમાં દિવાળીની ઉજવણીમાં જોડાયાં હતા. વડાપ્રધાન નરેન્દ્ર મોદી છેલ્લા કેટલાક વર્ષોથી દર વર્ષે દિવાળીનો તહેવાર દેશના જવાનોની સાથે જ […]

ભારતીય લશ્કરની તાકાત વધી, નવી T-90 ભીષ્મ ટેન્ક સામેલ

આ ટેન્ક 9.6 મીટર લાંબી અને 2.8 મીટર પહોળી છે ટેન્કર 60 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે જંગલો, પર્વતો અને ભેજવાળા પ્રદેશોમાંથી પસાર થઈ શકે છે નવી દિલ્હીઃ ભારતીય લશ્કરમાં પ્રથમ પૂર્ણત: નવી T-90 ભીષ્મ ટેન્ક સામેલ કરાઈ છે. આત્મનિર્ભરતાની રીતે ફરીથી વિકસાવાયેલી આ T-90 ભીષ્મ ટેન્ક 2003થી સૈન્યની મુખ્ય લડાકૂ ટેન્ક રહી છે, જે તેની મારણક્ષમતા, […]

સ્વદેશી તેજસ ફાઈટર જેટની ખરીદીમાં હવે બ્રાઝિલે પણ રસ દાખવ્યો

બ્રાઝિલના નોર્થ્રોપ એપ-5 ફ્લીટ નિવૃત થશે બ્રાઝિલ પોતાની સેનામાં તેજસ દાખલ કરવાનું વિચારી રહ્યું છે જયપુરઃ વાયુસેનાને સ્વદેશી તેજસ ફાઈટર જેટની ડિલિવરીમાં વિલંબ થવા છતાં તેના પ્રશંસકોની સંખ્યા સતત વધી રહી છે. બીજા તબક્કામાં તરંગ શક્તિ હવાઈ કવાયતના છેલ્લા દિવસે, જ્યારે તેજસે જોધપુરના આકાશમાં તેના હવાઈ સ્ટંટ બતાવ્યા, ત્યારે ત્યાં બેઠેલા વિદેશી સેનાના વડાઓ પણ […]

જમ્મુ-કાશ્મીરઃ ભારતીય સેનાના જવાનોએ ઘૂસણખોરી અટકાવી, બે આતંકીઓ ઠાર મરાયાં

નવી દિલ્હીઃ સેનાએ જમ્મુ-કાશ્મીરના નૌશેરામાં નિયંત્રણ રેખા પર ઘૂસણખોરીના પ્રયાસને નિષ્ફળ બનાવ્યો હતો. ભારતીય સેનાના જવાનોએ ઘૂસણખોરી અટકાવી અને બે આતંકીઓને ઠાર કર્યા. આતંકીઓ પાસેથી બે AK-47, એક પિસ્તોલ અને હથિયારોનો મોટો જથ્થો મળી આવ્યો છે. સેનાના જમ્મુ સ્થિત વ્હાઇટ નાઈટ કોર્પ્સે ટ્વિટર પર જણાવ્યું હતું કે સંભવિત ઘૂસણખોરીના પ્રયાસ વિશે ગુપ્તચર એજન્સીઓ અને પોલીસના […]

ભારતઃ 1.45 લાખ કરોડના 10 સૈન્ય પ્રોજેક્ટને કેન્દ્ર સરકારે મંજૂરી આપી

નૌકાદળના પ્રોજેક્ટ 17 બ્રાવો હેઠળ સાત નવા યુદ્ધ જહાજોના સંપાદનનો પણ સમાવેશ આર્મી T-72ને સ્વદેશી FRCV સાથે બદલવાની યોજના બનાવી રહી છે નવી દિલ્હીઃ કેન્દ્ર સરકારે દેશની સંરક્ષણ પ્રણાલીને આધુનિક બનાવવા માટે ત્રણ સેવાઓ માટે રૂ. 1.45 લાખ કરોડના મૂલ્યના 10 મૂડી સંપાદન પ્રસ્તાવોને મંજૂરી આપી છે. સંરક્ષણ મંત્રાલય ભારતીય નૌકાદળ માટે સાત અદ્યતન ફ્રિગેટ્સનું […]

ભારતીય સેનાને વધારે પાવરફુલ બનાવશે મોદી સરકાર

નવી દિલ્હીઃ ભારત સતત સેનાની તાકાત વધારવા પર ધ્યાન આપી રહ્યું છે. ચીન સાથે એલએસીના ઘણા પોઈન્ટ્સ પર ટેન્શન વચ્ચે, રક્ષા મંત્રાલય ઘણા મહત્વપૂર્ણ પ્રોજેક્ટ્સ શરૂ કરવાની યોજના તૈયાર કરી રહ્યું છે. પ્રોજેક્ટ હેઠળ ભારતીય નૌકાદળ માટે 7 અદ્યતન યુદ્ધ જહાજો બનાવવાની તૈયારી ચાલી રહી છે. ભારતીય સેનાને તેની T-72 ટેન્કની જગ્યાએ મોડર્ન ફ્યુચર રેડી […]

જમ્મુ-કાશ્મીરઃ આર્મી બેઝ પાસે આતંકવાદીઓએ કર્યો હુમલો, એક જવાન ઘાયલ

આતંકવાદી હુમલા બાદ આર્મીએ શરુ કર્યું ઓપરેશન આર્મી અને પોલીસે સમગ્ર વિસ્તારમાં ઘેરાબંધી કરી નવી દિલ્હીઃ જમ્મુ-કાશ્મીરના સુજવાં આર્મી બેઝ પાસે આતંકવાદીઓએ ગોળીબાર કર્યો હતો. આ ગોળીબારની ઘટનામાં એક જવાન ઘાયલો થયો હતો. જેના જવાબમાં ભારતીય આર્મીએ કાર્યવાહી શરૂ કરી હતી. આર્મીએ સમગ્ર વિસ્તારને ઘેરીને ઓપરેશન શરૂ કર્યું હતું. પ્રાપ્ત માહિતી અનુસાર જમ્મુના સુજવાં આર્મી […]

કુપવાડામાં એલઓસી પાસે ઘુસણખોરીનો પ્રયાસ કરતા 3 આતંકવાદી ઠાર મારાયા

ગુપ્ત માહિતી અનુસાર આર્મી અને પોલીસે હાથ ધર્યું અભિયાન બે સ્થળો ઉપર અભિયાન શરૂ કરીને આતંકવાદીઓને ઠાર કરાયાં શ્રીનગર: જમ્મુ અને કાશ્મીરના કુપવાડા જિલ્લામાં નિયંત્રણ રેખા (એલઓસી) પર ઘૂસણખોરીનો પ્રયાસ ભારતીય સેનાએ નિષ્ફળ બનાવ્યો હોવાનું જાણવા મળે છે. તેમજ ભારતીય સેના સાથેની અથડામણમાં 3 આતંકવાદી ઠાર મરાયાં હતા.  સેનાએ કહ્યું કે ગુપ્ત માહિતી મળ્યા બાદ […]

અરુણાચલ પ્રદેશમાં ભારતીય સેનાના ટ્રકને નડ્યો અકસ્માત, ત્રણ જવાનોના નિધન

આર્મી કાફલાની ટ્રક ખાઈમાં ખાબકતા સર્જાઈ દૂર્ઘટના સમગ્ર ઘટના અંગે સીએમએ દુઃખ વ્યક્ત કર્યું ઇટાનગરઃ અરુણાચલ પ્રદેશના ઉપલા સુબાનસિરી જિલ્લામાં એક ટ્રક ઊંડી ખીણમાં પડતાં સેનાના ત્રણ જવાનોના નિધન થયાં હતા અને અન્ય ઘણા લોકો ઘાયલ થયા હતા. પોલીસે જણાવ્યું કે અકસ્માત સવારે ‘ટ્રાન્સ અરુણાચલ’ હાઈવે પર તાપી ગામ પાસે થયો હતો. સૈન્ય સૂત્રોના જણાવ્યા […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code